NEET Paper Leak: NEET પેપર લીક મામલે રાજનાથ સિંહના ઘરે હાઈલેવલ બેઠક, NTAએ ફી રિફંડની ડેડલાઇન વધારી

0
155
NEET Paper Leak
NEET Paper Leak

NEET Paper Leak: NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને પેપર લીકના વિવાદ વચ્ચે ગુરુવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવાસસ્થાને એક અત્યંત મહત્વની અને ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના ડીજી અભિષેક સિંહ તેમજ PMO (પ્રધાનમંત્રી કાર્યાલય)ના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. પરીક્ષા રદ થયા બાદ આગામી રણનીતિ અને કડક પગલાં લેવા અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું મનાય છે.

NEET Paper Leak: NTAએ ફી રિફંડ માટે 22 જૂન સુધીનો સમય આપ્યો

NEET Paper Leak

પરીક્ષા રદ થવાને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ વિદ્યાર્થીઓને ફી રિફંડ મેળવવા માટે મોટી રાહત આપી છે. બેંક ખાતાની વિગતો સબમિટ કરવાની છેલ્લી તારીખ 27 મેથી લંબાવીને હવે 22 જૂન (રાત્રે 11:50 વાગ્યા સુધી) કરવામાં આવી છે. ઉમેદવારોએ ઓફિશિયલ પોર્ટલ પર પોતાના ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને લોગ-ઈન કરવાનું રહેશે અને બેંક વિગતો અપડેટ કરવાની રહેશે.

નોંધનીય છે કે, 3 મેના રોજ દેશ-વિદેશના વિવિધ કેન્દ્રો પર લેવાયેલી આ પરીક્ષામાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા, પરંતુ પેપર લીકની પુષ્ટિ થતાં 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી.

NEET Paper Leak: ‘સિસ્ટમે લીધો ભોગ’: રાહુલ ગાંધી પીડિત પરિવારને મળ્યા

NEET પરીક્ષા કેન્સલ થવાના આઘાતમાં રાજસ્થાનના પ્રદીપ મેઘવાળ નામના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે પ્રદીપના પરિવારની મુલાકાત લીધી હતી અને સાંત્વના પાઠવી હતી.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું:

“પ્રદીપનું મૃત્યુ એ આત્મહત્યા નથી, પરંતુ એક તૂટેલી અને ભ્રષ્ટ વ્યવસ્થાની દેન છે. જેમણે પરીક્ષા પ્રણાલીને માફિયાઓના હવાલે કરી દીધી અને આજે પણ પોતાની ખુરશી પર ચોંટેલા છે, તે મોદી-પ્રધાનની જોડી આ પરિવાર માટે જવાબદાર છે.”

CBI એક્શન મોડમાં: આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર

બીજી તરફ આ કૌભાંડની તપાસ કરી રહેલી CBI પણ ફૂલ એક્શનમાં છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે NEET UG પેપર લીક કેસના મુખ્ય આરોપીઓ પૈકીના ડૉ. મનોજ શિરુરે અને તેજસ હર્ષદ કુમાર શાહને 1 જૂન સુધી CBI કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જ્યારે અન્ય બે આરોપીઓ પ્રહલાદ કુલકર્ણી અને શિવરાજ મોટેગાંવકરને 10 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા છે.

CBI અત્યાર સુધી દેશભરમાં 49 સ્થળોએ દરોડા પાડી ચૂકી છે, જેમાં લેપટોપ, મોબાઈલ અને કિંમતી દસ્તાવેજો જપ્ત કરાયા છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સોશિયલ મીડિયા ક્ષેત્રે મોટો ધડાકો હવે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે આપવા પડશે પૈસા; મેટાએ લોન્ચ કર્યા ‘Plus’ સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ, મળશે આ 5 શાનદાર ફાયદા!