Home State Gujarat Tragedy in Canada: કેનેડામાં આણંદની ૨૨ વર્ષીય વિધિ મેઘાની ધોળાદિવસે ચાકુ મારી...

Tragedy in Canada: કેનેડામાં આણંદની ૨૨ વર્ષીય વિધિ મેઘાની ધોળાદિવસે ચાકુ મારી હત્યા, વર્ક પરમિટ એપ્લાય કરે તે પહેલાં જ માતમ છવાયો

0
264
Tragedy in Canada
Tragedy in Canada

Tragedy in Canada: વિદેશમાં અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સોનેરી સપના લઈને ગયેલી ગુજરાતની વધુ એક દીકરી વિદેશી ધરતી પર હિંસક હુમલાનો ભોગ બની છે. આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી અને છેલ્લા ૪ વર્ષથી કેનેડામાં રહેતી ૨૨ વર્ષીય વિધિ મેઘાની ધોળાદિવસે ચાકુ મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. પૈસા પડાવવાની બાબતે થયેલા આ હુમલા બાદ બોરસદમાં રહેતા વિધિના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. દીકરીના અકાળે અવસાનથી માતા-પિતાના આંસુ રોકાતા નથી.

Tragedy in Canada

Tragedy in Canada: ૧૪ તારીખે જ પિતા સાથે ખુશ થઈને વાત કરી હતી

વિધિ કેનેડાના નાયગ્રા વિસ્તારમાં આવેલી સેન્ટ કેથરીન્સમાં રહેતી હતી. તે લો (કાયદા)નો અભ્યાસ પૂર્ણ કરીને ત્યાં પાર્ટ-ટાઈમ જોબ કરતી હતી અને કાયમી વસવાટ (PR) માટેની તૈયારીઓ કરી રહી હતી. ઘટનાના માત્ર ૧૫ દિવસ પહેલા જ તે હેમિલ્ટનથી સેન્ટ કેથરીન્સમાં શિફ્ટ થઈ હતી.

વિધિના પિતા કલ્પેશભાઈએ ભારે હૈયે જણાવ્યું કે,

“૧૪ મેના રોજ જ દીકરી સાથે ફોન પર વાત થઈ હતી. તે ખૂબ જ ખુશ હતી અને તેણે કહ્યું હતું કે, ‘પપ્પા હવે મારો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને મારે વર્ક પરમિટ માટે એપ્લાય કરવાનું છે.’ મેં પણ તેને પ્રોત્સાહન આપ્યું હતું. પણ કોને ખબર હતી કે ૧૫મીએ જ આવો ભયાનક બનાવ બની જશે.”

Tragedy in Canada

Tragedy in Canada: પૈસા માટે ઓચિંતો હુમલો, ડ્રગીસ્ટ આરોપીની ધરપકડ

મળતી માહિતી મુજબ, ૧૫ મેના રોજ વિધિ જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે પૈસાની બાબતમાં એક લૂંટારુએ તેના પર ઓચિંતો હુમલો કર્યો હતો. વિધિએ પોતાની જાતને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરે તેના પર ચાકુથી ઘાતક વાર કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ વિધિને સ્થાનિક લોકોએ હોસ્પિટલ પહોંચાડી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

પરિવારના જણાવ્યા મુજબ, હુમલો કરનાર આરોપી રીઢો ગુનેગાર અને ડ્રગીસ્ટ (નશાખોર) છે, જેણે ભૂતકાળમાં પણ એક મર્ડર કરેલું છે. હાલ કેનેડિયન પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે.

Tragedy in Canada

Tragedy in Canada: ૧૫ મે પછી મેસેજ ડિલિવર ન થતા પરિવાર ચિંતિત હતો

પરિવાર દર ૧૦ દિવસે ફોન પર અને રોજ મેસેજથી વિધિ સાથે વાત કરતો હતો. ૧૫ મે પછી વિધિને મોકલેલા મેસેજ ક્યારેય ડિલિવર થયા ન હતા. દીકરીનો સંપર્ક ન થવાને કારણે પરિવાર સતત ચિંતિત હતો, પરંતુ બાદમાં પોલીસ સ્ટેશનથી સત્તાવાર મેઈલ આવતા પરિવાર પર વજ્રઘાત થયો હતો.

Tragedy in Canada

Tragedy in Canada: હોશમાં આવતા જ માતા બોલી- ‘દીકરીનું મોઢું જોવાનુંય નસીબ ન થયું’

દીકરીના મોતના સમાચારથી બોરસદમાં આવેલા વિધિના ઘરે ભારે માતમ છવાયો છે. વિધિની માતા આઘાતમાં ભાન ભૂલી ચૂકી છે. હોશમાં આવતા જ તે રડી-રડીને કહી રહી છે કે, “દીકરીને કેટલાય લાડકોડથી મોટી કરી હતી અને આજે તેનું મોઢું જોવાનું પણ નસીબ થઈ રહ્યું નથી.” વિધિના માસી અને અન્ય પરિવારજનોએ સરકારને આક્રંદ સાથે વિનંતી કરી છે કે તેમની દીકરીનો મૃતદેહ વહેલી તકે ભારત લાવવામાં આવે.

Tragedy in Canada: કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ મુલાકાત લીધી

આ કરૂણ ઘટનાની જાણ થતાં જ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને બોરસદના ધારાસભ્ય રમણ સોલંકી પીડિત પરિવારના ઘરે સાંત્વના આપવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે,

  • દીકરી ખૂબ જ હોશિયાર અને પરિવારની લાડકી હતી.
  • મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ને તાત્કાલિક જાણ કરીને પાર્થિવ દેહ ભારત લાવવા માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
  • ભારત સરકાર દ્વારા પણ આ બાબતે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી ઝડપથી પ્રોસેસ પૂરી થાય.
Tragedy in Canada

Tragedy in Canada: વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો

કેનેડામાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ પર વધી રહેલા હુમલાઓને કારણે વિદેશ વસતા પરિવારોમાં ચિંતાનો માહોલ છે.

  • એપ્રિલ ૨૦૨૫: ઓન્ટારિયોમાં પંજાબી મૂળની ૨૧ વર્ષની વિદ્યાર્થીની હરસિમરક રંધાવાની ગોળી મારી હત્યા કરાઈ હતી.
  • ડિસેમ્બર (ગયા વર્ષે): ટોરોન્ટોમાં ૩૦ વર્ષની ભારતીય મૂળની મહિલા હિમાંશી ખુરાનાનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો હતો.

વિધિના પિતાએ પણ સરકાર પાસે માંગ કરી છે કે, વિદેશ જતાં ભારતીય અને ગુજરાતી યુવક-યુવતીઓની સુરક્ષા માટે પ્રોટેક્શનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી કોઈ અન્ય માતા-પિતાએ પોતાની વ્હાલસોયી દીકરી ગુમાવવાનો વારો ન આવે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

NEET પેપર લીક મામલે રાજનાથ સિંહના ઘરે હાઈલેવલ બેઠક, NTAએ ફી રિફંડની ડેડલાઇન વધારી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે