Meta Follows Elon Musk’s X: સોશિયલ મીડિયા ક્ષેત્રે મોટો ધડાકો હવે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે આપવા પડશે પૈસા; મેટાએ લોન્ચ કર્યા ‘Plus’ સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ, મળશે આ 5 શાનદાર ફાયદા!

0
156
Meta Follows Elon Musk's X
Meta Follows Elon Musk's X

Meta Follows Elon Musk’s X: જો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. સોશિયલ મીડિયા જાયન્ટ ‘મેટા’ (Meta) એ પોતાની લોકપ્રિય એપ્સ માટે નવા પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કર્યા છે. આ અંતર્ગત કંપની એપ્સના ખાસ ‘Plus’ (પ્લસ) વર્ઝન રોલ આઉટ કરી રહી છે. આ પ્લાન ખરીદનારા યુઝર્સને સોશિયલ મીડિયા એપ્સમાં સ્પેશિયલ પ્રીમિયમ ટૂલ્સ અને કસ્ટમાઇઝેશનના શાનદાર વિકલ્પો મળશે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ નવું પગલું જાહેરાતો સિવાય કમાણીનો નવો સ્ત્રોત ઊભો કરવાની રણનીતિનો એક ભાગ છે. જોકે, આ નવો પ્લાન હાલના ‘મેટા વેરિફાઇડ’ (બ્લુ ટિક) પ્લાનની જગ્યા લેશે નહીં, તે તેનાથી બિલકુલ અલગ હશે. વૈશ્વિક સ્તરે આ પ્લાનની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ ભારત મેટા માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટ હોવાથી અહીં આ સુવિધા તબક્કાવાર રીતે ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

Meta Follows Elon Musk’s X: ઇન્સ્ટાગ્રામ પ્લસ અને ફેસબુક પ્લસના 5 મોટા ફાયદા

Meta Follows Elon Musk's X

આ પ્લાન ખાસ કરીને ક્રિએટર્સ અને યુઝર્સના સોશિયલ એક્સપ્રેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ પ્લસ વર્ઝનમાં યુઝર્સ એ જોઈ શકશે કે તેમની સ્ટોરી કોણે-કોણે ફરીથી (Rewatch) જોઈ છે. આ સિવાય નીચે મુજબના 5 મુખ્ય ફાયદા મળશે:

  1. મનપસંદ લોકોની મલ્ટિપલ યાદી: અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પર માત્ર એક જ ‘ક્લોઝ ફ્રેન્ડ્સ’ લિસ્ટ બનાવી શકાતું હતું. હવે યુઝર્સ પોતાની મરજી મુજબ અલગ-અલગ લિસ્ટ બનાવી શકશે અને કઈ પોસ્ટ કોને બતાવવી તે નક્કી કરી શકશે.
  2. 24 કલાક પછી પણ સ્ટોરી ગાયબ નહીં થાય: પ્લસ યુઝર્સ પોતાની સ્ટોરીને 24 કલાકથી વધુ સમય માટે પ્રોફાઇલ પર રાખી શકશે. સાથે જ અઠવાડિયામાં એકવાર સ્ટોરીને ‘સ્પોટલાઇટ’ કરીને વધુ લોકો સુધી પહોંચાડી શકશે.
  3. છૂપી રીતે જોઈ શકાશે બીજાની સ્ટોરી: આ ફીચરથી તમે સામેવાળી વ્યક્તિની સ્ટોરી જોશો તો પણ વ્યુઅર લિસ્ટમાં તમારું નામ નહીં દેખાય. ઉપરાંત, તમારી સ્ટોરી જોનારા લોકોના નામ તમે સર્ચ પણ કરી શકશો.
  4. ખલેલ પહોંચાડ્યા વિના પ્રોફાઇલ અપડેટ: કોઈપણ નવો ફોટો કે વીડિયો ડાયરેક્ટ પ્રોફાઇલ અથવા હાઇલાઇટ્સમાં સેવ કરી શકાશે. આનાથી તમારા મિત્રોના હોમ પેજ પર કોઈ નોટિફિકેશન કે નવી પોસ્ટનો મેસેજ જશે નહીં.
  5. પ્રોફાઇલ સજાવટની નવી રીતો: પ્રોફાઇલને આકર્ષક બનાવવા માટે નવા ફોન્ટ્સ, સ્ક્રીન પર તરતા ‘સુપર હાર્ટ’ રિએક્શન્સ અને મનપસંદ એપ્લિકેશન આઇકોન્સ બદલવાની સુવિધા મળશે.

Meta Follows Elon Musk’s X: વોટ્સએપ પ્લસ (WhatsApp Plus) માં શું હશે ખાસ?

વોટ્સએપ પ્લસ સંપૂર્ણપણે પર્સનલાઇઝેશન અને મેસેજિંગ અનુભવને સુધારવા પર કેન્દ્રિત છે. આમાં યુઝર્સને ખાસ એપ થીમ્સ, કસ્ટમ રિંગટોન્સ, ચેટ પિન કરવા માટે વધારાની સ્પેસ, લિસ્ટ કસ્ટમાઇઝેશન અને પ્રીમિયમ સ્ટીકર્સ જેવા એડવાન્સ ફીચર્સ મળશે.

Meta Follows Elon Musk’s X: મેટા AI (Meta AI) માટે પણ લોન્ચ થયા બે ખાસ પ્લાન

Meta Follows Elon Musk's X

સામાન્ય યુઝર્સ માટે મેટા AI બિલકુલ મફત રહેશે, પરંતુ એડવાન્સ યુઝર્સ માટે કંપની બે પ્લાન ટેસ્ટ કરી રહી છે:

  • મેટા વન પ્લસ (Meta One Plus): દર મહિને $7.99 (આશરે ₹770).
  • મેટા વન પ્રીમિયમ (Meta One Premium): દર મહિને $19.99 (આશરે ₹1,900) – જેમાં અઘરા ટાસ્ક માટે ડીપર રીઝનિંગ, હાઈ કમ્પ્યુટ ક્વેરીઝ અને બેસ્ટ ક્વોલિટી વીડિયો-ઇમેજ જનરેશન મળશે.

ક્રિએટર્સ અને બિઝનેસ એકાઉન્ટ્સ માટે એડવાન્સ પ્લાન્સ

વ્યવસાય અને મોટા ક્રિએટર્સ માટે પણ મેટા બે મોંઘા પ્લાન ટેસ્ટ કરી રહ્યું છે જે તેમના બિઝનેસ અને ટ્રાફિકને વધારવામાં મદદ કરશે:

  • મેટા વન એસેન્શિયલ: $14.99/મહિનો (આશરે ₹1,450) – જેમાં વેરિફાઇડ બેજ, ફેક એકાઉન્ટથી સુરક્ષા અને તમામ સોશિયલ મીડિયા લિંક્સ માટે એક ‘લિંકશીટ’ મળશે.
  • મેટા વન એડવાન્સ: $49.99/મહિનો (આશરે ₹4,800) – જેમાં સર્ચ રિઝલ્ટમાં ઉપર આવવું, ફેસબુક ફીડમાં ફીચર થવું, રીલ્સ પર બોલ્ડ ‘Follow’ બટન, એનાલિટિક્સ ટૂલ્સ અને જો કોઈ કન્ટેન્ટ ચોરી કરે તો ક્રેડિટ લેબલ માંગવા માટે ઓટોમેટિક નોટિફિકેશન મળશે.

શા માટે બદલાયું સોશિયલ મીડિયાનું આ બિઝનેસ મોડેલ?

વર્ષો સુધી આ એપ્સ ફ્રી રહેવાનું કારણ એ હતું કે કંપનીઓ યુઝર્સના ડેટા અને એડવર્ટાઇઝમેન્ટ (જાહેરાતો) દ્વારા અબજો રૂપિયા કમાતી હતી. પરંતુ હવે વૈશ્વિક સ્તરે નવા યુઝર્સ જોડાવાની ગતિ ધીમી પડી છે અને પ્રાઇવસીના નિયમો કડક થતાં જાહેરાતોની કમાણી પર અસર થઈ છે. આથી, ઇલોન મસ્કના X (અગાઉનું ટ્વિટર) ની જેમ હવે મેટા કંપની પણ સીધા યુઝર્સ પાસેથી સબ્સ્ક્રિપ્શન ફી મેળવીને પોતાની કમાણીનો નવો અને સુરક્ષિત રસ્તો અપનાવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: યુદ્ધની ઇફેક્ટ વડાપ્રધાન મોદીની અપીલ બાદ શાળાઓ ઓનલાઇન કરવા વાલી મંડળની વિચારણા; અસહ્ય ગરમીના કારણે વેકેશન 10 દિવસ લંબાવવા માંગ!