War Effect: વૈશ્વિક સ્તરે ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના શૈક્ષણિક ક્ષેત્ર પર પણ જોવા મળી શકે છે. યુદ્ધના કારણે આગામી દિવસોમાં ઇંધણ (પેટ્રોલ-ડીઝલ)ની ગંભીર અછત અને કટોકટી સર્જાવાની આશંકા સેવાઈ રહી છે. આ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇંધણ બચાવવા માટે ‘વર્ક ફ્રોમ હોમ’ અને ‘ઓનલાઇન ક્લાસીસ’ અપનાવવાની ખાસ અપીલ કરી છે. પીએમના આ સૂચન બાદ વડોદરા વાલી મંડળ એક્શન મોડમાં આવ્યું છે અને આગામી નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવા અંગે ગંભીર વિચારણા કરી રહ્યું છે.
War Effect: AI ટ્રેન્ડ શિક્ષકો અને ઓનલાઇન ક્લાસની તૈયારી

આગામી દિવસોમાં વડોદરા વાલી મંડળની એક મહત્વની સંકલન બેઠક મળવાની છે, જેમાં ઓનલાઇન શિક્ષણ અંગે સઘન ચર્ચા કરવામાં આવશે. રાહતની વાત એ છે કે વડોદરાની મોટાભાગની શાળાઓ સ્માર્ટ બોર્ડથી સજ્જ છે અને અહીંના શિક્ષકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની ખાસ ટ્રેનિંગ લીધેલી છે. આ હાઇટેક ટ્રેનિંગના કારણે શિક્ષકો ઓનલાઇન માધ્યમથી પણ વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતાથી અને પૂરતો ન્યાય આપીને ભણાવી શકશે.
War Effect: ફી અને ટ્રાન્સપોર્ટના ભાડામાં ઘટાડો કરવાની માંગ
વાલી મંડળ દેશહિત અને વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણયમાં મદદરૂપ થવા તૈયાર છે, પરંતુ તેમની એક મુખ્ય શરત પણ છે. જો શાળાઓ ઓનલાઇન ક્લાસ શરૂ કરે તો શાળા સંચાલક મંડળોએ વિદ્યાર્થીઓની ફીમાં ઘટાડો કરવો પડશે. આ ઉપરાંત, સ્કૂલ રીક્ષા અને વાન ચાલકો પણ આવન-જાવનના ભાડામાં ઘટાડો કરે તે જરૂરી બનશે જેથી વાલીઓ પર આર્થિક બોજ ન પડે.

War Effect: અસહ્ય ગરમી: વેકેશન 10 દિવસ લંબાવવાની માંગ
બીજી તરફ, હાલમાં સમગ્ર રાજ્યમાં અસહ્ય ઉનાળાની ગરમી પડી રહી છે. ગરમીના આ કાળાઝાળ પ્રકોપથી બાળકોને બચાવવા માટે વડોદરા સહિત સમગ્ર ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન વધુ 10 દિવસ લંબાવવાની માંગ પણ જોર પકડી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં સરકાર અને શાળા સંચાલકો આ બંને ગંભીર મુદ્દાઓ પર શું આખરી નિર્ણય લે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: શ્રદ્ધા કપૂરની રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે ‘BAD’ મોમેન્ટ વાઇરલ પાયજામામાં કર્યો માઇકલ જેક્સન ડાન્સ, ટ્રોલે કહ્યું ‘ઘર ગંદું છે’ તો એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ!




