HomeDeshHorrific Accident: હિસારમાં ભયાનક અકસ્માત, સ્વીટ શોપમાં લિફ્ટમાં ગરદન ફસાતા યુવકનું કરુણ...

Horrific Accident: હિસારમાં ભયાનક અકસ્માત, સ્વીટ શોપમાં લિફ્ટમાં ગરદન ફસાતા યુવકનું કરુણ મોત

Horrific Accident: હરિયાણાના હિસારમાં રવિવારે સવારે એક કમનસીબ ઘટનામાં 34 વર્ષીય યુવકનું લિફ્ટમાં ગરદન ફસાઈ જવાથી મોત થયું છે. મૃતકની ઓળખ કુંબા ખેડા ગામના રહેવાસી જસબીર તરીકે કરવામાં આવી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Horrific Accident

Horrific Accident: શું હતી ઘટના?

પ્રાથમિક અહેવાલો અનુસાર, જસબીર શહેરની ‘કલ્પના સ્વીટ્સ’ નામની દુકાનમાં કામ કરતો હતો. રવિવારે સવારે લગભગ 6 વાગ્યે તે બીજા માળે રાખેલો સામાન લેવા માટે માલવાહક લિફ્ટનો ઉપયોગ કરી રહ્યો હતો. જેવો તે ઉપર પહોંચ્યો, ત્યારે અચાનક લિફ્ટમાં ઝટકો લાગ્યો અને જસબીરની ગરદન લિફ્ટના દરવાજા વચ્ચે ફસાઈ ગઈ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગરદન કપાઈને લિફ્ટના વાયરો પર લટકી ગઈ અને શરીરનો બાકીનો ભાગ લિફ્ટની અંદર પડ્યો રહ્યો, જેનાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Horrific Accident

Horrific Accident: પરિવારના ગંભીર આક્ષેપો

ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. જસબીરના પિતા રામબીરે દુકાન માલિક પર આક્ષેપ લગાવતા જણાવ્યું કે આ માત્ર અકસ્માત નથી, પરંતુ તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. તેમણે પોલીસ તપાસ પર પણ શંકા વ્યક્ત કરી છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. રામબીરના જણાવ્યા મુજબ, તેમને ઘટનાના બે કલાક પછી ગામના કોઈ અન્ય વ્યક્તિ પાસેથી જાણકારી મળી હતી.

Horrific Accident

Horrific Accident: પોલીસ તપાસ

સિટી પોલીસ સ્ટેશનના SHO અમિત કુંડુએ જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ એક અકસ્માત જણાય છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુના ચોક્કસ કારણો સ્પષ્ટ થશે. પોલીસ હાલ દરેક પાસાઓ પર તપાસ કરી રહી છે.

અગાઉ પણ બની છે આવી ઘટના

હિસારમાં આ પ્રકારની દુર્ઘટના પહેલીવાર નથી બની. લગભગ 6 વર્ષ પહેલાં પડાવ ચોક પાસેની એક બિલ્ડિંગમાં પણ એક વર્કરનું લિફ્ટમાં ફસાઈ જવાથી મોત થયું હતું. દુકાન માલિક અનિલ ગોયલના જણાવ્યા અનુસાર, જસબીર પહેલીવાર દુકાન પર આવ્યો હતો અને લિફ્ટનો ઉપયોગ ફક્ત સામાન લાવવા-લઈ જવા માટે કરવામાં આવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઓમાનના દરિયાકિનારે વેપારી જહાજ પર હુમલો, 11 ભારતીયો પૈકી 10 સુરક્ષિત, એકની શોધખોળ જારી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments