Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે મુંબઈમાં આયોજિત સંઘના શતાબ્દી વર્ષ કાર્યક્રમમાં અનેક મહત્વના મુદ્દાઓ પર મૌન તોડ્યું છે. 75 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા ભાગવતે સ્પષ્ટ કર્યું છે કે જો સંઘ તેમને પદ છોડવા માટે કહેશે, તો તેઓ તરત જ રાજીનામું આપી દેશે.
Mohan Bhagwat:જાતિવાદને સ્થાન નથી: કોઈ પણ હિંદુ બની શકે પ્રમુખ

મોહન ભાગવતે સંઘના સર્વોચ્ચ પદ ‘સરસંઘચાલક’ વિશે વાત કરતા જણાવ્યું કે, આ પદ મેળવવા માટે ક્ષત્રિય કે બ્રાહ્મણ હોવું કોઈ યોગ્યતા નથી. તેમણે કહ્યું, “જે હિંદુ સંગઠન માટે સમર્પિત છે, તે કોઈ પણ જ્ઞાતિનો હોય, તે સરસંઘચાલક બની શકે છે.” સંઘના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈને પણ જબરદસ્તી નિવૃત્ત કરવા પડ્યા નથી, સ્વયંસેવકો પોતાની મરજી અને સંઘની જરૂરિયાત મુજબ કામ કરે છે.
Mohan Bhagwat:વીર સાવરકર અને ભારત રત્ન
સાવરકર વિશે મોટું નિવેદન આપતા ભાગવતે કહ્યું કે, “વીર સાવરકરને જો ‘ભારત રત્ન’ આપવામાં આવે તો તેનાથી પુરસ્કારની ગરિમા અને માન વધશે.” તેમણે સાવરકરના યોગદાનને દેશ માટે અનન્ય ગણાવ્યું હતું.
Mohan Bhagwat:મોહન ભાગવતના સંબોધનની મુખ્ય વાતો:

- UCC (સમાન નાગરિક સંહિતા): યુસીસી લાગુ કરતી વખતે બધાને વિશ્વાસમાં લેવા જોઈએ જેથી સમાજમાં કોઈ પણ પ્રકારના મતભેદ ઉભા ન થાય.
- ઘૂસણખોરીનો મુદ્દો: સરકારે ઘૂસણખોરોને ઓળખીને તેમને હકાલપટ્ટી કરવાની પ્રક્રિયા તેજ કરવી જોઈએ. આ કામ હવે ધીમે-ધીમે શરૂ થયું છે.
- ભાષાવાદ: સંઘની કાર્યપ્રણાલીમાં અંગ્રેજી ક્યારેય મુખ્ય ભાષા બનશે નહીં. અંગ્રેજી શીખવી જરૂરી છે, પણ માતૃભાષાને ભૂલીને નહીં.
- પ્રચારનો અહંકાર: સંઘે જરૂરિયાત કરતા વધુ પ્રચારથી બચવું જોઈએ. પ્રચાર વરસાદ જેવો હોવો જોઈએ – યોગ્ય સમયે અને મર્યાદિત માત્રામાં.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર આશા
તાજેતરમાં થયેલી ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિશે પણ તેમણે ટિપ્પણી કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે આ કરાર દેશના હિતોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવ્યો હશે અને તેનાથી ભારતને કોઈ નુકસાન થશે નહીં.
તેમણે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું કે સંઘ કોઈના વિરુદ્ધ નથી અને તેને સત્તાની કોઈ લાલસા નથી. સંઘનું મુખ્ય કામ સમાજમાં સંસ્કારોનું સિંચન કરવાનું છે.
આ પણ વાંચો :આસામના CMના કોંગ્રેસ સાંસદ પર ગંભીર આરોપ: ‘ગૌરવ ગોગોઈ પાકિસ્તાની એજન્ટ, પત્નીએ ગુપ્ત માહિતી લીક કરી’,




