Home State Gujarat Massive Surge in Narmada Parikrama: નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં 8 લાખ...

Massive Surge in Narmada Parikrama: નર્મદા પંચકોશી પરિક્રમા અંતિમ ચરણમાં 8 લાખ ભક્તોએ લગાવી આસ્થાની ડૂબકી, શનિ-રવિમાં જનમેદની ઉમટી

0
323
Massive Surge in Narmada Parikrama
Massive Surge in Narmada Parikrama

Massive Surge in Narmada Parikrama: “નર્મદે હર”ના નાદ સાથે ગુંજી ઉઠતી પવિત્ર ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ચૈત્ર વદ અમાસના રોજ આ પરિક્રમાની પૂર્ણાહુતિ થવાની છે, ત્યારે બાકી રહેલા છેલ્લા 4 દિવસોમાં શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે 8 લાખ જેટલા ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમા કરી ધન્યતા અનુભવી ચૂક્યા છે.

Massive Surge in Narmada Parikrama

Massive Surge in Narmada Parikrama: શનિ-રવિની રજાઓમાં રેકોર્ડબ્રેક ભીડ

ગત શનિવાર અને રવિવારની રજાઓ દરમિયાન શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. માત્ર આ બે દિવસમાં જ 1.50 લાખથી વધુ ભક્તો નોંધાયા હતા. ભીડ એટલી પ્રચંડ હતી કે રાત્રિના સમયે પણ પરિક્રમાના માર્ગો ભક્તોથી ઉભરાઈ ગયા હતા. વાહનોની સંખ્યા વધતા પાર્કિંગ સુવિધાઓ પણ ટૂંકી પડી હતી, છતાં ભક્તોમાં ઉત્સાહ જરાય ઓછો થયો નહોતો.

Massive Surge in Narmada Parikrama: પરીક્ષાઓ પૂર્ણ થતા ભક્તોનો પ્રવાહ વધ્યો

પરિક્રમાના મધ્ય ગાળામાં રાજ્યની શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલતી હોવાને કારણે ભીડમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, હવે પરીક્ષાઓ પૂર્ણ થતા જ ફરી એકવાર શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડ્યો છે. આગામી પૂર્ણાહુતિના દિવસોમાં આ સંખ્યામાં હજુ પણ મોટો વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.

Massive Surge in Narmada Parikrama: ચૂંટણીના માહોલ વચ્ચે અતૂટ શ્રદ્ધા

હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હોવાથી વહીવટી તંત્ર અને સુરક્ષા દળો ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત છે. પોલીસ અને વહીવટી તંત્રની આ વ્યસ્તતા વચ્ચે પણ ભક્તો કોઈ પણ ફરિયાદ વગર પોતાની રીતે જ વ્યવસ્થા જાળવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ સ્વયંભૂ શિસ્તબદ્ધ રીતે શાંતિપૂર્ણ માહોલમાં આકરી ગરમી વચ્ચે પણ પાવન પરિક્રમા પૂર્ણ કરી રહ્યા છે.

Massive Surge in Narmada Parikrama: ૧૮ એપ્રિલે થશે મહાપૂર્ણાહુતિ

ભારતીય સંસ્કૃતિમાં અત્યંત મહાત્મ્ય ધરાવતી આ ‘ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા’નો વિધિવત પ્રારંભ ગત 19 માર્ચ 2026 (ચૈત્ર સુદ એકમ) ના રોજ થયો હતો. એક મહિના સુધી ચાલનારી આ આસ્થાની સફર આગામી 18 એપ્રિલ 2026 (ચૈત્ર વદ અમાસ) ના રોજ પૂર્ણ થશે. નર્મદા મૈયાના કિનારે ભક્તિ, સાધના અને તપસ્યાનો આ ત્રિવેણી સંગમ હવે તેના છેલ્લા પડાવ પર છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વાહન ચાલકો સાવધાન આવતીકાલથી ટોલ ટેક્સના નિયમો બદલાશે, જાણો સરકારની નવી ગાઈડલાઈન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે