Toll Tax Update: વાહન ચાલકો સાવધાન આવતીકાલથી ટોલ ટેક્સના નિયમો બદલાશે, જાણો સરકારની નવી ગાઈડલાઈન

0
158
Toll Tax Update
Toll Tax Update

Toll Tax Update: નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓવરલોડિંગ (વધારે વજન) ના નિયમોમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. આ નવા નિયમો આવતીકાલે એટલે કે 15 એપ્રિલથી સમગ્ર દેશમાં અમલી બનશે.

સરકારના આ નિર્ણયથી અમુક કિસ્સામાં રાહત મળશે, તો નિયમોના ઉલ્લંઘન બદલ ખિસ્સું પણ ખાલી થઈ શકે છે. જાણો વિગતવાર ગાઈડલાઈન:

Toll Tax Update

Toll Tax Update: નિયમ-૧: ૧૦ ટકા સુધી ઓવરલોડિંગ પર મોટી રાહત

નવા નિયમો મુજબ વાહન માલિકો માટે સારા સમાચાર એ છે કે, જો વાહનમાં તેની નિર્ધારિત ક્ષમતા કરતા ૧૦ ટકા સુધી વધારાનું વજન હશે, તો કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. નાની ભૂલો અથવા અજાણતા થતા ઓવરલોડિંગને કારણે ટ્રાન્સપોર્ટરોને થતા આર્થિક નુકસાનને અટકાવવા આ છૂટછાટ આપવામાં આવી છે.

Toll Tax Update: નિયમ-૨: વજન વધશે તો ૪ ગણો દંડ

જો વાહનનું વજન ૧૦ ટકાની મર્યાદા ઓળંગશે, તો ભારે દંડ ભરવાની તૈયારી રાખવી પડશે:

  • ૧૦% થી ૪૦% ઓવરલોડિંગ: સામાન્ય ટોલ ટેક્સ કરતા બમણો (૨ ગણો) ટેક્સ વસૂલવામાં આવશે.
  • ૪૦% થી વધુ ઓવરલોડિંગ: જો નિર્ધારિત ક્ષમતા કરતા વજન ૪૦ ટકા કરતા વધી જાય, તો ટોલ ટેક્સના ૪ ગણા નાણાં ચૂકવવા પડશે.

Toll Tax Update: કેવી રીતે થશે વસૂલાત?

હાઈવે પર મુકાયેલા વેઈંગ મશીન (વજન કાંટા) દ્વારા ગાડીનું વજન ચેક કરવામાં આવશે. જો વાહન ઓવરલોડ જણાશે, તો દંડની રકમ સીધી FASTag માંથી જ કાપી લેવામાં આવશે.

Toll Tax Update: ખાસ શરત: જો મશીન બંધ હશે તો?

સરકારે નિયમોમાં એક ખાસ શરત ઉમેરી છે જે વાહન ચાલકોના પક્ષમાં છે. જો કોઈ ટોલ પ્લાઝા પર વજન કરવાનું મશીન ન હોય અથવા ખરાબ હોય, તો વાહન ચાલક પાસેથી વધારાનો કોઈ જ દંડ વસૂલી શકાશે નહીં. આવા સંજોગોમાં ચાલકે માત્ર સામાન્ય ટોલ ટેક્સ જ ચૂકવવાનો રહેશે.

ડેટા સીધો ‘વાહન’ પોર્ટલ પર

ઓવરલોડિંગ કરનારા તમામ વાહનોનો ડેટા રિયલ ટાઈમમાં સરકારી વાહન’ પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે. આનાથી સરકારી તંત્ર પાસે નિયમો તોડનારા વાહનોનો કાયમી રેકોર્ડ રહેશે, જે ભવિષ્યમાં રજીસ્ટ્રેશન કે ફિટનેસ સર્ટિફિકેટ વખતે મુશ્કેલી ઉભી કરી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સાબરમતીના પટમાં યુવકને સળગાવી દેનાર ૩ હત્યારાઓ ઝડપાયા, માત્ર ૪૮ કલાકમાં ભેદ ઉકેલાયો