Home Life Style મારી..તમારી..આપણી….ચા બની વિશ્વની સૌથી  બીજી શ્રેષ્ઠ નોન-આલ્કોહોલ ડ્રિંક

મારી..તમારી..આપણી….ચા બની વિશ્વની સૌથી  બીજી શ્રેષ્ઠ નોન-આલ્કોહોલ ડ્રિંક

0
949
Masala Chai
Masala Chai

Masala Chai : ભાગ્યે જ કોઈ હશે જેને ચા પસંદ નહિ હોય.ચા તો દરેક ભારતીયના શ્વાસમાં વસેલી છે. ચા ભારતીયોનું સૌથી વધુ  પ્રિય પીણું છે. જે કોઈપણ સમયે અથવા ઋતુમાં ખૂબ જ ઉત્સાહથી પીવામાં આવે છે. આ જ કારણ છે કે ભારતમાં એક નહીં પણ અનેક પ્રકારની ચા ઉપલબ્ધ છે.  ત્યારે ભારતીયો અને ચા પ્રેમીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ વિશ્વના ટોચના નોન-આલ્કોહોલ પીણાંની યાદીમાં  મસાલા ચાએ બીજું સ્થાન મળ્યું છે.

 

Masala Chai

Masala Chai  : શિયાળાની ઋતુમાં ચાની ચૂસકી લેવાથી તમામ થાક અને આળસ દૂર થઈ જાય છે. ચા એ ભારતમાં સૌથી લોકપ્રિય પીણું છે, જે દરેક ઋતુમાં ખૂબ જ ઉત્સાહથી પીવામાં આવે છે. ચાના આ ક્રેઝને કારણે ભારતમાં ચા વિવિધ પ્રકારની બનાવામાં આવે છે,  ચા ના વિવિધ ટેસ્ટમાંથી એક  મસાલા ચા, લગભગ દરેક ભારતીયની પ્રિય છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેણે ક્યારેય મસાલા ચાનો સ્વાદ ન ચાખ્યો હોય. આ જ કારણ છે કે તેના સ્વાદની ચર્ચા હવે માત્ર ભારત પુરતી મર્યાદિત નથી રહી, પરંતુ વિદેશમાં પણ સાંભળવા મળી રહી છે.

Masala Chai

Masala Chai :  ભારતની મસાલા ચાને તાજેતરમાં વિશ્વમાં બીજા શ્રેષ્ઠ નોન-આલ્કોહોલ ડ્રિંક તરીકે પસંદ કરવામાં આવી છે. આ સમાચાર નિઃશંકપણે આપણા માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે, કારણ કે ભારતમાં ચા માત્ર એક પીણું નથી પરંતુ એક લાગણી છે. ભારતીય ઘરોમાં ચા એ મુખ્ય પીણું છે. મોસમ કે સમય ગમે તે હોય  ભાગ્યે જ કોઈ એક કપ ચા ના પાડી શકે. ચા ઘણીવાર થાકને દૂર કરવામાં અને તમને દિવસભર કામ કરતા રાખવા માટે મદદ કરે છે. આ ગુણોને લીધે  ચા વિશ્વનું બીજું શ્રેષ્ઠ નોન-આલ્કોહોલ પીણું બની ગયું છે.

Masala Chai  : ટોચના નોન-આલ્કોહોલ પીણાંની યાદી બહાર પાડવામાં આવી

Masala Chai

ટેસ્ટ એટલાસ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ વિશ્વના ટોચના નોન-આલ્કોહોલ પીણાંની યાદીમાં મસાલા ચાએ બીજું સ્થાન મેળવ્યું છે. ટેસ્ટ એટલાસ એ એક લોકપ્રિય ઓનલાઈન ફૂડ પોર્ટલ છે જે વારંવાર વિશ્વભરમાંથી ફૂડ લિસ્ટ બહાર પાડે છે. ત્યારે આ વખતે Masala Chai આ યાદીમાં બીજા સ્થાને છે, જ્યારે મેક્સિકોના અગુઆસ ફ્રેસ્કાસને પ્રથમ સ્થાન મળ્યું છે. આ એક પ્રકારનું પીણું છે જે ફળો, કાકડીઓ, ફૂલો, બીજ અને અનાજને ખાંડ અને પાણીમાં ભેળવીને બનાવવામાં આવે છે.

મસાલા ચા એ ભારતમાં બનાવવામાં આવતું એક સુગંધિત પીણું છે, જે સામાન્ય રીતે એલચી, આદુ, લવિંગ, તજ અને કાળા મરીના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે.

ચાલો જાણીએ Masala Chai ના કેટલાક અદ્ભુત ફાયદાઓ

• એન્ટીઑકિસડન્ટથી ભરપૂર લવિંગ અને ચામાં આદુનો ઉપયોગ કરવાથી દુખાવો ઓછો થાય છે.

• ચા  માં હાજર આદુ પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરીને પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે.

•  મસાલા  ચા બ્લડ શુગર લેવલ ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.

• વિટામિન સીથી ભરપૂર, એલચી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરવામાં ફાળો આપે છે, જે તમને રોગો અને ચેપ સામે લડવામાં સક્ષમ બનાવે છે.

• ચાના મસાલાના એન્ટી-બેક્ટેરિયલ ગુણો પેથોજેન્સ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેનાથી આરોગ્ય સુધારવામાં મદદ મળે છે.

• મસાલા ચા તમારા જ્ઞાનાત્મક કાર્ય પર હકારાત્મક અસર કરે છે, ધ્યાન, સતર્કતા અને ચોકસાઈમાં વધારો કરે છે.

• જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો મસાલા ચા એ  એકર એક ઉત્તમ વિકલ્પ છે. તેમાં હાજર તજ ફેટ બર્ન કરવામાં મદદ કરે છે.

તમે આ પણ વાંચી શકો છો

હરિદ્વારમાં અંધશ્રદ્ધાએ માસુમ બાળકનો જીવ લીધો, કેન્સરથી પીડિત બાળકને માંએ 5 મિનીટ સુધી ગંગામાં ડુબાડી રાખ્યો, બાળકનું મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે