HomeDeshGlobal Pride: ભારતીય હેલ્થકેરનો વૈશ્વિક ડંકો: વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોમાં AIIMS દિલ્હી 6ઠ્ઠા...

Global Pride: ભારતીય હેલ્થકેરનો વૈશ્વિક ડંકો: વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોમાં AIIMS દિલ્હી 6ઠ્ઠા ક્રમે, ટાટા મેમોરિયલને પણ મળ્યું ટોપ-15માં સ્થાન

Global Pride:  ભારતની જાહેર આરોગ્ય સેવાઓએ વૈશ્વિક સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પ્રતિષ્ઠિત ‘બ્રાન્ડ ફાઈનાન્સ 2026 ગ્લોબલ ટોપ 250 હોસ્પિટલ રેન્કિંગ’ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દિલ્હીની AIIMS (ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ) એ વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલોની યાદીમાં 6ઠ્ઠું સ્થાન મેળવીને ઈતિહાસ રચ્યો છે.

Global Pride:  જાહેર આરોગ્ય વ્યવસ્થાની મોટી સફળતા

Global Pride

આ રેન્કિંગ દર્શાવે છે કે ભારતની સરકારી હોસ્પિટલો હવે અમેરિકા અને કેનેડાની ટોચની ખાનગી અને વૈશ્વિક સંસ્થાઓ સાથે ખભેખભા મિલાવી રહી છે. AIIMS દિલ્હીએ સારવારની ગુણવત્તા, અદ્યતન સંશોધન (Research) અને દર્દીઓના સંતોષ જેવા કડક માપદંડોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આ સ્થાન મેળવ્યું છે.

Global Pride:  ટાટા મેમોરિયલ સેન્ટર પણ યાદીમાં સામેલ

માત્ર AIIMS જ નહીં, પરંતુ મુંબઈ સ્થિત ટાટા મેમોરિયલ સેન્ટર (TMC) એ પણ ભારતનું માન વધાર્યું છે. કેન્સરની જટિલ સારવારમાં વિશ્વભરમાં જાણીતી આ સંસ્થાને વૈશ્વિક યાદીમાં 13મું સ્થાન મળ્યું છે. આ સિદ્ધિ ભારતની કેન્સર કેર સુવિધાઓની મજબૂતીનો પુરાવો છે.

Global Pride

વિશ્વની ટોચની 6 હોસ્પિટલો:

રેન્કિંગના મુખ્ય માપદંડો

આ મૂલ્યાંકન વિશ્વભરની હોસ્પિટલ બ્રાન્ડ્સની વિશ્વસનીયતા પર આધારિત છે. તેમાં ખાસ કરીને હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડોક્ટરોની નિપુણતા, મેડિકલ ટેકનોલોજીનો ઉપયોગ અને જટિલ સર્જરીમાં સફળતાના દરને ધ્યાનમાં લેવામાં આવે છે.

આ સમાચાર ભારતીય નાગરિકો માટે આશ્વાસનરૂપ છે કે તેમને દેશમાં જ વિશ્વસ્તરીય સારવાર મળી રહી છે. સરકારના આરોગ્ય ક્ષેત્રના બજેટ અને સુધારાની આ એક મોટી જીત માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે શ્રીલંકાને આમંત્રણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રીલંકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ વચ્ચે ગાંધીનગરમાં બેઠક

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments