Home Desh Strengthening Ties: વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે શ્રીલંકાને આમંત્રણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને...

Strengthening Ties: વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે શ્રીલંકાને આમંત્રણ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શ્રીલંકાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ વચ્ચે ગાંધીનગરમાં બેઠક

0
310
Strengthening Ties
Strengthening Ties

Strengthening Ties: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત શ્રીલંકાના શાસક પક્ષ ‘જનતા વિમુખ્તી પેરામુના’ (JVP) ના જનરલ સેક્રેટરી શ્રી ટિલ્વિન સિલ્વા અને તેમના પ્રતિનિધિ મંડળે લીધી હતી. આ બેઠકમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ ઔદ્યોગિક અને સાંસ્કૃતિક ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

Strengthening Ties

Strengthening Ties: વાઇબ્રન્ટ સમિટ 2027માં જોડાવા આમંત્રણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં શ્રીલંકાને ‘પાર્ટનર કન્ટ્રી’ તરીકે જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત એક ‘પોલીસી ડ્રિવન સ્ટેટ’ છે અને તેની વિવિધ ક્ષેત્રોની નીતિઓનો લાભ શ્રીલંકા પોતાના વિકાસ માટે લઈ શકે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સહકાર આપશે.

Strengthening Ties

Strengthening Ties: સહકાર અને ડેરી ક્ષેત્રમાં રસ

શ્રીલંકન પ્રતિનિધિ મંડળે ગુજરાતની પ્રગતિની પ્રશંસા કરી હતી. શ્રી ટિલ્વિન સિલ્વાએ ખાસ કરીને ‘અમૂલ’ની મુલાકાતનો ઉલ્લેખ કરી સહકાર ક્ષેત્રમાં ગુજરાતના એક્સપર્ટિઝ અને નોલેજ શેરિંગમાં ઊંડો રસ દાખવ્યો હતો. તેમણે જરૂરિયાતના સમયે ભારત દ્વારા કરવામાં આવેલી મદદ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં સહયોગ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

Strengthening Ties

Strengthening Ties: બેઠકના મુખ્ય મુદ્દાઓ:

  • બુદ્ધના અવશેષો: શ્રીલંકાના કોલંબોમાં ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના પ્રદર્શન માટે ગુજરાતના સહયોગ બદલ પ્રતિનિધિ મંડળે આભાર માન્યો હતો.
  • પ્રવાસન: વધુને વધુ ગુજરાતી પ્રવાસીઓ શ્રીલંકાની મુલાકાતે જાય તે દિશામાં આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
  • ઔદ્યોગિક ભાગીદારી: શ્રીલંકાએ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાઓ અને નોલેજ શેરિંગ મોડલને અપનાવવાની ઉત્સુકતા દર્શાવી હતી.
Strengthening Ties

ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ

આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતથી ભારત-શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા વધુ મહત્વની બની રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

Gujarat Agricultural Revolution: ચણાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ, નિકાસમાં પણ ₹580 કરોડનો આંકડો વટાવ્યો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે