Market Update: શેરબજારમાં બુલ રન, સેન્સેક્સ 1300 પોઈન્ટ ઉછળી 78,000ને પાર, રોકાણકારોની અંધાધૂંધ ખરીદી

0
119
Market Update
Market Update

Market Update: ભારતીય શેરબજારમાં આજે બુધવારે રોકાણકારો માટે ‘મંગલ’ સાબિત થયો છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને પગલે સ્થાનિક બજારમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં જ સેન્સેક્સ 1,300 પોઈન્ટ (1.48%) ના ઉછાળા સાથે 78,000 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ 400 પોઈન્ટ (1.35%) વધીને 24,250 ની સપાટી વટાવી ગયો છે.

Market Update

Market Update: બજારમાં તેજી પાછળના 3 મુખ્ય કારણો

  1. યુએસ-ઈરાન શાંતિ મંત્રણા: અમેરિકા અને ઈરાન વચ્ચે મંત્રણા ફરી શરૂ થવાના અહેવાલોથી ભૌગોલિક-રાજકીય તણાવ હળવો થયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સકારાત્મક વલણથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.
  2. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો: ભારત માટે સૌથી રાહતના સમાચાર એ છે કે બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરની નીચે આવી ગયા છે. આનાથી ફુગાવાના દરમાં ઘટાડો થવાની આશા જાગી છે.
  3. ગ્લોબલ માર્કેટમાં તેજી: યુએસ બજારો રેકોર્ડ સ્તરે બંધ થયા છે અને એશિયન માર્કેટમાં (ખાસ કરીને સાઉથ કોરિયાના કોસ્પીમાં 3% થી વધુનો ઉછાળો) જોવા મળતા ભારતીય બજારમાં પણ તેજીનો કરંટ જોવા મળ્યો છે.
Market Update

Market Update: કયા સેક્ટરમાં સૌથી વધુ તેજી?

આજના ટ્રેડિંગ સેશનમાં ખાસ કરીને બેંકિંગ, ઓટો, આઈટી અને મેટલ સેક્ટરના શેરોમાં રોકાણકારોએ આક્રમક ખરીદી કરી છે. ગત સોમવારે (13 એપ્રિલ) જોવા મળેલો 703 પોઈન્ટનો ઘટાડો આજે બજારે વ્યાજ સાથે રિકવર કરી લીધો છે.

સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ (Nifty)

નિષ્ણાતોના મતે બજાર માટે નીચે મુજબના સ્તરો મહત્વના રહેશે:

  • સપોર્ટ ઝોન: 23,940 થી 23,330 (જ્યાં નીચા મથાળે ખરીદીનો ટેકો મળી શકે છે).
  • રેઝિસ્ટન્સ ઝોન: 24,143 થી 25,002 (જ્યાં ઉપરના સ્તરે વેચવાલીનું દબાણ આવી શકે છે).

Market Update: વૈશ્વિક બજારોની સ્થિતિ (14-15 એપ્રિલ):

ઇન્ડેક્સલેવલફેરફાર (%)
કોસ્પી (સાઉથ કોરિયા)6155+3.14%
નાસ્ડેક (USA)23639+1.96%
ડાઉ જોન્સ (USA)48536+0.66%
નિકેઈ (જાપાન)58163+0.49%

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

જામનગર LCB અને રાજકોટ રેન્જ પોલીસની સફળતા દારૂના ગુનામાં વર્ષોથી ફરાર બે આરોપીઓ દબોચાયા