Joint Operation Success: જામનગર LCB અને રાજકોટ રેન્જ પોલીસની સફળતા દારૂના ગુનામાં વર્ષોથી ફરાર બે આરોપીઓ દબોચાયા

0
98
Joint Operation Success
Joint Operation Success

Joint Operation Success: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ એક્શન મોડમાં છે. આ દરમિયાન જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને રાજકોટ રેન્જની ટીમે અલગ-અલગ દરોડા પાડીને દારૂના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

Joint Operation Success

Joint Operation Success: ખીજડા મંદિર પાસેથી વલસાડનો વોન્ટેડ આરોપી ઝડપાયો

જામનગર એલસીબીની ટીમને બાતમી મળી હતી કે વલસાડ જિલ્લામાં દારૂબંધીના ગંભીર ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી ફરાર આરોપી જામનગરમાં છુપાયો છે. આ બાતમીના આધારે પોલીસે ખીજડા મંદિર નજીક આવેલી ગલીમાં વોચ ગોઠવીને શારજહા ઉર્ફે સાજીદ ઉર્ફે દંતો યુનુસભાઈ બ્લોચને ઝડપી પાડ્યો હતો.

  • આરોપી જામનગરના કિશનચોક વિસ્તારમાં મકરાણી કબ્રસ્તાન પાસે રહેતો હોવાનું ખૂલ્યું છે.
  • તેને આગળની તપાસ માટે વલસાડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Joint Operation Success

Joint Operation Success: ૩ વર્ષથી ફરાર આરોપી રાજકોટના વાજડી ગામેથી પકડાયો

બીજા એક ઓપરેશનમાં, રાજકોટ રેન્જની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી કાલાવડ અને જેતપુર પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો છે. આરોપી સુમિત ઉર્ફે સ્ત્રી રાવતભાઈ દેથડિયા છેલ્લા ૩ વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો.

  • સુમિત સામે કાલાવડ ગ્રામ્ય અને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે.
  • રાજકોટ રેન્જની ટીમે તેને વાજડી ગામેથી દબોચી લઈ કાલાવડ અને જેતપુર પોલીસને સોંપવા કાર્યવાહી શરૂ કરી છે.

Joint Operation Success: ચૂંટણી પહેલા પોલીસની કડક કાર્યવાહી

ચૂંટણીના માહોલમાં અસામાજિક તત્વો અને પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા શખ્સો પર વોચ રાખવાની સૂચના બાદ જામનગર અને રાજકોટ પોલીસ સક્રિય થઈ છે. આ બે મહત્વની ધરપકડથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સમ્રાટ ચૌધરી બન્યા બિહારના નવા મુખ્યમંત્રી, JDUના બે દિગ્ગજ નેતાઓએ ડેપ્યુટી CM તરીકે શપથ લીધા