End of Nitish Era in Bihar: સમ્રાટ ચૌધરી બન્યા બિહારના નવા મુખ્યમંત્રી, JDUના બે દિગ્ગજ નેતાઓએ ડેપ્યુટી CM તરીકે શપથ લીધા

0
101
End of Nitish Era in Bihar
End of Nitish Era in Bihar

End of Nitish Era in Bihar: બિહારના રાજકીય ઈતિહાસમાં આજે એક નવો સૂર્યોદય થયો છે. પટનાના લોકભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં સમ્રાટ ચૌધરીએ બિહારના 24માં મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને તેમને શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ બિહારમાં દાયકાઓથી ચાલી આવતા ‘નીતિશ યુગ’નો અંત આવ્યો છે અને પ્રથમ વખત ભાજપના કોઈ નેતાએ મુખ્યમંત્રી પદની કમાન સંભાળી છે.

End of Nitish Era in Bihar: JDU ક્વોટામાંથી બે નાયબ મુખ્યમંત્રી

75 વર્ષમાં પહેલીવાર બિહારને મળ્યા ભાજપના CM: સમ્રાટ ચૌધરીએ CM પદના શપથ લીધા; JDUના 2 ડેપ્યુટી CM વિજય ચૌધરી અને બ્રિજેન્દ્ર યાદવે પણ લીધા શપથ

End of Nitish Era in Bihar

લાઈવ અપડેટ્સ

26 મિનિટ પેહલા: રોહિણી આચાર્યએ X પર લખ્યું – “ઘોર અપમાન…”

30 મિનિટ પેહલા: ડેપ્યુટી સીએમ વિજય ચૌધરીએ કહ્યું – અમે નીતિશ મોડેલ સાથે ચાલુ રાખીશું

નવી સરકારમાં સત્તાનું સંતુલન જાળવવા માટે JDU ક્વોટામાંથી બે અનુભવી નેતાઓને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે:

  1. બિજેન્દ્ર પ્રસાદ યાદવ: સુપૌલ બેઠકના દિગ્ગજ ધારાસભ્ય અને નીતિશ સરકારમાં અનેકવાર મંત્રી રહી ચૂકેલા નેતા.
  2. વિજય કુમાર ચૌધરી: સમસ્તીપુરની સરાયરંજન બેઠકના ધારાસભ્ય અને બિહારના રાજકારણનો જાણીતો ચહેરો.

શપથ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી નીતિન નવીન, ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

End of Nitish Era in Bihar: સમ્રાટ ચૌધરી: સમતા પાર્ટીથી CM પદ સુધીની સફર

સમ્રાટ ચૌધરીની રાજકીય સફર ખૂબ જ રસપ્રદ રહી છે. તેમણે પિતાના માર્ગદર્શન હેઠળ સમતા પાર્ટીથી શરૂઆત કરી હતી:

  • RJD અને JDU: તેઓ અગાઉ RJDમાં મંત્રી રહ્યા હતા અને ત્યારબાદ 2014માં JDUમાં જોડાઈને જીતન રામ માંઝીની સરકારમાં પણ મંત્રી પદ સંભાળ્યું હતું.
  • ભાજપમાં ઉદય: વર્ષ 2018માં તેઓ ભાજપમાં જોડાયા. 2022માં જ્યારે નીતિશ કુમારે ભાજપનો સાથ છોડ્યો, ત્યારે સમ્રાટ ચૌધરી વિધાન પરિષદમાં વિપક્ષના નેતા તરીકે ઉભરી આવ્યા અને ભાજપનો મજબૂત ચહેરો બન્યા.
  • પ્રદેશ અધ્યક્ષથી CM: 2023માં તેઓ બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને પોતાની આક્રમક શૈલીથી વિપક્ષને હંફાવતા રહ્યા. આજે તેઓ બિહારના મુખ્યમંત્રી તરીકે બિરાજમાન થયા છે.

2025ની ચૂંટણી પહેલા મોટો ફેરફાર

સમ્રાટ ચૌધરી છેલ્લા ઘણા સમયથી વિપક્ષના નિશાના પર હતા, ખાસ કરીને 2025ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તેમને મુખ્યમંત્રી બનાવીને મોટો દાવ ખેલ્યો છે. બિહારમાં હવે ભાજપ ‘મોટા ભાઈ’ની ભૂમિકામાં આવી ગયું છે, જ્યારે JDU જુનિયર પાર્ટનર તરીકે સરકારમાં સામેલ છે.

આ પણ વાંચો : પંજાબમાં ગમખ્વાર અકસ્માત: વૈશાખી મેળાથી પરત ફરતી શ્રદ્ધાળુઓની બસ પલટી, કરંટ લાગતા ૬ના મોત