Market Sell-Off Continues: ભારતીય શેરબજારમાં સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં ભારે વેચવાલી જોવા મળી છે. શેરબજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાતા રોકાણકારોમાં ચિંતા વધી છે. ચાર સત્ર દરમિયાન સેન્સેક્સમાં 2700થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. બજારમાં સતત વેચવાલીના કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ મોટો ઘટાડો થયો છે.
આ ઘટાડા વચ્ચે BSEનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આશરે ₹483 લાખ કરોડથી ઘટીને ₹469 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. એટલે કે રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ₹14 લાખ કરોડનો ઘટાડો થયો છે.
Market Sell-Off Continues: મોંઘું ક્રૂડ અને US બોન્ડ યીલ્ડની અસર

બજારમાં ઘટાડા પાછળ મોંઘું ક્રૂડ ઓઇલ, અમેરિકાના 10 વર્ષના ટ્રેઝરી બોન્ડની ઊંચી યીલ્ડ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FII દ્વારા સતત વેચવાલીને મુખ્ય પરિબળોમાં ગણવામાં આવી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરોમાં પણ વેચવાલીનું દબાણ વધ્યું છે.
Market Sell-Off Continues: રોકાણકારોની નજર હવે વૈશ્વિક સંકેતો પર

બજારના ઘટાડા વચ્ચે રોકાણકારો હવે ક્રૂડ ઓઇલના ભાવ, અમેરિકી બોન્ડ યીલ્ડ, FIIની ખરીદી-વેચવાલી અને વૈશ્વિક બજારોના વલણ પર નજર રાખી રહ્યા છે. આગામી સત્રોમાં આ પરિબળો ભારતીય શેરબજારની દિશા માટે મહત્વપૂર્ણ બની શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: નીરુ ઢાંડાએ એશિયન ગેમ્સમાં રચ્યો ઇતિહાસ: ટ્રેપ શૂટિંગમાં ગોલ્ડ

