Market Rebounds: ગઈકાલના ઘટાડા બાદ આજે એટલે કે ૨ જૂનના રોજ ભારતીય શેરબજાર ફરી એકવાર લીલા નિશાન સાથે તેજીના ટ્રેક પર પરત ફર્યું છે. આજના કારોબારી સત્રના અંતે મુંબઈ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ ૩૮૩ પોઈન્ટ (૦.૫૧%) ના ઉછાળા સાથે ૭૪,૬૫૦ ના સ્તર પર બંધ રહ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી પણ ૧૦૧ પોઈન્ટ વધીને ૨૩,૪૮૪ ની સપાટીએ બંધ આવ્યો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન ખાસ કરીને IT, FMCG અને ઓટોમોબાઈલ સેક્ટરના શેર્સમાં રોકાણકારોએ ભારે ખરીદી રસ દાખવ્યો હતો, જેના કારણે બજારને મોટો સપોર્ટ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે (૧ જૂન) સેન્સેક્સ ૫૦૮ પોઈન્ટ અને નિફ્ટી ૧૬૫ પોઈન્ટ તૂટ્યા હતા, જે નુકસાન આજે બજારે રિકવર કરી લીધું છે.
Market Rebounds: વૈશ્વિક મોરચે મોટો ઉલટફેર: ભારતને પછાડી સાઉથ કોરિયા આગળ નીકળ્યું
વૈશ્વિક શેરબજારના આંકડાઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા ક્રેઝ અને ચિપ બનાવતી દિગ્ગજ કંપનીઓના જોરદાર પ્રદર્શનને કારણે સાઉથ કોરિયાનું શેરબજાર ભારતને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું બજાર બની ગયું છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ વર્ષે સાઉથ કોરિયાની લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ ૮૬% ના તોતિંગ વધારા સાથે ૫ ટ્રિલિયન ડોલર (આશરે ₹૪૭૫ લાખ કરોડ) પર પહોંચી ગઈ છે. તેની સામે ભારતીય શેરબજારની માર્કેટ કેપ થોડી ઘટીને ૪.૮ ટ્રિલિયન ડોલર (આશરે ₹૪૫૬ લાખ કરોડ) રહી ગઈ છે.
Market Rebounds: વૈશ્વિક બજારોની સ્થિતિ (Global Markets Status)
આજે એશિયન બજારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો, જ્યારે ગઈકાલે અમેરિકી બજારો તેજી સાથે બંધ રહ્યા હતા:
એશિયન બજાર (આજનો કારોબાર):
| ઇન્ડેક્સ | લેવલ | પોઇન્ટ ફેરફાર | ટકાવારી ફેરફાર |
| કોસ્પી (સાઉથ કોરિયા) | ૮,૮૦૧ | +૧૩ | +૦.૧૫% |
| હેંગસેંગ (હોંગકોંગ) | ૨૬,૦૩૮ | +૬૪૦ | +૨.૫૦% |
| નિકેઈ (જાપાન) | ૬૬,૭૩૪ | -૨૦૦ | -૦.૩૦% |
અમેરિકી બજાર (ગઈકાલનો બંધ ભાવ):
| ઇન્ડેક્સ | લેવલ | પોઇન્ટ ફેરફાર | ટકાવારી ફેરફાર |
| ડાઉ જોન્સ | ૫૧,૦૭૯ | +૪૬ | +૦.૦૯% |
| નાસ્ડેક | ૨૭,૦૮૭ | +૧૧૪ | +૦.૪૨% |
| S&P 500 | ૭,૬૦૦ | +૨૦ | +૦.૨૬% |
Market Rebounds: FII અને DII નો ટ્રેન્ડ: વિદેશી રોકાણકારોની વેચવાલી યથાવત
ભારતીય શેરબજારમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) સતત ખરીદી કરીને બજારને ટેકો આપી રહ્યા છે, જ્યારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) નફો બુક કરી રહ્યા છે. છેલ્લા ૩૦ દિવસમાં વિદેશી રોકાણકારોએ અંદાજે ૬૦ હજાર કરોડ રૂપિયાના શેર વેચી નાખ્યા છે.
ખરીદ-વેચાણના આંકડા (કરોડ રૂપિયામાં):
- DII (સ્થાનિક રોકાણકારો): તાજેતરમાં +૫,૧૦૯ કરોડની ખરીદી કરી. છેલ્લા ૩૦ દિવસમાં કુલ +૮૭,૭૭૮ કરોડનું રોકાણ કર્યું.
- FII/FPI (વિદેશી રોકાણકારો): તાજેતરમાં –૩,૯૧૨ કરોડની વેચવાલી કરી. છેલ્લા ૩૦ દિવસમાં કુલ –૫૯,૮૭૫ કરોડ રૂપિયા બજારમાંથી પાછા ખેંચ્યા.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




