Home Dharma MANGAL TRANSIT : સોમવારે ગ્રહોના સેનાપતિનું રાશિ પરિવર્તન, તમારી રાશિ પર શું...

MANGAL TRANSIT : સોમવારે ગ્રહોના સેનાપતિનું રાશિ પરિવર્તન, તમારી રાશિ પર શું અસર થશે?

0
549
MANGAL TRANSIT
MANGAL TRANSIT

MANGAL TRANSIT : મંગળ ગ્રહ મકર રાશિમાં પ્રવેશ કરતા તમામ રાશિઓ પર અસર

મંગળ ગ્રહને નવ ગ્રહોનો સેનાપતિ માનવામાં આવે છે. મંગળ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. મંગળ મંગળવારનો કારક ગ્રહ પણ છે. મંગળ 5 ફેબ્રુઆરીની રાત્રે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે ચુક્યું છે. મંગળ 15 માર્ચ સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે. આ રાશિ-પરિવર્તનની અસર તમામ 12 રાશિઓ પર પડશે. ત્યારે તમારા માટે મંગળની સ્થિતિ કેવી રહેશે, આવો જાણીએ…

મેષ રાશિના જાતકોને નોકરી અને વેપારમાં લાભ મળવાની શક્યતા છે. નવી નોકરી પણ મળી શકે છે.

વૃષભ રાશિના જાતકોનો સમય પક્ષમાં રહેશે. વધારે સાવધાની સાથે કામ કરશો તો સારું રહેશે.

મિથુન રાશિના જાતકોને ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.

કર્ક રાશિના જાતકોએ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન દાખવવી. તમારી ખાનપાનની આદતોનું ધ્યાન રાખો.  અધિકારીઓની વાતને અવગણના કરવી ભારે પડી શકે છે.

સિંહ રાશિના જાતકોએ જોખમ લેવાનું ટાળવું. નાનું જોખમ પણ મોટું નુકસાન કરી શકે છે. વરિષ્ઠ લોકોની સલાહ લઈને આગળ વધવું સારું રહેશે.

કન્યા રાશિના જાતકો નાના-નાના ભાગોમાં મોટું કામ કરશે તો સારું રહેશે. પ્લાન વગર નવું કામ શરૂ ન કરવું.

તુલા રાશિના જાતકો માટે મંગળ ફાયદાકારક રહેશે. જો તમે કામ કરતી વખતે સજાગ રહેશો તો તમને મોટી સફળતા મળી શકે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય મિશ્રિત રહેશે. તમને તમારા કામ પ્રમાણે લાભ મળશે.

ધન રાશિના જાતકોની આવક વધી શકે છે, પરંતુ વધારાના ખર્ચથી બચવું પડશે. નહિંતર કમાણી પછી પણ પૈસાની અછત થઈ શકે છે.

મકર રાશિના જાતકો માટે મંગળ સાવધાન રહેવાનો સંકેત આપી રહ્યો છે. નાની બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે. તમારા આહાર અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

કુંભ રાશિના જાતકોને સખત મહેનત પછી જ સફળતા મળશે. ઘરમાં સુખદ વાતાવરણ રહેશે. જો તમે નવું કામ કરી રહ્યા છો તો વરિષ્ઠ લોકોની સલાહ લેવાથી ફાયદો થશે.

મીન રાશિના જાતકોના જૂનાં અટકેલાં કામ આગળ વધશે. ધીરજથી કામ લેશો તો સારું રહેશે. કોઈપણ મુશ્કેલીથી બચવા દલીલો ટાળવી હિતાવહ રહેશે.

MANGAL TRANSIT : મંગળ માટે તમે આ શુભ કાર્ય કરી શકો છો

જે લોકો માટે મંગળની સ્થિતિ સારી નથી તે લોકો જો દર મંગળવારે શિવલિંગ પર લાલ ફૂલ, લાલ ગુલાલ, લાલ મસૂર અને લાલ કપડું અર્પિત કરશે તો મુશ્કેલીથી બચી શકે છે. 

‘ઓમ અંગારકાય નમઃ’ શુભ મંત્રનો જાપ કરવો પણ હિતાવહ રહેશે. આ મંત્રનો ઓછામાં ઓછા 108 વાર જાપ કરવો. માતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવાથી સમય સારો રહેશે.

ગૌશાળામાં ગાયોની સંભાળ રાખવાથી અથવા તો ઘાસચારો, રોટલી અને પૈસાનું દાન કરવાથી ખરાબ સમયથી બચી શકો છો.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે