Suryakumar Yadav Buys Luxury Dubai Home: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર અને ‘મિસ્ટર 360 ડિગ્રી’ તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવ હવે ક્રિકેટ ઉપરાંત રિયલ એસ્ટેટમાં રોકાણને લઈને ચર્ચામાં છે. સૂર્યકુમારે દુબઈમાં એક લક્ઝુરિયસ ઘર ખરીદ્યું છે. આ પ્રોપર્ટી ડેન્યૂબ ગ્રૂપના ‘શાહરૂખ્ઝ રેસિડેન્સિસ’ પ્રોજેક્ટમાં હોવાનું જણાવાયું છે. આ રોકાણને કારણે સૂર્યકુમાર યાદવ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પડોશી બન્યા હોવાની ચર્ચા છે.
Suryakumar Yadav Buys Luxury Dubai Home: પત્ની દેવિશા સાથે શેર કર્યો ઘર ખરીદીનો વીડિયો

સૂર્યકુમાર યાદવે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ ખુશખબર ચાહકો સાથે વહેંચી હતી. વીડિયોમાં તેઓ પત્ની દેવિશા શેટ્ટી સાથે પ્રોપર્ટીના દસ્તાવેજો પર સહી કરતા જોવા મળે છે. બંનેએ આ ખાસ પળને સાથે માણી હતી.
સૂર્યાએ પોતાની પોસ્ટમાં દુબઈના મેરિટાઇમ સિટી વિસ્તારમાં આવેલા ‘શાહરૂખ્ઝ રેસિડેન્સિસ બાય ડેન્યૂબ’ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રોજેક્ટને પ્રીમિયમ વોટરફ્રન્ટ રેસિડેન્સ તરીકે પ્રમોટ કરવામાં આવે છે.
Suryakumar Yadav Buys Luxury Dubai Home: 40થી વધુ લક્ઝરી સુવિધાઓ, લોન્જેવિટી લાઉન્જે જીત્યું દિલ
સૂર્યકુમારે પ્રોજેક્ટમાં ઉપલબ્ધ 40થી વધુ પ્રીમિયમ સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને ‘લોન્જેવિટી લાઉન્જ’ નામની સુવિધા તેમને આકર્ષક લાગી હોવાનું તેમણે જણાવ્યું હતું.
દુબઈના મેરિટાઇમ સિટી વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલો આ પ્રોજેક્ટ વૈભવી જીવનશૈલી અને આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. જોકે, સૂર્યકુમારે ખરીદેલા ઘરનું ચોક્કસ કદ, કિંમત અને હસ્તાંતરણની તારીખ જાહેર કરવામાં આવી નથી.
Suryakumar Yadav Buys Luxury Dubai Home: દુબઈની જીવનશૈલી અને સલામતીથી પ્રભાવિત
દુબઈમાં રોકાણ અંગે વાત કરતાં સૂર્યકુમારે ત્યાંની લક્ઝરી, જીવનશૈલી અને સલામતીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ અગાઉ પણ દુબઈ આવી ચૂક્યા છે અને અહીંનું વાતાવરણ તેમને શાંતિ તથા આનંદનો અનુભવ કરાવે છે.
સૂર્યકુમાર યાદવની આ પ્રોપર્ટી ખરીદી બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અને ક્રિકેટપ્રેમીઓ તરફથી તેમને તથા દેવિશાને શુભેચ્છાઓ મળી રહી છે. મેદાન પર પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા સૂર્યાની આ નવી પ્રોપર્ટી હવે ચર્ચાનો વિષય બની છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ટેસ્લા રોડસ્ટરનો હવામાં કલાબાજી કરતો ડેમો, 2028માં ઉત્પાદનનો લક્ષ્યાંક

