Major Success for Surat Police: શહેર પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓ અને કોર્ટમાં હાજર ન રહેનારા ગુનેગારોને પકડવા માટે શરૂ કરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત સલાબતપુરા પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા 33 વર્ષથી કોર્ટની કાર્યવાહીમાં હાજર ન રહેનારા અને કલમ-70 મુજબ વોરંટ ધરાવતા ત્રણ વૃદ્ધ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.
Major Success for Surat Police: અમદાવાદના ચાંદખેડાથી 60 વર્ષીય આરોપી ઝડપાયો
સલાબતપુરા પોલીસની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે એક વોરંટિયા આરોપી અમદાવાદમાં છુપાયો છે. જેના આધારે ટીમે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દરોડો પાડીને 60 વર્ષીય તામાજી તરસનજી ઠાકોરને ઝડપી લીધો હતો. આ આરોપી મૂળ પાટણ જિલ્લાના હારીજ વિસ્તારનો વતની છે.
Major Success for Surat Police: સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી બે ભાઈઓની ધરપકડ

બીજી તરફ, ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે સુરતના પર્વત પાટિયા અને ડિંડોલી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં વર્ષોથી ફરાર એવા બે ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે:
- જયંતિભાઈ ઇશ્વરભાઈ પટેલ (ઉ.વ. 63): રહેવાસી – માધવબાગ સોસાયટી, પર્વત પાટિયા.
- દિનેશભાઈ ઇશ્વરભાઈ પટેલ (ઉ.વ. 66): રહેવાસી – પ્રયોસા સ્ટાર સોસાયટી, ડિંડોલી. (બંને આરોપીઓ મૂળ મહેસાણા જિલ્લાના દેવીનાપુરા ગામના વતની છે.)
Major Success for Surat Police: ટેકનિકલ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ

સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સનો સચોટ ઉપયોગ કર્યો હતો. છેલ્લા ત્રણ દાયકાથી પોતાની ઓળખ છુપાવીને રહેતા આ આરોપીઓને પકડવા એ પોલીસ માટે પડકારજનક હતું.
DCP ડૉ. કાનન દેસાઈના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આવા જૂના વોરંટના આરોપીઓ સામે પોલીસની ઝુંબેશ વધુ કડક બનાવવામાં આવશે. હાલ ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગ્લોબલ માર્કેટમાં તેજીની લહેર: ઈરાન-અમેરિકા વચ્ચે શાંતિ કરારના અહેવાલોથી સેન્સેક્સ 736 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,850 ને પાર




