Home Entertainment Kajal maheriya controversy: ગાયિકા કાજલ મહેરિયાના પ્રેમ લગ્નનો હાઈવોલ્ટેજ ડ્રામા: ‘મેં મારી મરજીથી...

Kajal maheriya controversy: ગાયિકા કાજલ મહેરિયાના પ્રેમ લગ્નનો હાઈવોલ્ટેજ ડ્રામા: ‘મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, કોઈ દબાણ નથી’

0
346

Kajal maheriya controversy: ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલમાં તેના ગીતોના કારણે નહીં, પરંતુ તેના અંગત જીવનમાં સર્જાયેલા વિવાદના કારણે સમાચારોમાં છવાયેલી છે. પરિવારની મરજી વિરુદ્ધ અલ્પેશ ઠાકોર નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા આ મામલો હવે પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સુધી પહોંચ્યો છે.

Kajal maheriya controversy: શું છે સમગ્ર વિવાદ?

Kajal maheriya controversy

કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના લગ્નનું મેરેજ સર્ટિફિકેટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે, જે મુજબ તેઓએ 10 ઓક્ટોબર, 2025 ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નની જાણ થતા જ મહેરિયા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ ત્યારે વણસી જ્યારે પરિવાર અને સમાજના અંદાજે 70 જેટલા લોકો કાજલને પરત લેવા માટે તેની સાસરી શેરથા પહોંચ્યા હતા. મામલો ગરમાતા પોલીસ કાફલાએ પણ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ સંભાળવી પડી હતી.

Kajal maheriya controversy: માતાના ગંભીર આક્ષેપો: ‘પૈસા માટેની ગેમ છે’

કાજલની માતા શારદાબેન મહેરિયાએ એક વીડિયો સંદેશ દ્વારા છોકરાના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે:

  • સામેનો પક્ષ પૈસા માટે આ બધું કરી રહ્યો છે.
  • અમે દીકરીને લેવા ગયા ત્યારે અમારું અપમાન કરીને કાઢી મૂકવામાં આવ્યા.
  • તેમણે સમાજ અને અન્ય લોકોને આ મામલે ન્યાય અપાવવા વિનંતી કરી છે.

કાજલ મહેરિયાની સ્પષ્ટતા: ‘સંવિધાન મુજબ લગ્ન કર્યા છે’

Kajal maheriya controversy

વિવાદ વધતા આજે 21 એપ્રિલ ના રોજ કાજલ મહેરિયાએ મૌન તોડ્યું છે અને પોતાની પ્રતિક્રિયા આપી છે. કાજલના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:

  1. સ્વૈચ્છિક નિર્ણય: કાજલે સ્પષ્ટ કર્યું કે તેણે કોઈ પણ દબાણ, ધાક-ધમકી વગર પૂરી સ્વસ્થ અવસ્થામાં ભારતીય સંવિધાન મુજબ લગ્ન કર્યા છે.
  2. લાંબો સંબંધ: અલ્પેશ સાથે તેનો છેલ્લા દોઢ વર્ષથી સંબંધ હતો અને આ અંગે પરિવારને જાણ હોવા છતાં મંજૂરી ન મળતા તેણે આ પગલું ભર્યું છે.
  3. ધર્મ પરિવર્તન: ધર્મ પરિવર્તનની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા તેણે કહ્યું કે તે સનાતન ધર્મમાં જ માને છે અને ધર્મ બદલવાનો કોઈ વિચાર નથી.
  4. ધમકીના આક્ષેપ: કાજલે દાવો કર્યો છે કે તેને અને તેના સાસરિયાઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
Kajal maheriya controversy

“મેં મારી મરજીથી લગ્ન કર્યા છે. જો હવે મને કે મારા સાસરિયાઓને હેરાન કરવામાં આવશે અથવા સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી થશે, તો હું કાયદેસરની કાર્યવાહી કરીશ.” – કાજલ મહેરિયા

આ પન વાંચો :બનાસકાંઠા પોલીસનો મેગા ઓપરેશન આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, મુરુગન ગેંગના 3 સાગરીતો જેલભેગા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે