Jetpur Encroachment Drive: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગેરકાયદે દબાણો સામે સકંજો કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને રસ્તાને ખુલ્લો કરવાના હેતુથી હાઇવે ઓથોરિટી દ્વારા વ્યાપક દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
Jetpur Encroachment Drive: કાર્યવાહીના મુખ્ય મુદ્દાઓ:

- વિસ્તાર: જેતપુરના ધારેશ્વર ચોકડીથી તત્કાલ ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
- અગાઉ અપાઈ હતી નોટિસ: નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દબાણકર્તાઓને અગાઉથી નોટિસો આપવામાં આવી હતી, છતાં સ્વેચ્છાએ દબાણો દૂર ન થતાં આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
- બુલડોઝરની કાર્યવાહી: હાઇવે ઓથોરિટી દ્વારા બુલડોઝર ફેરવીને રોડની આસપાસ થયેલા અનેક ગેરકાયદેસર શેડ, કેબિનો અને અન્ય પાકા-કાચા દબાણોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત: કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દબાણ હટાવવાની આ કાર્યવાહી દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
Jetpur Encroachment Drive: અધિકારીનું નિવેદન

“નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર સરળ બને અને ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય તે માટે અગાઉ નોટિસ આપ્યા બાદ આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઇવેની આસપાસના ગેરકાયદે દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવ્યા છે.” — પ્રશાંત રંગારી, નેશનલ હાઇવે ઓથોરિટી અધિકારી
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગાંધીનગરમાં અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા




