Home Desh Justice Served: મિઝોરમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: આદિવાસી મહિલા પર ગેંગરેપ અને એસિડ...

Justice Served: મિઝોરમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: આદિવાસી મહિલા પર ગેંગરેપ અને એસિડ એટેક કરનાર BSFના બે જવાનોને 42 વર્ષની જેલની સજા

0
96

Justice Served: મિઝોરમની એક જિલ્લા અદાલતે 9 વર્ષ જૂના સનસનાટીભર્યા કેસમાં કાયદાનું શાસન અને ન્યાયની સર્વોપરિતા સાબિત કરતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે વર્ષ 2017માં એક સ્થાનિક આદિવાસી મહિલા પર ગેંગરેપ કરવા અને ત્યારબાદ તેની પર એસિડ એટેક કરવાના ગંભીર ગુનામાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના બે જવાનોને દોષિત ઠેરવી 42 વર્ષની કઠોર જેલની સજા સંભળાવી છે. આઈઝોલના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સિલ્વી જોમુઆનપુઈ રાલ્ટેએ આ કડક સજાનો આદેશ આપ્યો છે.

Justice Served: જંગલમાં શાકભાજી લેવા ગયેલી મહિલાઓ પર તૂટી પડ્યા હતા જવાનો

આ કાળજું કંપાવનારી ઘટના 16 જુલાઈ, 2017ના રોજ ભારત-બાંગ્લાદેશ સરહદ પર સ્થિત મમિત જિલ્લામાં બની હતી. પીડિત આદિવાસી મહિલા પોતાની એક સહેલી સાથે ગસ્કાટા નદી નજીકના ગાઢ જંગલોમાં જંગલી શાકભાજી લેવા ગઈ હતી. આ દરમિયાન ત્યાં સ્થાનિક બોર્ડર આઉટપોસ્ટ (BOP) પર તહેનાત BSF જવાન નીલાંજન દાસ અને દિનેશ કુમારે બંને મહિલાઓને એકલી જોઈ ઘેરી લીધી હતી. આ બંને જવાનોએ એક મહિલા પર બળજબરીપૂર્વક સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

Justice Served: ઓળખ છુપાવવા ચહેરા પર એસિડ ફેંક્યું, પીડિતાએ આંખો ગુમાવી

Justice Served

નરાધમ જવાનોની ક્રૂરતા અહીં જ ન અટકી, દુષ્કર્મ આચર્યા બાદ પીડિતા ભવિષ્યમાં તેમની ઓળખ ન કરી શકે અને તે કાયમ માટે અંધ થઈ જાય તેવા નિકૃષ્ટ ઈરાદાથી જવાનોએ તેના ચહેરા પર એસિડ ફેંકી દીધું હતું. આ ભયાનક હુમલામાં મહિલાનો જીવ તો બચી ગયો, પરંતુ તેનો ચહેરો સંપૂર્ણપણે વિકૃત થઈ ગયો હતો અને તેણે પોતાની આંખોની રોશની હંમેશા માટે ગુમાવી દીધી હતી.

Justice Served: સહેલીનું શંકાસ્પદ મોત: હત્યાનો આરોપ સાબિત ન થઈ શક્યો

ઘટના દરમિયાન પીડિતાની સાથે આવેલી તેની સહેલી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. ઘટનાના 11 દિવસ બાદ સ્થાનિક વિલેજ ડિફેન્સ પાર્ટી અને રાજ્ય પોલીસની સઘન શોધખોળ દરમિયાન જંગલમાંથી તેનો અત્યંત કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. કોર્ટમાં આ બંને જવાનોએ જ તેની હત્યા કરી હોવાના આક્ષેપો સાથે કાનૂની પ્રયાસો કરાયા હતા, પરંતુ મજબૂત તબીબી અને ફોરેન્સિક પુરાવાઓના અભાવે કોર્ટે જવાનોને હત્યાના આરોપમાંથી મુક્ત કર્યા હતા.

Justice Served: NHRCના હસ્તક્ષેપ બાદ ખુલ્લો પડ્યો ગુનો

આ કેસમાં ગુનેગારો સુધી પહોંચવું પોલીસ માટે લોઢાના ચણા ચાવવા સમાન હતું. શરૂઆતમાં BSFના ઉચ્ચ અધિકારીઓ તરફથી સ્થાનિક પોલીસને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અધિકારીઓએ જવાનોની ધરપકડ અને DNA ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ આપવાનો પણ ઈનકાર કર્યો હતો. જોકે, મામલો ગંભીર બનતા વિવિધ સંગઠનો અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ હસ્તક્ષેપ કર્યો હતો, જેના દબાણ બાદ સૈન્ય અધિકારીઓ તપાસમાં સહકાર આપવા તૈયાર થયા હતા.

બોર્ડર આઉટપોસ્ટના ડ્યુટી રોસ્ટરની તપાસમાં સાબિત થયું કે ઘટના સમયે બંને જવાનો તે જ જંગલ વિસ્તારમાં તહેનાત હતા. ઉપરાંત, આઈઝોલમાં ન્યાયિક મેજિસ્ટ્રેટની હાજરીમાં યોજાયેલી ‘ટેસ્ટ આઈડેન્ટિફિકેશન પરેડ’ (ઓળખ પરેડ) માં અંધ બનેલી પીડિતાએ નરાધમોને બરાબર ઓળખી બતાવ્યા હતા.

કઈ કલમો હેઠળ કેટલી સજા થઈ?

કોર્ટે 18 સાક્ષીઓના નિવેદનો, ડ્યુટી રોસ્ટર અને ફુલ્દુંગસેઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ રિપોર્ટને ગ્રાહ્ય રાખી ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ બંને જવાનોને દોષિત ઠેરવી કુલ 42 વર્ષની સજા ફટકારી છે:

  • ગેંગરેપ માટે: 20 વર્ષની સખત કેદ
  • એસિડ એટેક માટે: 12 વર્ષની સખત કેદ
  • ગંભીર શારીરિક ક્ષતિ પહોંચાડવા માટે: 10 વર્ષની સખત કેદ
  • આર્થિક દંડ: કોર્ટે બંને દોષિતોને દરેક ગુના દીઠ 60-60 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

સરહદોની સુરક્ષા માટે તહેનાત જવાનો દ્વારા જ આચરવામાં આવેલા આ અમાનવીય કૃત્ય સામે કોર્ટે ફટકારેલી આ કડક સજા સમાજમાં અને સુરક્ષા દળોમાં એક કડક આદેશ સમાન સાબિત થશે.

આ પણ વાંચો :ડભોઈમાં કિસાન શક્તિનો વિજય: 4 દિવસના આમરણાંત ઉપવાસનો આવ્યો સુખદ અંત, ધારાસભ્ય શૈલેષ મહેતાએ મીઠાઈ ખવડાવી ખેડૂતોના પારણા કરાવ્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે