Home State Gujarat Jamnagar Hit & Run: જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની...

Jamnagar Hit & Run: જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની ટક્કરે યુપીના યુવકનું કરુણ મોત, ચાલક ફરાર

0
230
Jamnagar Hit & Run
Jamnagar Hit & Run

Jamnagar Hit & Run: જામનગર-ખંભાળિયા હાઇવે રોડ પર અકસ્માતનો એક સનસનાટીભર્યો અને ગંભીર કિસ્સો સામે આવ્યો છે. હાઇવે પર મીઠોઈ પાટીયા નજીકથી પગપાળા પસાર થઈ રહેલા એક યુવકને પુરઝડપે આવતી મારુતિ ઇકો કારના ચાલકે અડફેટે લીધો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક માનવતા ભૂલીને વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.

Jamnagar Hit & Run

Jamnagar Hit & Run: રોડ ક્રોસ કરતી વખતે જ કાળ ભેટી ગયો

મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વિગતો અનુસાર, આ હૃદયદ્રાવક ઘટના ગત 18 મે 2026 ના રોજ બની હતી. મૃતક યુવકની ઓળખ ઉત્તર પ્રદેશના મૂળ રહેવાસી પ્રશાંત રામનરેશ સવીતા (ઉં.વ. 31) તરીકે થઈ છે. પ્રશાંતભાઈ જામનગર-ખંભાળિયા હાઇવે પર મીઠોઈ પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે જ ખંભાળિયા તરફથી જામનગર તરફ જઈ રહેલી એક મારુતિ ઇકો કાર (નંબર: GJ-37-M-1320) ના ચાલકે પોતાના વાહનને ગફલતભરી અને બેફામ સ્પીડે હંકારી પ્રશાંતભાઈને જોરદાર ટક્કર મારી દીધી હતી.

Jamnagar Hit & Run: માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ દમ તોડ્યો

કારની સ્પીડ એટલી વધારે હતી કે ટક્કર વાગતા જ પ્રશાંતભાઈ રોડ પર ફંગોળાયા હતા. તેમને શરીરે તેમજ માથાના ભાગે જીવલેણ ઇજાઓ થઈ હોવાથી અતિશય લોહી વહી જતાં તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતાં જ સુરત રહેતા તેમના મોટા ભાઈ સુમીતકુમાર રામનરેશ સવીતા (ઉં.વ. 37) જામનગર દોડી આવ્યા હતા અને તેમણે મેઘપર પોલીસ મથકે ફરાર કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Jamnagar Hit & Run: નવા કાયદા (BNS) હેઠળ પોલીસ એક્શનમાં

હિટ એન્ડ રનની આ ઘટનાને પગલે મેઘપર (પડાણા) પોલીસે ગુનો નોંધીને ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 ની કલમ 281 (બેદરકારીથી વાહન ચલાવવું), 106(1) (બેદરકારીથી મોત નીપજાવવું) તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 અને 134 હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા હાઇવે પરના સીસીટીવી (CCTV) ફૂટેજ અને કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે આરોપી ચાલકને દબોચી લેવા માટે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલના ભાવ…’, ઈરાન સાથેના જંગ અને શાંતિ કરાર અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે