Market Close: ભારતીય શેરબજારમાં આજે એટલે કે બુધવાર, 20 મેના રોજ સામાન્ય સુધારો જોવા મળ્યો છે. શરૂઆતી વોલેટિલિટી બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લીલા નિશાન પર બંધ થવામાં સફળ રહ્યા હતા. આજના કારોબારમાં મુખ્યત્વે ઓટો, રિયલ્ટી અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં રોકાણકારોની સારી ખરીદી જોવા મળી હતી, જેના કારણે બજારને સપોર્ટ મળ્યો હતો.

Market Close: સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
આજના ટ્રેડિંગ સેશનના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક સેન્સેક્સ 118 અંક (0.16%) વધીને 75,318 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ 41 અંકના ઉછાળા સાથે 23,659 ની સપાટી પર પહોંચ્યો હતો. અગાઉના ટ્રેડિંગ દિવસે (19 મે) સેન્સેક્સ 114 પોઈન્ટ અને નિફ્ટી 32 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યા હતા, જેની સરખામણીએ આજે બજારે રિકવરી દર્શાવી છે.
Market Close: રૂપિયામાં ઐતિહાસિક કડાકો
એક તરફ જ્યાં શેરબજારમાં સુધારો હતો, બીજી તરફ ભારતીય રૂપિયામાં જોરદાર નબળાઈ જોવા મળી છે. આજના શરૂઆતી કારોબારમાં જ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો વધુ 33 પૈસા તૂટી ગયો હતો. આ ઘટાડા સાથે રૂપિયો 96.89 ના અત્યાર સુધીના સૌથી રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે, જે ભારતીય અર્થતંત્ર અને આયાતકારો માટે ચિંતાનો વિષય છે.
Market Close: વૈશ્વિક બજારોની સ્થિતિ પર એક નજર
ગ્લોબલ માર્કેટ તરફથી મળેલા સંકેતો નબળા હતા. અમેરિકી બજારમાં ગઈકાલે ઘટાડો નોંધાયો હતો, જ્યારે એશિયન બજારો પણ આજે લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા.
એશિયન બજાર (ઘટાડા સાથે બંધ):
| ઇન્ડેક્સ | લેવલ | પોઇન્ટ ફેરફાર | ટકાવારી ફેરફાર |
| નિકેઈ (જાપાન) | 59,804 | -746 | -1.23% |
| કોસ્પી (સાઉથ કોરિયા) | 7,209 | -63 | -0.86% |
| હેંગસેંગ (હોંગકોંગ) | 25,651 | -147 | -0.57% |
અમેરિકી બજાર (ગઈકાલનો બંધ ભાવ):
| ઇન્ડેક્સ | લેવલ | પોઇન્ટ ફેરફાર | ટકાવારી ફેરફાર |
| નાસ્ડેક | 25,871 | -220 | -0.84% |
| S&P 500 | 7,354 | -49 | -0.67% |
| ડાઉ જોન્સ | 49,364 | -322 | -0.65% |
Market Close: વિદેશી રોકાણકારોની વેચવાલી યથાવત્
બજારના આંકડા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII/FPI) ભારતીય બજારમાંથી સતત પૈસા ખેંચી રહ્યા છે. આજે પણ વિદેશી રોકાણકારોએ ₹2,458 કરોડના શેરની ચોખ્ખી વેચવાલી કરી હતી. જોકે, તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ (DII) બજારને સંભાળતા ₹3,802 કરોડની ખરીદી નોંધાવી હતી.
- FII (છેલ્લા ૩૦ દિવસનો ટ્રેન્ડ): ₹54,151 કરોડની કુલ વેચવાલી
- DII (છેલ્લા ૩૦ દિવસનો ટ્રેન્ડ): ₹64,802 કરોડની કુલ ખરીદી
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની ટક્કરે યુપીના યુવકનું કરુણ મોત, ચાલક ફરાર




