Home State Gujarat Gujarat Weather Update: ગુજરાતમાં ‘અગનગોળો’ વરસતો રહેશે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે 43.7°C,...

Gujarat Weather Update: ગુજરાતમાં ‘અગનગોળો’ વરસતો રહેશે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે 43.7°C, આગામી 7 દિવસ ચામડી બાળતી ગરમીની આગાહી

0
244
Gujarat Weather Update
Gujarat Weather Update

Gujarat Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યનું આર્થિક પાટનગર અમદાવાદ હાલ અગનભઠ્ઠીમાં ફેરવાયું છે, જ્યાં સતત ત્રીજા દિવસે મહત્તમ તાપમાન 43.7°C નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં આ ચામડી બાળતી ગરમીમાંથી મુક્તિ મળવાના કોઈ સંકેત નથી. જોકે, દક્ષિણ ગુજરાતના સુરતવાસીઓને ગરમીમાં થોડી રાહત મળી છે.

બીજી તરફ, વૈશ્વિક સ્તરે ઉત્તર પ્રદેશનું બાંદા શહેર દુનિયાનું ત્રીજું સૌથી ગરમ શહેર નોંધાયું છે.

Gujarat Weather Update: મુખ્ય શહેરોની સ્થિતિ: ક્યાં કેટલી ગરમી?

Gujarat Weather Update

વિગતે વાત કરીએ તો, રાજ્યના 6થી વધુ શહેરોમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે:

  • અમદાવાદ, ગાંધીનગર અને કંડલા એરપોર્ટ: છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ગરમી અહીં નોંધાઈ. અમદાવાદમાં પારો સામાન્ય કરતાં 1.7°C વધુ એટલે કે 43.7°C રહ્યો.
  • રાજકોટ અને સુરેન્દ્રનગર: રાજકોટમાં 43°C અને સુરેન્દ્રનગરમાં 42.8°C તાપમાન સાથે લોકો આકરી ગરમીમાં શેકાયા હતા.
  • સુરતને રાહત: સુરતમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3.4 ડિગ્રીનો ઘટાડો નોંધાતા મહત્તમ તાપમાન 34.8°C રહ્યું હતું, જેથી સુરતીલાલાઓને મોટી રાહત મળી છે.

Gujarat Weather Update: ગ્લોબલ અપડેટ: દુનિયાના સૌથી ગરમ શહેરોમાં ભારતનું ‘બાંદા’ ત્રીજા નંબરે

વિશ્વભરમાં પડી રહેલી ગરમીના આંકડા પણ ચોંકાવનારા છે:

  1. અસવાન (ઇજિપ્ત): 49.4°C (દુનિયામાં સૌથી વધુ)
  2. અરાફાત (સાઉદી અરેબિયા): 48.4°C
  3. બાંદા (ઉત્તર પ્રદેશ, ભારત): 47.4°C (દુનિયામાં ત્રીજું સૌથી ગરમ)
  4. ખજુરાહો (ભારત): 47.4°C (ચોથા ક્રમે)

Gujarat Weather Update: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન?

Gujarat Weather Update

હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, 27 મે 2026 સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે. તાપમાનમાં કોઈ મોટા ઘટાડાની શક્યતા નથી અને અમદાવાદમાં પારો હજી પણ 44°C સુધી પહોંચી શકે છે. જોકે, હવામાન વિભાગ દ્વારા કોઈ ગંભીર ‘વેધર વોર્નિંગ’ (ચેતવણી) જાહેર કરવામાં આવી નથી. ગરમીથી બચવા માટે વાહનચાલકો મોઢે માસ્ક અને દુપટ્ટા બાંધીને નીકળી રહ્યા છે, જ્યારે રાજકોટમાં ટ્રાફિક સિગ્નલો પર વાહનચાલકો માટે છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચોમાસાના સારા સમાચાર: 26 મેના રોજ કેરળમાં બેસશે ચોમાસું!

Gujarat Weather Update

કાળઝાળ ગરમી વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. નૈઋત્યનું ચોમાસું આગળ વધવા માટે હાલ સાનુકૂળ પરિસ્થિતિઓ બનેલી છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, 26 મે 2026ની આસપાસ ચોમાસું કેરળમાં દસ્તક આપી શકે છે (જેમાં 4 દિવસ આઘા-પાછા થવાની સંભાવના છે). હાલ ચોમાસું દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર અને અંદમાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સેન્સેક્સ 118 અંક વધીને 75,318 પર બંધ, ડોલર સામે રૂપિયો 96.89 ના રેકોર્ડ નીચલા સ્તરે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે