Home Desh Vande Mataram Insult To Face 3 Years Jail: પશ્ચિમ બંગાળમાં મોટો નિર્ણય...

Vande Mataram Insult To Face 3 Years Jail: પશ્ચિમ બંગાળમાં મોટો નિર્ણય તમામ મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક આદેશ

0
371
Vande Mataram Insult To Face 3 Years Jail
Vande Mataram Insult To Face 3 Years Jail

Vande Mataram Insult To Face 3 Years Jail: પશ્ચિમ બંગાળની સરકારે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થા અને રાષ્ટ્રીય પ્રતીકોને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે રાજ્યની તમામ મદરેસાઓમાં દૈનિક પ્રાર્થના દરમિયાન ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ અંગે મદરેસા શિક્ષણ નિયામક દ્વારા 19 મે, 2026ના રોજ એક સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

આ નવા આદેશ હેઠળ અગાઉના તમામ નિયમો અને પ્રથાઓને તાત્કાલિક અસરથી રદ કરીને, હવેથી મદરેસાઓમાં ક્લાસ શરૂ થતા પહેલા થતી રોજની પ્રાર્થનામાં ‘વંદે માતરમ્’ અનિવાર્ય રહેશે.

Vande Mataram Insult To Face 3 Years Jail:તમામ સરકારી અને ખાનગી મદરેસાઓને લાગુ પડશે નિયમ

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો આ નવો નિયમ પશ્ચિમ બંગાળની તમામ પ્રકારની મદરેસાઓ પર સમાન રીતે લાગુ થશે:

  • સરકારી મોડલ મદરેસા (ઇંગ્લિશ મીડિયમ)
  • માન્યતા પ્રાપ્ત સરકારી સહાયતા મેળવતી મદરેસાઓ
  • અપ્રૂવ્ડ MSK અને SSK મદરેસાઓ
  • માન્યતા પ્રાપ્ત ગેર-સહાયિત (પ્રાઇવેટ) મદરેસાઓ

આ આદેશને તાત્કાલિક અસરથી અમલમાં લાવવા માટે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM), જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને પશ્ચિમ બંગાળ બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશનને કડક સૂચનાઓ મોકલી દેવામાં આવી છે.

Vande Mataram Insult To Face 3 Years Jail: વંદે માતરમ્ને મળશે રાષ્ટ્રગીત જન ગણ મનજેવો જ દરજ્જો

Vande Mataram Insult To Face 3 Years Jail

બીજી તરફ, કેન્દ્ર સરકાર દ્વારા પણ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ની સમકક્ષ કાનૂની દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.

આ સુધારાનો મુખ્ય હેતુ ‘વંદે માતરમ્’ને પણ એ જ કાનૂની સુરક્ષા આપવાનો છે જે રાષ્ટ્રગાનને મળેલી છે. આ નિયમ સંપૂર્ણપણે લાગુ થયા પછી, ‘વંદે માતરમ્’ ગાવા દરમિયાન તેનું અપમાન કરવું કે તેમાં ખલેલ પહોંચાડવી એ કોગ્નિઝેબલ ગુનો (પોલીસ વોરંટ વગર ધરપકડ કરી શકે તેવો ગુનો) ગણાશે.

અપમાન કરનારાઓ સામે થશે 3 વર્ષ સુધીની જેલની સજા

નવા પ્રસ્તાવિત સુધારા મુજબ, જો કોઈ વ્યક્તિ જાણીજોઈને આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેણે કડક કાનૂની પરિણામો ભોગવવા પડશે:

  • પ્રથમ વખત ગુનો કરવા પર: રાષ્ટ્રીય ગીત ગાતા અટકાવવા કે અપમાન કરવા બદલ 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે.
  • વારંવાર ગુનો આચરવા પર: જો કોઈ વ્યક્તિ વારંવાર આવો ગુનો કરશે, તો તેને ઓછામાં ઓછી 1 વર્ષની પાકી જેલની સજા ફટકારવાની જોગવાઈ રાખવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં ‘અગનગોળો’ વરસતો રહેશે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે 43.7°C, આગામી 7 દિવસ ચામડી બાળતી ગરમીની આગાહી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે