Home Videsh Global Oil Crisis: ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલના ભાવ…’, ઈરાન સાથેના જંગ...

Global Oil Crisis: ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલના ભાવ…’, ઈરાન સાથેના જંગ અને શાંતિ કરાર અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો

0
400
Global Oil Crisis
Global Oil Crisis

Global Oil Crisis: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) બંધ થવાને કારણે આખી દુનિયા હાલમાં ઓઇલ અને ગેસના ગંભીર સંકટનો સામનો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત સતત $110 ડૉલર પ્રતિ બેરલની ઉપર પહોંચી જતાં બ્રિટન, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના દેશોમાં મોંઘવારીનું જોખમ વધી ગયું છે. જોકે, આ વૈશ્વિક સંકટ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કરીને સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં જ ક્રૂડ ઓઇલના ભાવ ધડાધડ તૂટી શકે છે.

Global Oil Crisis

Global Oil Crisis: અમેરિકા સાથે શાંતિ કરાર કરવા ઈરાન આતુર: ટ્રમ્પ

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સાથે ચાલી રહેલો આ જંગ હવે બહુ લાંબો નહીં ખેંચાય. તેમણે દાવો કર્યો કે, ઈરાનની સરકાર અમારી સાથે શાંતિ કરાર કરવા માટે આતુર છે. ઈરાન પાસે ઓઇલનો અખૂટ ભંડાર છે. જો આ શાંતિ ડીલ સફળ રહેશે, તો ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતો ખૂબ જ ઝડપથી ઘટી જશે.” જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા ઈરાનને આ કરાર માટે મર્યાદિત સમય આપી રહ્યું છે, કારણ કે ઈરાનને કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયાર મેળવવા દેવામાં આવશે નહીં.

Global Oil Crisis: ‘અમે હુમલાથી માત્ર એક કલાક દૂર હતા, પણ…’

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે એક ચોંકાવનારો ખુલાસો કરતાં કહ્યું કે, હું ઈરાન પર સૈન્ય હુમલો કરવાનો આદેશ આપવાની બિલકુલ નજીક હતો. અમે હુમલા માટે સંપૂર્ણ સજ્જ હતા અને માત્ર એક જ કલાકનો સમય બાકી હતો. પરંતુ તે જ સમયે મધ્યપૂર્વના દેશોના ફોન આવ્યા અને મેં મારો નિર્ણય બદલ્યો.”

તેમણે ઉમેર્યું કે સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, કુવૈત અને બહેરીન જેવા દેશો આ મામલે મધ્યસ્થી (Mediators) તરીકે એક ટીમ બનીને કામ કરી રહ્યા છે અને તેમણે ખાતરી આપી છે કે તેહરાન (ઈરાન સરકાર) શાંતિ મંત્રણા માટે હકારાત્મક વલણ અપનાવી રહ્યું છે.

Global Oil Crisis: ઓઇલ બજારમાં થોડી નરમી, પરંતુ જોખમ હજુ પણ યથાવત્

ટ્રમ્પના આ આશાવાદી નિવેદનની અસર આંતરરાષ્ટ્રીય માર્કેટ પર જોવા મળી છે અને બુધવારે ક્રૂડ ઓઇલના ભાવમાં થોડી નરમી નોંધાઈ છે. આમ છતાં, મિડલ ઇસ્ટમાં ઓઇલ સપ્લાય ખોરવાઈ હોવાને કારણે ભાવ હજુ પણ $110 ડૉલરની સપાટીથી ઉપર ટકેલા છે.

ગ્લોબલ માર્કેટ એનાલિસ્ટ્સના મતે, વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થનારા સંભવિત શાંતિ કરાર પર જ હવે આખી દુનિયાની નજર છે. જો મંત્રણા નિષ્ફળ જશે અને અમેરિકા ફરીથી સૈન્ય હુમલા તરફ આગળ વધશે, તો ક્રૂડ ઓઇલની કિંમતો ફરી એકવાર આકાશને આંબી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

રોમમાં ‘મેલોડી’ ડિપ્લોમસી, પીએમ મોદીએ મેલોનીને આપી ચોકલેટ, એક જ કારમાં સવારી કરી કોલોસિયમમાં લીધી સેલ્ફી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે