Home Desh ‘Melodi’ Diplomacy: રોમમાં ‘મેલોડી’ ડિપ્લોમસી, પીએમ મોદીએ મેલોનીને આપી ચોકલેટ, એક જ...

‘Melodi’ Diplomacy: રોમમાં ‘મેલોડી’ ડિપ્લોમસી, પીએમ મોદીએ મેલોનીને આપી ચોકલેટ, એક જ કારમાં સવારી કરી કોલોસિયમમાં લીધી સેલ્ફી

0
269
'Melodi' Diplomacy
'Melodi' Diplomacy

‘Melodi’ Diplomacy: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પાંચ દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં મંગળવારે ઈટાલી પહોંચ્યા છે, જ્યાં ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત માત્ર રાજદ્વારી રીતે જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જગાવી રહી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી બંને નેતાઓની મિત્રતા અને તસવીરોએ વૈશ્વિક સ્તરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

'Melodi' Diplomacy

‘Melodi’ Diplomacy: મોદીએ આપી ‘મેલોડી’ ટોફી, મેલોનીએ કહ્યું- થેંક્યુ!

આ મુલાકાતની સૌથી રસપ્રદ ક્ષણ ત્યારે સામે આવી જ્યારે પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ભારતની પ્રખ્યાત ‘મેલોડી’ ટોફી ગિફ્ટ કરી. પીએમ મેલોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર આ વીડિયો પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, વડાપ્રધાન મોદી મારા માટે ગિફ્ટમાં ખૂબ જ સરસ ટોફી લઈને આવ્યા- મેલોડી. ગિફ્ટ માટે થેંક્યુ.”

‘Melodi’ Diplomacy: એક જ કારમાં સવારી અને કોલોસિયમમાં સેલ્ફી

આ સત્તાવાર પ્રવાસ દરમિયાન બંને નેતાઓ વચ્ચે અદભૂત બોન્ડિંગ જોવા મળ્યું હતું. પીએમ મોદી અને જ્યોર્જિયા મેલોનીએ રોમના રસ્તાઓ પર એક જ કારમાં સાથે સવારી કરી હતી. એટલું જ નહીં, તેઓ રોમના અંદાજે 2000 વર્ષ જૂના ઐતિહાસિક કોલોસિયમ (Colosseum)ની મુલાકાતે પણ ગયા હતા, જ્યાં પીએમ મેલોનીએ મોદી સાથે સેલ્ફી શેર કરતા લખ્યું હતું, વેલકમ માય ફ્રેન્ડ.” અગાઉ બંને નેતાઓએ સાથે ડિનર પણ લીધું હતું અને અનેક મહત્ત્વના મુદ્દાઓ પર અનૌપચારિક વાતચીત કરી હતી.

'Melodi' Diplomacy

‘Melodi’ Diplomacy: ભારત-ઈટાલી વચ્ચે ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ’ પર નજર

પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આગામી ઔપચારિક વાતચીતમાં ભારત-ઈટાલી મિત્રતાને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા ચાલુ રહેશે. આ પ્રવાસ દરમિયાન બંને દેશો પોતાના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવતા તેને ‘સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ’નો દરજ્જો આપવા અંગે ચર્ચા કરી શકે છે. બંને દેશો વચ્ચે હવે વાર્ષિક નિયમિત બેઠકો શરૂ કરવા પર પણ વિચારણા થઈ રહી છે. સંરક્ષણ, ગ્રીન એનર્જી, વિજ્ઞાન અને નવી ટેકનોલોજીના ક્ષેત્રમાં સતત સહયોગ વધી રહ્યો છે.

‘Melodi’ Diplomacy: 14 અબજ યુરોનો વેપાર

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઈટાલી વચ્ચેના આર્થિક સંબંધોમાં ભારે તેજી આવી છે. હાલમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 14 અબજ યુરો (આશરે ₹14 લાખ કરોડ) થી વધુનો છે. આગામી સમયમાં બંને દેશો મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ, મશીનરી, ફાર્મા અને સંરક્ષણ ક્ષેત્રમાં વધુ રોકાણ વધારવા માટે સત્તાવાર મંત્રણા કરશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદના અખબારનગરમાં NRI દંપતીના ઘરે લાખોની ચોરી, ઘરકામ કરતી મહિલા શંકાના દાયરામાં

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે