પાકિસ્તાન ની ગુપ્ત એજન્સી ISI અને આતંકવાદીઓ માટે કામ કરનારા વિરુદ્ધ જમ્મુ-કાશ્મીરમાં મોટી કાર્યવાહી કરવામાં આવ છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આ મામલે ત્રણ અધિકરીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કરી દીધા છે. તેમાં કાશ્મીર યુનિવર્સિટીના પબ્લિક રિલેશન ઓફિસર ફહીમ અસલમ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઓફિસર મુરવત હુસૈન મીર અને પોલીસ કોન્સ્ટેબલ અરશદ અહેમદ થોકરના નામ સામેલ છે. હવે તેમની સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમના પર આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવાનો અને આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકત્ર કરવાનો આરોપ છે. સરકારના પગલાથી સમગ્ર જમ્મુ કાશ્મીર ના અધિકારીઓમાં સન્નાટો વ્યાપી ગયો છે,
ગત સપ્તાહમાં જ પ્રતિબંધિત જૂથોને પુનર્જીવિત કરવાના ષડયંત્રના સંબંધમાં 55 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી કેટલાક લોકો હોટલમાં મીટિંગ કરતા ઝડપાયા હતા. આ બેઠકોમાં ઘણા અલગતાવાદી નેતાઓ અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થઈ ચૂકેલા લોકો સામેલ થયા હતા. પોલીસનું કહેવું છે કે આ લોકો જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને હુર્રિયત જેવા પ્રતિબંધિત સંગઠનોને પુનર્જીવિત કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા.
પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા લોકો પાકિસ્તાની આકાઓના ઈશારા પર કામ કરી રહ્યા હતા. તેઓ રાજ્યમાં અલગતાવાદી પ્રોપેગેન્ડા ફેલાવવામાં પણ સામેલ રહી ચૂક્યા છે.
પાકિસ્તાન ની ગુપ્ત એજન્સી ISI અને આતંકવાદીઓ માટે કામ કરનારા વિરુદ્ધ જમ્મુ-કાશ્મીરમાં મોટી કાર્યવાહી કરવામાં આવ છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આ મામલે ત્રણ અધિકરીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કરી દીધા છે. તેમાં કાશ્મીર યુનિવર્સિટીના પબ્લિક રિલેશન ઓફિસર ફહીમ અસલમ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઓફિસર મુરવત હુસૈન મીર અને પોલીસ કોન્સ્ટેબલ અરશદ અહેમદ થોકરના નામ સામેલ છે. હવે તેમની સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તેમના પર આતંકવાદી વિચારધારાનો પ્રચાર કરવાનો અને આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકત્ર કરવાનો આરોપ છે. સરકારના પગલાથી સમગ્ર જમ્મુ કાશ્મીરના અધિકારીઓમાં સન્નાટો વ્યાપી ગયો છે,