પત્ની સાથેના વિવાદે ફોન મિકેનિકને બનાવી દીધો ગેંગસ્ટર; ગોગામેડી હત્યા કેસના સૂત્રધાર રોહિત ગોદારાની કર્મ કુંડળી

2
232
Who is Rohit Godara
Who is Rohit Godara

Who is Rohit Godara : કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી (Gogamedi Murder Case)ની હત્યામાં બિકાનેરમાંથી એક મોટું નામ સામે આવી રહ્યું છે તે નામ છે રોહિત ગોદારા ઉર્ફે રોહિત સ્વામી.

રોહિત ગોદારાએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. જે બાદ તેણે મોબાઈલની દુકાન પણ કરી હતી. લુણકરણસર અને બિકાનેરમાં લગ્ન કર્યા બાદ તેને તેની પત્ની સાથે મતભેદો થવા લાગ્યા હતા. રોહિત ગોદરાના સાસરિયાઓએ તેની સામે દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવ્યો અને શરૂ થયો નવા ગેંગસ્ટરનો ઉદય.

Rohit Godara 1

ગોદારા પહેલીવાર જેલમાં ગયો, બાદ તે ધીરે ધીરે ગુથલી ગેંગ, મોનુ ગેંગ અને લોરેન્સ ગેંગના સંપર્કમાં આવ્યો. આ રીતે એક સામાન્ય મોબાઈલ મિકેનિક તરીકે કામ કરનાર રોહિત ગોદારા મોટો ગેંગસ્ટર બની ગયો.

Rohit Godara Lawrence Bishnoi and Goldie Brar Gang 1

જેલમાં ગયા બાદ તે આ મોટા ગુંડાઓ સાથે સાંઠગાંઠ કરવા લાગ્યો હતો. આ પછી તેણે પોતાની ગેંગ બનાવી અને આજે વિદેશમાં બેસીને તે પોતાના સાગરિતો દ્વારા મોટા ષડયંત્રને અંજામ આપી રહ્યો છે.

  • સિંધુ મૂઝવાલા, રાજુ ઠેહત હત્યા કેસમાં પણ નામ સામેલ

ઉલ્લેખનીય કે રોહિત ગોદારા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા અને રાજુ ઠેહતના મર્ડર કેસ સાથે પણ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. રોહિત ગોદારા, લોરેન્સ વિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ માટે કામ કરે છે.

1 13

13 જૂન 2022ના રોજ ગોદરા દિલ્હીથી ફરાર થઈ ગયો હતો. તે નકલી પાસપોર્ટ પર દિલ્હીથી દુબઈ ભાગી ગયો હતો. તેણે નકલી પાસપોર્ટમાં પોતાનું નામ ‘પવન કુમાર’ લખ્યું હતું. ઈન્ટરપોલે ગોદારા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોદારા હાલમાં કેનેડામાં હાજર હોઈ શકે છે.

Rohit Godara – Sindhu Moozwala : ગોદારાનું નામ સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં પણ સામે આવ્યું હતું. તે સવાઈ ડેલાનાના મહેન્દ્ર સહારનની નજીક હોવાનું કહેવાય છે. પંજાબમાં મૂસેવાલાની હત્યા માટે વાહન આપવાના આરોપમાં મહેન્દ્ર સહારનનું નામ સામે આવ્યું હતું.

Sidhu Moosewala

Rohit Godara – Raju Thehat : ગેંગસ્ટર રાજુ ઠેહતની 2022માં રાજસ્થાનના સીકરમાં હત્યા કરવામાં આવી હતી. ફેસબુક પોસ્ટ કરીને રાજુની હત્યાની જવાબદારી રોહિત ગોદારાએ લીધી હતી. રોહિત ગોદારાએ કહ્યું હતું કે રાજુની હત્યા કરીને આનંદપાલ સિંહ અને બલબીર બાનુડાના મોતનો બદલો લેવામાં આવ્યો છે.

Rohit Godara Post

આ હત્યા માટે ગોદારાએ હરિયાણાના ભિવાનીની નવીન બોક્સર ગેંગનો સંપર્ક કર્યો, આ ટોળકીનો શાર્પ શૂટર એક વિદ્યાર્થી બનીને સીકર આવ્યો અને  એક મહિના સુધી રાજુની રેકી કરી. જે બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

Rohit Godara – Sukhdev Singh Gogamedi :લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ હત્યાની જવાબદારી લીધી અને કહ્યું કે ગોગામેડીએ તેના દુશ્મનોને ટેકો આપ્યો હતો તેથી તેની હત્યા કરવામાં આવી છે.

facebook post

2 COMMENTS

Comments are closed.