Home Main 2024ની ચૂંટણી માં ભાજપ માટે આસાન નથી રાહ, બાજી પલટી શકે છે...

2024ની ચૂંટણી માં ભાજપ માટે આસાન નથી રાહ, બાજી પલટી શકે છે આ સમીકરણો

0
559
INDIA VS NDA
INDIA VS NDA

લોકસભાની ચૂંટણી ભાજપ પીએમ મોદીના ચહેરાને ધ્યાને રાખીને લડે છે. મોદીના નામે 2014 અને 2019ની વૈતરણી પાર પાડનાર ભાજપ માટે 2024ની ચૂંટણી આસાન નહીં હોય. INDIA ગઠબંધનમાં દરાર ના પાડી તો ભાજપ માટે લક્ષ્યાંક ભારે પડશે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માં સમીકરણો અલગ અલગ હોવા છતાં પીએમ મોદી અને શાહ પોતાના સમીકરણો ગોઠવી રહ્યાં છે. દિલ્હીમાં 5 રાજ્યોની ચૂંટણી પહેલાં ચૂંટણી સમીતિની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં મુખ્ય ફોકસ રાજસ્થાન, એમપી અને છત્તીસગઢની ચૂંટણી છે. એમપી સિવાયના મુખ્ય 2 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે. ભાજપે લોકસભામાં વન વે જીત મેળવી છે પણ નીચે પ્રમાણેના સમીકરણો રહ્યાં તો ભાજપ માટે રાહ આસાન નહીં હોય. મોદી અને શાહ 2024ની ચૂંટણીમાં વન વે જીતના દાવા કરી રહ્યાં છે પણ જાણી લો શું આવી શકે છે સમસ્યાઓ…..

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 282 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી અને 2019ની લોકસભા ચૂંટણીમાં 303 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. મહારાષ્ટ્રની 48, કર્ણાટકની 28, બિહારની 40 અને પશ્ચિમ બંગાળની 42 લોકસભા બેઠકો સહિત કુલ 158 બેઠકો છે. જે સૌથી વધારે અગત્યની છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધને અહીંથી 124 બેઠકો જીતી હતી. જેમાં મહારાષ્ટ્રમાં તેના સહયોગી શિવસેનાની 18 બેઠકોનો સમાવેશ થાય છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા 135 સીટો જીતી છે. જ્યાં પાર્ટી 21 લોકસભા સીટો પર આગળ હતી. બીજી તરફ ભાજપ માત્ર 4 સીટો પર લીડ લઈ શકી હતી. આ 2019 (26 બેઠકો) ની સરખામણીમાં 22 બેઠકોનો ઘટાડો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેનું એનસીપી અને કોંગ્રેસ સાથે મહા વિકાસ અઘાડીમાં જોડાવું પણ ભાજપ માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. ઘણા સર્વે મહારાષ્ટ્રમાં આઘાડીને 30 થી 35 સીટો આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપ અહીં એક ડઝન બેઠકો સુધી મર્યાદિત રહી શકે છે. એટલે જ ભાજપ શરદ પવારને ગઠબંધનમાંથી તોડી લાવવા માટે  પ્રયાસો કરી રહ્યું છે. અહીં શરદ પવારના સહયોગ વિના 35થી 40 સીટો જીતવી ભાજપ ગઠબંધન માટે અઘરું છે. 

બિહાર અને બંગાળમાં ભાજપ માટે રસ્તો નથી આસાન 
બિહારમાં નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ એકસાથે લડી રહ્યા હોવાથી મજબૂત સામાજિક સમીકરણ તૈયાર છે. અહીં એનડીએને ગત વખતે 39 બેઠકો મળી હતી. આ વખતે તે પ્રદર્શનનું પુનરાવર્તન કરવું અશક્ય લાગી રહ્યું છે. બીજી તરફ, મમતા બેનર્જીના નેતૃત્વમાં ટીએમસી પશ્ચિમ બંગાળમાં મજબૂત બની છે. જો ભાજપ પોતાનું અગાઉનું પ્રદર્શન (18 લોકસભા બેઠકો) જાળવી રાખવામાં નિષ્ફળ જશે, તો બહુમતીનો માર્ગ સરળ નહીં હોય. એકંદરે, આ 158 બેઠકોમાંથી, જો ભાજપ 75ની આસપાસ પણ મેળવવામાં સફળ થાય છે, તો બહુમતી મેળવવી મુશ્કેલ બનશે. ભાજપે આ મામલાનો તોડ કાઢવો પડશે. ભાજપને ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને એમપી જેવા રાજ્યોમાં બહુમતિ મળી જવાની આશા છે પણ મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ અને કર્ણાટક જેવા રાજ્યો માથાનો દુખાવો બની શકે છે.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે