HomeMainખેડૂતો ની ન્યાય યાત્રાનો રેલો ગાંધીનગર પહોંચતા જ સરકાર બેકફુટ ઉપર !...

ખેડૂતો ની ન્યાય યાત્રાનો રેલો ગાંધીનગર પહોંચતા જ સરકાર બેકફુટ ઉપર ! આખરે આંદોલન સમેટાયું

બનાસકાંઠાના દિયોદર ખાતે અટલ ભુજલ યોજનામાં કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્યના સમર્થકે ખેડૂત અગ્રણીને લાફો માર્યો હતો. આ ઘટના દિવસેને દિવસે ઉગ્ર બની રહી હતી, ત્યારે ખેડૂતો ની ન્યાય યાત્રા આંદોલન અંગે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. સીએમ સાથે બેઠક કર્યા બાદ ખેડૂતો એ આંદોલન પુરું કરવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, ખેડૂતો ની ન્યાય યાત્રા અંતર્ગત ખેડૂત આગેવાનોને મુખ્યમંત્રી સાથે વાતચીત કરવા બોલાવ્યા હતા. મિટીંગ થયા ખેડૂતો એ પોતાનું આદોલન હાલ પુરતું સમેટી લીધુ છે, સાથે ખેડૂતો એ ચિમકી આપી છે કે તેમની વાત નહી માનવામા આંદોલન થશે,

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ખેડૂતોનું આંદોલન હાલ પૂરું કરવાની જાહેરાત તો કરી દીધી છે. ખેડૂતો આગેવાનોએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં અમને સંતોષ થયો છે અને અમારી તમામ માગણીઓ ઉપર સુધી પહોંચાડવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે. સરકારે વિશ્વાસ આપ્યો છે જે થતું હશે એ કરવામાં આવશે. પોલીસ તંત્રએ જવાબ આપ્યો છે કે બનાસકાંઠા સિવાયના બારના જિલ્લાના પોલીસ અધિકારીઓ પાસે સમગ્ર કેસની તપાસ કરાવવામાં આવશે. અત્યારે આંદોલન સમિતિ છીએ પણ જો ભવિષ્યમાં ન્યાય નહીં મળે તો ફરતી આંદોલન કરીશું. અમારી પર હુમલો કર્યો હતો એ ધારાસભ્યના ઇશારે કરવામાં આવ્યો હતો એટલે એમનું રાજીનામુ લેવામાં આવે એ પ્રકારની અમારી માગણી છે. આ આંદોલનમાં રાકેશ ટિકેટ અમારા નેતા છે, એ ખેડુતો ના આંદોલનમાં આવવાના હતા. 18 તારીખે આવવાના હતા. મુખ્યમંત્રીએ બે દિવસ પહેલા અમારી વાત સાંભળી છે. ત્યારે ખેડૂતોએ ચિમકી

નોંધનીય છે કે, ખેડૂતો એ ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે ગાંધીનગર સુધી ન્યાયયાત્રા શરૂ કરી હતી. આ યાત્રા આજે છઠ્ઠા દિવસે મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચી છે. જોકે, અહીં પોલીસ કાફલો ખડકી દેવાતા ખેડૂત અગ્રણીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ મામલો સંભાળતા ખેડૂતો આગેવાનોને બોલાવ્યા હતા.

શું હતો મામલો
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં 7મી ઓગસ્ટે અટલ ભૂજળ જળ યોજના અંતગર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને અધિકારીઓની હાજરીમાં ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીએ દિયોદરના ખેડૂતોની સમસ્યાના સવાલો કર્યા હતા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ અમરજી ઠાકોર નામની એક વ્યક્તિએ અમરાભાઈ ચૌધરીને જાહેરમાં બે લાફા ઝીંકી દીધા હતા.

જેનો વીડિયો પણ સોશિયલ મીડિયમાં વાઇરલ થયો હતો. આ મામલે અમરાભાઈએ આક્ષેપ લગાવ્યો હતો કે ધારાસભ્યના સમર્થકે તેમના પર હુમલો કર્યો હતો, જે બાદ હુમલો કરનારી વ્યક્તિ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અમરત ઠાકોર સામે ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી, જોકે તેને જામીન મળી ગયા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments