Home ipl 2026 IPL 2026: ઈડન ગાર્ડન્સમાં આજે KKR અને પંજાબ કિંગ્સ વચ્ચે જંગ; કોલકાતા...

IPL 2026: ઈડન ગાર્ડન્સમાં આજે KKR અને પંજાબ કિંગ્સ વચ્ચે જંગ; કોલકાતા માટે જીતનું ખાતું ખોલવાનો પડકાર

0
249
IPL 2026
IPL 2026

IPL 2026: IPL 2026ની 12મી મેચ આજે સાંજે 7:30 વાગ્યે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને શાનદાર ફોર્મમાં ચાલી રહેલી પંજાબ કિંગ્સ (PBKS) સામસામે ટકરાશે. કોલકાતા તેની શરૂઆતની બંને મેચ હારી ચૂક્યું છે, જ્યારે પંજાબે ગુજરાત અને ચેન્નઈ જેવી મજબૂત ટીમોને હરાવીને વિજયી શરુઆત કરી છે.

IPL 2026

IPL 2026: આમને-સામનેનો રેકોર્ડ (Head-to-Head)

રેકોર્ડની દૃષ્ટિએ કોલકાતાનો પક્ષ ભારે રહ્યો છે:

  • કુલ મેચ: 35
  • KKR ની જીત: 21
  • PBKS ની જીત: 13
  • અનિર્ણિત: 01 ઈડન ગાર્ડન્સ પર પણ KKR નો હાથ ઉપર છે, જ્યાં તેઓએ પંજાબ સામે 14 માંથી 9 મેચ જીતી છે.
IPL 2026

IPL 2026: સ્ટાર પર્ફોર્મર્સ પર નજર

  • કોલકાતા (KKR): યુવા ખેલાડી અંગક્રિષ રઘુવંશી શાનદાર ફોર્મમાં છે, તેણે 2 મેચમાં 2 અડધી સદી સાથે 103 રન બનાવ્યા છે. બોલિંગમાં બ્લેસિંગ મુઝરબાની એ 4 વિકેટ ઝડપી છે.
  • પંજાબ (PBKS): કૂપર કોનોલી 108 રન સાથે બેટિંગમાં પંજાબની કરોડરજ્જુ સાબિત થઈ રહ્યો છે. જ્યારે બોલિંગમાં વિજયકુમાર વૈશાખ 2 મેચમાં 5 વિકેટ લઈને ઘાતક સાબિત થયો છે.
IPL 2026

પિચ અને હવામાનનો મિજાજ

ઈડન ગાર્ડન્સની પિચ બેટિંગ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. અહીં રમાયેલી છેલ્લી મેચમાં હૈદરાબાદે 226 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. જોકે, ક્રિકેટ પ્રેમીઓ માટે ચિંતાના સમાચાર એ છે કે આજે કોલકાતામાં વરસાદની 57% સંભાવના છે, જે મેચમાં ખલેલ પહોંચાડી શકે છે.

બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-12

  • KKR: અજિંક્ય રહાણે (કેપ્ટન), કેમરન ગ્રીન, અંગક્રિષ રઘુવંશી, રિંકુ સિંહ, રમનદીપ સિંહ, અનુકૂલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી, બ્લેસિંગ મુઝરબાની, ફિન એલન.
  • PBKS: પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાનસેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, પ્રિયાંશ આર્ય.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતના ત્રણ મોટા શહેરોની RTO કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી ભારે અફરાતફરી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે