Home State Gujarat Inferno in Sanand: સાણંદમાં ફેક્ટરીમાં ભીષણ આગ મોરૈયાની કલર કંપનીમાં કેમિકલના કારણે...

Inferno in Sanand: સાણંદમાં ફેક્ટરીમાં ભીષણ આગ મોરૈયાની કલર કંપનીમાં કેમિકલના કારણે આગે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા!

0
212
Inferno in Sanand
Inferno in Sanand

Inferno in Sanand: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના અગ્રણી ઔદ્યોગિક હબ ગણાતા સાણંદમાં આજે એક મોટી દુર્ઘટના સામે આવી છે. સાણંદના મોરૈયા વિસ્તારમાં આવેલી એક ખાનગી કલર બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભયાવહ હતી કે ફેક્ટરીમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા.

Inferno in Sanand: કેમિકલના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી

મળતી માહિતી અનુસાર, આ ફેક્ટરીમાં કલર અને તેમાં વપરાતા જ્વલનશીલ કેમિકલનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. કેમિકલ હોવાના કારણે આગે જોતજોતામાં આખી ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી હતી અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ફેક્ટરીની અંદરથી આગની મોટી-મોટી જ્વાળાઓ નીકળતી જોઈને ત્યાં કામ કરતા શ્રમિકો અને આસપાસની કંપનીના લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા.

Inferno in Sanand

Inferno in Sanand: ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે, યુદ્ધના ધોરણે કામગીરી

ઘટનાની જાણ થતાં જ સાણંદ અને આજુબાજુના ફાયર સ્ટેશનો પરથી ફાયર ફાઈટરોની ગાડીઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. કેમિકલની આગ હોવાથી ફાયર વિભાગના જવાનોએ પાણી અને ખાસ ‘ફોમ’ (Foam) નો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.

Inferno in Sanand: આગનું કારણ હજુ અકબંધ

આગ કયા કારણોસર લાગી (શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામી) તેની સત્તાવાર વિગતો હજુ સુધી જાણી શકાઈ નથી. આ સાથે જ દુર્ઘટના સમયે ફેક્ટરીની અંદર કોઈ મજૂર કે સ્ટાફ ફસાયેલો છે કે કેમ, તે અંગે પણ હજુ સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. પોલીસ અને ફાયર વિભાગ હાલ પ્રાથમિક રીતે આગ પર કાબૂ મેળવવા અને રેસ્કયૂ કામગીરી પર જ પૂરતું ધ્યાન આપી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 છત્તીસગઢમાં ગુજરાતના તસ્કરોનો મોટો પર્દાફાશ કારની સિક્રેટ ચેમ્બરમાંથી ₹9 કરોડનું સોનું ઝડપાયું, અંબિકાપુરમાં 95 કિલો ચાંદી જપ્ત!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે