Home Desh God of Cricket in Ahmedabad: અમદાવાદમાં ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓને...

God of Cricket in Ahmedabad: અમદાવાદમાં ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓને ગુરુમંત્ર આપતાં કહ્યું- ‘શોર્ટકટ લેશો તો દુનિયા સામે ખુલ્લા પડી જશો!’

0
254
God of Cricket in Ahmedabad
God of Cricket in Ahmedabad

God of Cricket in Ahmedabad: અમદાવાદના એસ.જી. રોડ પર વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલા શંકુસ ફાર્મ ખાતે કાર્યરત ‘SRT10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સીલન્સ સ્પોર્ટ્સ એકેડમી’માં એક અદભુત અને પ્રેરણાદાયી માહોલ જોવા મળ્યો હતો. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આજે આ એકેડમીની મુલાકાત લઈને ઉભરતા યુવા ક્રિકેટર્સ, તેમના માતા-પિતા અને કોચિંગ સ્ટાફ સાથે ખાસ સંવાદ સાધ્યો હતો. સચિને પોતે મેદાન પર ઉતરીને બાળકો સાથે સમય વિતાવ્યો હતો, જે ઉપસ્થિત તમામ લોકો માટે ‘લાઈફ ટાઈમ મેમરી’ બની ગઈ હતી.

God of Cricket in Ahmedabad: ‘ટેલેન્ટ ભગવાન આપે છે, પણ મહેનત તમારા હાથમાં છે’

God of Cricket in Ahmedabad

યુવા ખેલાડીઓમાં જોશ પૂરતાં સચિન તેંડુલકરે સફળતાનો મોટો મંત્ર આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે:

મેં એવા ઘણા સુપર ટેલેન્ટેડ ક્રિકેટરો જોયા છે જેઓ ક્યારેય સફળ થઈ શક્યા નથી, કારણ કે તેમણે પોતાની ટેલેન્ટની કદર ન કરી. જો ભારતીય ટીમમાં સ્થાન મેળવવું હોય તો કોઈ જ શોર્ટકટ નથી, અહીં ઘણા બલિદાન આપવા પડે છે. જો તમે શોર્ટકટ લેશો, તો આખી દુનિયા સામે ખુલ્લા પડી જશો!”

તેમણે વધુમાં ઉમેર્યું કે મેદાન પર દર વખતે જીત કે સક્સેસ મળે તેની કોઈ ગેરંટી નથી હોતી, પરંતુ પૂરી તૈયારી, શિસ્ત અને ફોકસ રાખવું એ માત્ર ને માત્ર ખેલાડીના પોતાના હાથમાં છે.

God of Cricket in Ahmedabad: પાયાના સ્તરે રોકાણ અને તણાવમુક્ત રમત પર ભાર

સચિને ભારતના રમતગમતના ભવિષ્ય અંગે વાત કરતા જણાવ્યું કે, કોઈ બાળક ક્યાંથી શરૂઆત કરે છે તે મહત્ત્વનું નથી, પણ તેને આગળ વધવાની તક મળે છે કે નહીં તે જરૂરી છે. આપણે પાયાના સ્તરે (Grassroot level) ગંભીરતાથી રોકાણ કરવું પડશે અને બાળકોને કોઈ પણ ભય કે દબાણ વગર રમતનો આનંદ માણવા દેવો જોઈએ. રમતથી બાળકો માત્ર ક્રિકેટ નથી શીખતા, પરંતુ શિસ્ત, ટીમવર્ક અને આત્મવિશ્વાસ પણ કેળવે છે.

God of Cricket in Ahmedabad: સચિનના સમર્થનથી શરૂ થયેલી ભારતની આ બીજી એકેડમી

God of Cricket in Ahmedabad
  • વિશેષતા: નવી મુંબઈ ખાતેની ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં આવેલી ફ્લેગશિપ એકેડમી બાદ, સચિન તેંડુલકરના સમર્થનથી શરૂ થયેલી ભારતની આ આખી બીજી એકેડમી છે.
  • ઉદ્દેશ્ય: આ વર્ષની શરૂઆતમાં શરૂ થયેલી આ એકેડમી માત્ર ટેકનિકલ કુશળતા જ નહીં, પરંતુ ખેલાડીઓના સર્વાંગી વિકાસ, ફિટનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનસિક મજબૂતી પર કામ કરે છે.

યુવા સપનાદ્રષ્ટાઓમાં નવો આત્મવિશ્વાસ જાગ્યો”

God of Cricket in Ahmedabad

એકેડમીના સીઇઓ ચિરાગ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સચિન તેંડુલકરની હાજરીથી યુવા ખેલાડીઓમાં આત્મવિશ્વાસ અને ઉદ્દેશ્યની નવી લાગણી જાગી છે. અમારી એકેડમી નમ્રતા, કઠોર પરિશ્રમ અને શિસ્તના પાયા પર ઊભી છે, અને સચિન પાજીની હાજરીએ આ મૂલ્યોને જીવંત કરી દીધા છે.”

આ કાર્યક્રમમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઉભરતા ખેલાડીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા. આ મુલાકાતે સાબિત કર્યું છે કે અમદાવાદ હવે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: છત્તીસગઢમાં ગુજરાતના તસ્કરોનો મોટો પર્દાફાશ કારની સિક્રેટ ચેમ્બરમાંથી ₹9 કરોડનું સોનું ઝડપાયું, અંબિકાપુરમાં 95 કિલો ચાંદી જપ્ત!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે