Home Desh Mega Gold Bust: છત્તીસગઢમાં ગુજરાતના તસ્કરોનો મોટો પર્દાફાશ કારની સિક્રેટ ચેમ્બરમાંથી ₹9...

Mega Gold Bust: છત્તીસગઢમાં ગુજરાતના તસ્કરોનો મોટો પર્દાફાશ કારની સિક્રેટ ચેમ્બરમાંથી ₹9 કરોડનું સોનું ઝડપાયું, અંબિકાપુરમાં 95 કિલો ચાંદી જપ્ત!

0
236
Mega Gold Bust
Mega Gold Bust

Mega Gold Bust: છત્તીસગઢ પોલીસે બે અલગ-અલગ મોટી કાર્યવાહી કરીને કરોડો રૂપિયાનું બિનહિસાબી સોનું, ચાંદી અને સેંકડો મોબાઈલ ફોન ઝડપી પાડ્યા છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં ગુજરાતના રાજકોટના ૩ શખ્સો સહિત કુલ ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Mega Gold Bust: કારની ગુપ્ત ચેમ્બર અને ₹9.17 કરોડનું સોનું

Mega Gold Bust

મહાસમુન્દ જિલ્લાની સિંઘોડા પોલીસે NH-353 પર આવેલી રેહટીખોલ ચેક પોસ્ટ પાસે ઓડિશા તરફથી આવતી એક ફોક્સવેગન વર્ટસ કાર (GJ 03 NP 4230)ને રોકી હતી. પ્રાથમિક પૂછપરછમાં કારમાં સવાર ૩ યુવકોના જવાબો શંકાસ્પદ જણાતા પોલીસે વાહનની ઝીણવટભરી તપાસ કરી હતી.

તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, જ્યારે કારની પાછળની સીટમાં બનાવેલી એક સ્પેશિયલ સિક્રેટ ચેમ્બર’ મળી આવી હતી. આ ચેમ્બરમાંથી:

  • કુલ વજન: 7.5 કિલોથી વધુ (7512.488 ગ્રામ) સોનાના દાગીના.
  • કિંમત: આશરે ₹9 કરોડ 17 લાખ 84 હજાર.
  • પેકિંગ: 2 બેગની અંદર રાખેલા 6 પ્લાસ્ટિકના ડબ્બામાંથી આ સોનું મળ્યું હતું.
Mega Gold Bust

Mega Gold Bust: રાજકોટના ૩ શખ્સોની ધરપકડ

Mega Gold Bust

કારમાં સવાર ત્રણેય યુવકો ગુજરાતના રાજકોટના રહેવાસી છે. પકડાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે:

  1. જયેશ અકબરી (32 વર્ષ)
  2. સુનીત કારેના (22 વર્ષ)
  3. રૂષિ અગ્રાવત (26 વર્ષ)

આરોપીઓ સોના અંગેના કોઈ પણ કાયદેસરના દસ્તાવેજો કે કાગળો રજૂ કરી શક્યા ન હતા, જેથી પોલીસે ₹10 લાખની કાર સહિત કુલ ₹9.27 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કેસની ગંભીરતા જોઈને ઇનકમ ટેક્સ (IT) અને ડીઆરઆઈ (DRI)ને પણ તપાસમાં સામેલ કરવામાં આવી છે.

Mega Gold Bust: બીજી મોટી કાર્યવાહી: અંબિકાપુરમાં 95 કિલો ચાંદી અને 760 મોબાઈલ ઝડપાયા

Mega Gold Bust

બીજા એક કિસ્સામાં, અંબિકાપુરની ગાંધીનગર પોલીસે બનારસ રોડ પર ચેકિંગ દરમિયાન એક ઓમ્ની કારને રોકી હતી. આ કારમાંથી પોલીસે:

  • 95.5 કિલો જૂની ચાંદીની પાયલ (ઝાંઝર)
  • 760 નંગ જૂના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે.
Mega Gold Bust

આ મામલે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના ૫ શખ્સો (સેન્ટુ શેખ, ગફ્ફાર શેખ, અસિમ શેખ, ઇબ્રાહિમ શેખ અને માશદુલ શેખ)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આ જૂના મોબાઈલ ફોનનો ઉપયોગ સાયબર ફ્રોડ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થવાનો હતો. તમામ આરોપીઓને જેલ ભેગા કરી દેવાયા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં પણ મોંઘવારીનો ભડકો 5 દિવસમાં બીજી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા; જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર થશે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે