Home Desh Indian Cricket Shocker: ભારતીય ક્રિકેટ ટીમમાં વૈભવનો સુર્ય આસમાને, ૧૫ વર્ષના વૈભવ...

Indian Cricket Shocker: ભારતીય ક્રિકેટ ટીમમાં વૈભવનો સુર્ય આસમાને, ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી; સૂર્યા આઉટ, શ્રેયસ અય્યર T20નો નવો કેપ્ટન

0
135
Indian Cricket Shocker
Indian Cricket Shocker

Indian Cricket Shocker: બીસીસીઆઈ (BCCI) દ્વારા આગામી ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ પ્રવાસ અને સપ્ટેમ્બરમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય T20 અને વન-ડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમ સિલેક્શને ભારતીય ક્રિકેટ ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે. એક તરફ ૧૫ વર્ષના અદભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ટીમમાં સ્થાન મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે, તો બીજી તરફ ભારતને સતત ચેમ્પિયન બનાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ છીનવી તેને ટીમમાંથી જ બહાર કરી દેવાયો છે! તેમની જગ્યાએ શ્રેયસ અય્યરને T20 ફોર્મેટનો નવો કિંગ એટલે કે કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Indian Cricket Shocker

Indian Cricket Shocker: વૈભવ સૂર્યવંશી: સચિન અને શેફાલીનો રેકોર્ડ તોડનાર નવો ‘વન્ડર બોય’

માત્ર ૧૫ વર્ષ અને ૭૧ દિવસની ઉંમરે ભારતીય ટીમમાં પસંદગી પામીને વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ભારત માટે સિલેક્ટ થનારો ઓલ-ટાઇમ સૌથી યુવા ક્રિકેટર બની ગયો છે.

  • તોડ્યો શેફાલીનો રેકોર્ડ: આ પહેલા મેન્સ અને વુમન્સ બંને ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે (૧૫ વર્ષ, ૨૨૦ દિવસ) સિલેક્ટ થવાનો રેકોર્ડ શેફાલી વર્માના નામે હતો, જેને વૈભવે ૧૪૯ દિવસના અંતરથી તોડી નાખ્યો છે.
  • સચિન પણ પાછળ છૂટ્યા: મેન્સ ક્રિકેટમાં આ રેકોર્ડ ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકર (૧૬ વર્ષ, ૧૯૪ દિવસ) ના નામે હતો. જો વૈભવને આગામી પ્રવાસમાં પ્લેઇંગ-11 માં તક મળશે, તો તે ભારત માટે ડેબ્યૂ કરનારો પણ સૌથી યુવા પ્લેયર બની જશે.

IPL 2026 નો સુપરકિંગ: વૈભવની આ પસંદગી પાછળ તેનું તાજેતરનું ફોર્મ જવાબદાર છે. IPL 2026 માં તેણે ઓરેન્જ કેપ જીતતા ૭૭૬ રન ફટકાર્યા હતા. એટલું જ નહીં, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, ઇમર્જિંગ પ્લેયર અને ૩૬ બોલમાં સદી ફટકરાવાનો એવોર્ડ પણ તેણે પોતાના નામે કર્યો હતો.

Indian Cricket Shocker

Indian Cricket Shocker: મોટો આંચકો: વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યા ટીમમાંથી આઉટ, શ્રેયસની કેપ્ટન તરીકે વાપસી

આ સિલેક્શનનો સૌથી મોટો ઝટકો સૂર્યકુમાર યાદવ (SKY) ને લાગ્યો છે. સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતે તાજેતરમાં જ (૮ માર્ચ ૨૦૨૬ના રોજ) T20 વર્લ્ડ કપ જીત્યો હતો અને ભારત ટાઇટલ ડિફેન્ડ કરનારો દુનિયાનો પહેલો દેશ બન્યો હતો. સૂર્યાનો કેપ્ટન તરીકેનો ટ્રેક રેકોર્ડ અદભુત (૮૦.૭૬% જીત) રહ્યો છે. પરંતુ, ખરાબ ફોર્મના કારણે (T20 વર્લ્ડ કપમાં ૨૪૨ રન અને IPLમાં માત્ર ૨૦.૭૬ની એવરેજ) તેને કેપ્ટનશીપ ગુમાવવી પડી છે એટલું જ નહીં, તેને ટીમમાં પણ સ્થાન મળ્યું નથી.

બીજી તરફ, અઢી વર્ષથી T20 ટીમમાંથી બહાર રહેલા શ્રેયસ અય્યરનું શાનદાર કમબેક થયું છે અને તેને સીધો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રેયસે IPL 2026 માં પંજાબ કિંગ્સ માટે ૧૬૮.૮૧ ના સ્ટ્રાઈક રેટથી ૪૯૮ રન બનાવ્યા હતા. આ સાથે જ યુવા બેટ્સમેન તિલક વર્માને T20 ટીમનો વાઇસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

Indian Cricket Shocker: વન-ડે ટીમમાં કોઈ ફેરફાર નહીં, ગિલ જ રહેશે કેપ્ટન

ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમાનારી વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમમાં કોઈ મોટો ફેરફાર કરાયો નથી. વન-ડે ફોર્મેટમાં સ્ટાર ઓપનર શુભમન ગિલ જ ભારતની કમાન સંભાળશે.

નોંધનીય છે કે, ICC ટ્રોફી જીત્યા બાદ કેપ્ટનને હટાવવાની આ ઘટના ભારતીય ક્રિકેટમાં પહેલીવાર નથી બની. આ પહેલા માર્ચ ૨૦૨૫માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ઓક્ટોબરમાં રોહિતને હટાવીને શુભમન ગિલને વન-ડેના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા, અને હવે સૂર્યા સાથે પણ એવું જ થયું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સુવર્ણ મંદિરમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા, ઓપરેશન બ્લુ સ્ટારની વરસીએ વધારાયો સુરક્ષા બંદોબસ્ત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે