Home State Gujarat Gujarat Weather Update: ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી ધમાકેદાર 24 કલાક ભારે પવન સાથે...

Gujarat Weather Update: ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી ધમાકેદાર 24 કલાક ભારે પવન સાથે વરસાદનું ‘યલો એલર્ટ’, 15 જૂન આસપાસ ચોમાસાનું સત્તાવાર આગમન

0
102
Gujarat Weather Update
Gujarat Weather Update

Gujarat Weather Update: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી પૂર્ણ જોશમાં કાર્યરત છે, જેના કારણે આગામી 24 કલાક માટે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલ અરબી સમુદ્રના વધુ ભાગો, ગોવા અને કર્ણાટક (મેંગ્લોર) તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી 15 જૂન આસપાસ થવાની સંભાવના છે.

Gujarat Weather Update: આગામી 24 કલાક આ જિલ્લાઓમાં એલર્ટ (40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે)

Gujarat Weather Update

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

  • ઉત્તર અને મધ્ય ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર.
  • દક્ષિણ ગુજરાત: વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ રહેશે.
  • સૌરાષ્ટ્ર અને દીવ: સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

Gujarat Weather Update: અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ?

Gujarat Weather Update

અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. શહેરમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટું પડી શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41°C ની આસપાસ રહેવાની શક્યતા છે.

Gujarat Weather Update: 11 જૂન સુધીની સ્થિતિ: ક્યાં વરસાદ ઘટશે અને ક્યાં ચાલુ રહેશે?

Gujarat Weather Update

જેમ-જેમ દિવસો આગળ વધશે, તેમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં વાતાવરણ સંપૂર્ણ સૂકું થઈ જશે. જોકે, આગામી 6 થી 7 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે:

  • અહીં વરસાદ ચાલુ રહેશે: સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ.

Gujarat Weather Update: તાપમાનનો પારો ગગડ્યો

Gujarat Weather Update

પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી છે.

  • અમદાવાદ: 41.3°C (રાજ્યમાં સૌથી વધુ)
  • ગાંધીનગર: 40.7°C
  • સુરેન્દ્રનગર: 40.4°C

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક અઠવાડિયા દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ચોમાસાના આગમન સાથે જ ગરમીનો પારો વધુ ગગડશે.

વધુ સમાંચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભારતીય ક્રિકેટ ટીમમાં વૈભવનો સુર્ય આસમાને, ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી; સૂર્યા આઉટ, શ્રેયસ અય્યર T20નો નવો કેપ્ટન

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે