HomeGujaratMajor Reshuffle In Gujarat Police: જી.એસ. મલિક ગુજરાતના નવા કાયમી DGP, 5...

Major Reshuffle In Gujarat Police: જી.એસ. મલિક ગુજરાતના નવા કાયમી DGP, 5 મહિના બાદ ઇન્ચાર્જ શાસનનો અંત; અમદાવાદ CPની રેસમાં 3 દિગ્ગજો

Major Reshuffle In Gujarat Police: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા શનિવારે (6 જૂન) પોલીસ બેડામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સૌથી મોટા ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના પોલીસ કમિશનર અને 1993 બેચના સિનિયર IPS અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક (જી.એસ. મલિક)ને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 1 જાન્યુઆરી, 2026થી IPS કે.એલ.એન. રાવ ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત હતા. 5 મહિનાના લાંબા સમયગાળા બાદ હવે રાજ્યને કાયમી પોલીસ વડા મળ્યા છે. કે.એલ.એન. રાવ હવે CID ક્રાઇમ અને જેલ વિભાગમાં ડીજી તરીકે જ યથાવત રહેશે.

Major Reshuffle In Gujarat Police

Major Reshuffle In Gujarat Police: એપેક્સ સ્કેલ લેવલ મુજબ પગાર ધોરણ

રાજ્યપાલના આદેશથી જારી કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, જી.એસ. મલિકની આ નિમણૂક પે-મેટ્રિક્સના એપેક્સ સ્કેલ લેવલ 17 મુજબ ફિક્સ રૂ. 2,25,000ના પગાર ધોરણ સાથે કરવામાં આવી છે. આ આદેશની નકલ મુખ્યમંત્રી કચેરી, UPSC (નવી દિલ્હી) અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સહિત તમામ સંબંધિત વિભાગોને મોકલી દેવામાં આવી છે.

Major Reshuffle In Gujarat Police

Major Reshuffle In Gujarat Police: અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં આ 3 નામ મોખરે

જી.એસ. મલિકના પ્રમોશન બાદ હવે અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર મળશે. હાલ આ પ્રતિષ્ઠિત પદ માટે 3 સિનિયર અધિકારીઓના નામની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે:

  1. અનુપમસિંહ ગેહલોત (હાલ સુરત CP)
  2. મનોજ શશીધરન (CBI)
  3. પિયુષ પટેલ (ACB ડાયરેક્ટર)

શરદ સિંઘલને મળી શકે છે વધારાનો ચાર્જ: જ્યાં સુધી અમદાવાદના નવા કાયમી પોલીસ કમિશનરની સત્તાવાર જાહેરાત ન થાય, ત્યાં સુધી ક્રાઇમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પાસે અમદાવાદ CP તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવી શકે છે.

Major Reshuffle In Gujarat Police

Major Reshuffle In Gujarat Police: જાણો કોણ છે રાજ્યના નવા પોલીસવડા જી.એસ. મલિક?

  • મૂળ નિવાસી અને શિક્ષણ: તેઓ મૂળ હરિયાણાના વતની છે. તેમણે શૈક્ષણિક ક્ષેત્રે B.Tech સાથે LLB ની પદવી મેળવેલી છે.
  • કેડર અને બેચ: જી.એસ. મલિક ગુજરાત કેડરના 1993 બેચના આઈપીએસ (IPS) અધિકારી છે.
  • મહત્વના પદો પર અનુભવ: અમદાવાદ CP તરીકે જુલાઈ 2023માં પદભાર સંભાળતા પહેલાં, તેઓ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર હતા. તેઓ દિલ્હીમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના ADG (ઉત્તર) અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ગુજરાત ફ્રન્ટિયરના આઇજી (IG) તરીકે પણ શાનદાર સેવા આપી ચૂક્યા છે.
  • લોકાભિમુખ કામગીરી: વડોદરામાં તેમના કાર્યકાળ દરમિયાન કમ્યુનિટી પોલીસિંગ અને ગરીબ બાળકો માટે મોડેલ સ્કૂલ બનાવવા જેવી લોકકલ્યાણની કામગીરી માટે તેઓ જાણીતા બન્યા હતા. આ ઉપરાંત, ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે તેમણે 17,500 લોકરક્ષક દળ (LRD) જવાનોની પારદર્શી અને સફળ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી.
  • સર્વોચ્ચ સન્માન: તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેમને ‘મેરીટોરીયસ સર્વિસ મેડલ’ અને દેશના પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી ધમાકેદાર 24 કલાક ભારે પવન સાથે વરસાદનું ‘યલો એલર્ટ’, 15 જૂન આસપાસ ચોમાસાનું સત્તાવાર આગમન

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments