Home State Gujarat Home Buyers Alert: અમદાવાદમાં ઘર ખરીદવું બનશે મોંઘું: 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં...

Home Buyers Alert: અમદાવાદમાં ઘર ખરીદવું બનશે મોંઘું: 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં 10% સુધીનો તોતિંગ વધારો, જાણો શું છે કારણો

0
94
Home Buyers Alert
Home Buyers Alert

Home Buyers Alert: શહેરમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહેલા મધ્યમ વર્ગ અને રોકાણકારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રેડાઈ (CREDAI) દ્વારા લેવામાં આવેલા તાજેતરના નિર્ણય મુજબ, આગામી 1 જુલાઈ 2026 થી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. 400થી વધુ બિલ્ડરોની બેઠકમાં સર્વાનુમતે લેવાયેલા આ નિર્ણયને પગલે નવા અને ચાલુ પ્રોજેક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવશે.

Home Buyers Alert: કેવી રીતે વધશે ભાવ?

ક્રેડાઈના જણાવ્યા અનુસાર, બાંધકામના સ્ટેજ મુજબ ભાવમાં વધારો અમલી બનશે:

  • નવા પ્રોજેક્ટ્સ: જે પ્રોજેક્ટ્સ તાજેતરમાં શરૂ થયા છે, તેમાં સીધો 10% નો ભાવ વધારો ઝીંકવામાં આવશે.
  • ચાલુ પ્રોજેક્ટ્સ: જે પ્રોજેક્ટ્સ પૂર્ણાહુતિના આરે છે અથવા પ્રગતિમાં છે, તેમાં સ્ટેજ પ્રમાણે 5% સુધીનો વધારો થશે.

Home Buyers Alert: કેમ લેવો પડ્યો આ નિર્ણય? (મુખ્ય કારણો)

Home Buyers Alert

પ્રોપર્ટીના ભાવ વધવા પાછળ વૈશ્વિક અને સ્થાનિક એમ બંને પરિબળો જવાબદાર છે:

  1. વૈશ્વિક યુદ્ધ અને મોંઘવારી: મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે. સિમેન્ટ, સ્ટીલ અને અન્ય રૉ મટીરિયલ્સના ભાવમાં 30% થી 50% સુધીનો વધારો થયો છે.
  2. મજૂરોની અછત: અન્ય રાજ્યોમાં ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પણ પરપ્રાંતીય મજૂરો હજુ પૂરતી સંખ્યામાં પરત ફર્યા નથી. લેબરની આ તંગીને કારણે બાંધકામની ગતિ ધીમી પડી છે અને પ્રોજેક્ટ કોસ્ટ વધી રહી છે.
  3. સમયમર્યાદાની સમાપ્તિ: અગાઉ ડેવલપર્સ દ્વારા 30 જૂન 2026 સુધી ભાવ સ્થિર રાખવાની ખાતરી અપાઈ હતી, જેની મુદત હવે પૂર્ણ થઈ રહી છે.

Home Buyers Alert:  રેરા (RERA) પાસે સમયમર્યાદા વધારવા માંગ

બાંધકામમાં વિલંબ થતાં બિલ્ડરોને રેરાના નિયમો મુજબ દંડ થવાની ભીતિ છે. આથી, ક્રેડાઈ દ્વારા સરકાર અને રેરા ઓથોરિટીમાં રજૂઆત કરવામાં આવી છે કે ‘ફોર્સ મેજર’ (અસાધારણ સંજોગો) હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા વધારી આપવામાં આવે.

નિષ્ણાતોનું માનવું છે કે: જો અત્યારે યુદ્ધ વિરામ થાય તો પણ સપ્લાય ચેઈન અને માર્કેટને સામાન્ય થતા 9 થી 12 મહિનાનો સમય લાગી શકે છે. આ સંજોગોમાં જૂન અંત સુધીનો સમય ગ્રાહકો માટે જૂના ભાવે પ્રોપર્ટી બુક કરાવવાની છેલ્લી તક સાબિત થઈ શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: જેતપુરમાં અરેરાટી ચારણિયા ગામે રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતાં અઢી વર્ષના માસૂમનું મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે