Home State Gujarat Historic Day for Gujarat:ધોલેરાના બાવળિયારીથી પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ, અવકાશ ક્ષેત્રે...

Historic Day for Gujarat:ધોલેરાના બાવળિયારીથી પ્રથમ ખાનગી રોકેટનું સફળ લોન્ચિંગ, અવકાશ ક્ષેત્રે નવો ઇતિહાસ રચાયો

0
313
રોકેટનું સફળ લોન્ચિંગ

Historic Day for Gujarat:ગુજરાત માટે 14 માર્ચ 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. અમેરિકામાં જે કામ ઈલોન મસ્કની ‘SpaceX’ કરી રહી છે, તે જ પથ પર હવે અમદાવાદનું સ્ટાર્ટઅપ ઓમસ્પેસ’ (OSRE) આગળ વધ્યું છે. રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ધોલેરાના બાવળિયારી ખાતેથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે.

Historic Day for Gujarat: મિશનની મુખ્ય વિશેષતાઓ:

Historic Day for Gujarat
  • સફળ ઉડાન: બપોરે 1 વાગ્યે બાવળિયારીના કામચલાઉ લોન્ચ પેડ પરથી રોકેટે આકાશ તરફ પ્રયાણ કર્યું અને આશરે 3 કિમીની ઊંચાઈ પ્રાપ્ત કરી.
  • ટેક્નિકલ ટેસ્ટિંગ: આ લોન્ચિંગ દરમિયાન પ્રોપલ્શન, એવિઓનિક્સ અને ઓટોનોમસ રિકવરી સિસ્ટમ જેવા જટિલ પાસાઓનું સફળ પરીક્ષણ થયું.
  • મેક ઇન ઇન્ડિયા: રોકેટની એરફ્રેમ કાર્બન ફાઇબર અને અદ્યતન મટીરિયલનો ઉપયોગ કરીને ઓમસ્પેસની અમદાવાદ સ્થિત લેબોરેટરીમાં જ તૈયાર કરવામાં આવી છે.

Historic Day for Gujarat: ‘ઇન્ફિનિટી વન’ માટે માર્ગ મોકળો

Historic Day for Gujarat

આ સફળતા બાદ હવે ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ઇન્ફિનિટી વન’ ના વિકાસ માટે રસ્તો સાફ થઈ ગયો છે. આ આખું મિશન IN-SPACe (ISRO) ની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એરપોર્ટ ઓથોરિટી અને કોસ્ટ ગાર્ડ જેવા વિભાગોએ પણ સહયોગ આપ્યો હતો.

 મહાનુભાવોની ઉપસ્થિતિ

Historic Day for Gujarat

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, સ્થાનિક ધારાસભ્ય કાળુ ડાભી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ જણાવ્યું હતું કે, આવા પ્રયોગોથી ગુજરાત સ્પેસ ટેક્નોલોજીમાં આત્મનિર્ભર બનશે અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.

આ પણ વાંચો :રાજકોટ AIIMSના ઇન્ટર્ન ડૉક્ટરનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત: સુસાઈડ નોટમાં ‘મેન્ટલી ડિસ્ટર્બ’ હોવાનો ઉલ્લેખ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે