HomeDeshDhanteras on November 6: આવતીકાલે ધનતેરસનો પવિત્ર તહેવાર: રાશિ પ્રમાણે સોનું, ચાંદી,...

Dhanteras on November 6: આવતીકાલે ધનતેરસનો પવિત્ર તહેવાર: રાશિ પ્રમાણે સોનું, ચાંદી, જમીન કે વાહનની ખરીદી કરો, જાણો શુભ મુહૂર્ત અને ધાર્મિક માન્યતાઓ

Dhanteras on November 6: દીપોત્સવના પર્વમાં ધનતેરસનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે. 6 નવેમ્બર 2026, શુક્રવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસથી દિવાળીના મુખ્ય ધાર્મિક અનુષ્ઠાનોની શરૂઆત થશે. પરંપરા અનુસાર ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો, વાહન અને નવી મિલકતની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન ધન્વંતરિ, માતા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસને ધન, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના સાથે જોડવામાં આવે છે.

Dhanteras on November 6: ધનતેરસનું શુભ મુહૂર્ત અને ખરીદીનો સમય

Dhanteras on November 6

પંચાંગની આપેલી માહિતી અનુસાર, 6 નવેમ્બરે સવારે 10:32 વાગ્યા સુધી આસો વદ બારસ રહેશે. ત્યારબાદ ત્રયોદશી એટલે કે ધનતેરસની તિથિ શરૂ થશે, જે 7 નવેમ્બરની સવારે 10:47 વાગ્યા સુધી રહેશે. આથી તિથિ દરમિયાન બંને દિવસ ખરીદી કરી શકાશે. જોકે, લક્ષ્મી-કુબેર પૂજા અને યમદીપદાન 6 નવેમ્બરની સાંજે કરવામાં આવશે. વેપારીઓ માટે આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. તેઓ નવા ધંધાકીય ચોપડાની ખરીદી, પૂજન અને નવા હિસાબની શરૂઆત કરે છે.

Dhanteras on November 6: ધનતેરસથી શરૂ થાય છે ત્રણ રાત્રિનાં ધાર્મિક અનુષ્ઠાન

સ્કંદ પુરાણમાં દીપોત્સવ સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધનતેરસની સવારે સ્નાન કરીને ભગવાનનું સ્મરણ અને અનુષ્ઠાનનો સંકલ્પ લેવાની પરંપરા છે. સાંજે યમરાજના નામે દીપદાન કરવામાં આવે છે. ત્યારબાદ ચતુર્દશીના દિવસે વિશેષ સ્નાન અને અમાવસ્યાના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ રીતે ધનતેરસથી દિવાળીના મુખ્ય ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થાય છે.

Dhanteras on November 6: શ્રીસૂક્ત અને પ્રાચીન ઇતિહાસમાં સોના-ચાંદીનું મહત્ત્વ

શ્રીસૂક્તમાં માતા લક્ષ્મીને સુવર્ણ આભા ધરાવતાં અને સોના-ચાંદીના આભૂષણોથી સજ્જ દર્શાવવામાં આવ્યાં છે. તેમની કૃપાથી ધન, સમૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. બ્રિટિશ ઇતિહાસકાર જેમ્સ ટોડે 1832માં પ્રકાશિત પોતાના પુસ્તક ‘એનાલ્સ એન્ડ એન્ટિક્વિટીઝ ઑફ રાજસ્થાન’માં ધનતેરસના દિવસે સિક્કાઓની પૂજા કરવાની પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે વેપારી સમુદાયમાં સિક્કાઓને માતા લક્ષ્મીનું પ્રતીક માનીને પૂજવાની પરંપરા પ્રચલિત હતી.

Dhanteras on November 6: સમુદ્રમંથનમાંથી પ્રગટ થયાં માતા લક્ષ્મી અને ધન્વંતરિ

શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં સમુદ્રમંથનની કથા વર્ણવવામાં આવી છે. દેવો અને અસુરોએ અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું મંથન કર્યું હતું. આ મંથન દરમિયાન વિવિધ રત્નો પ્રગટ થયાં હતાં. તેમાં દેવી લક્ષ્મી પણ પ્રગટ થયાં હતાં. ત્યારબાદ ભગવાન ધન્વંતરિ અમૃતકળશ લઈને પ્રગટ થયા હતા. તેમને આયુર્વેદના દેવતા માનવામાં આવે છે. આ જ પૌરાણિક માન્યતાને કારણે ધનતેરસના દિવસે ધન્વંતરિ જયંતી ઉજવવામાં આવે છે. લોકો સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના સાથે તેમની પૂજા કરે છે.

Dhanteras on November 6: લક્ષ્મી પૂજા સાથે જોડાયેલાં સાત શુભ પ્રતીકો

Dhanteras on November 6

સમુદ્રમંથનની કથા સાથે માતા લક્ષ્મીનાં સાત વિશેષ પ્રતીકો જોડાયેલાં છે. તેમાં હાથી, કમળ, સોનાનો કળશ, આભૂષણો, પીળાં રેશમી વસ્ત્રો, પંચગવ્ય અને ચંદન-કંકુનો સમાવેશ થાય છે. હાથીને રાજવૈભવ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. કમળ માતા લક્ષ્મીનું પ્રિય ફૂલ છે. સોનાનો કળશ પવિત્રતા અને શુભતાનું પ્રતીક છે. આભૂષણો ધન-વૈભવ દર્શાવે છે, જ્યારે પીળાં વસ્ત્રો અને વૈજયંતી માળાનો ઉલ્લેખ પણ પૌરાણિક કથામાં મળે છે. પંચગવ્ય અને ઔષધિઓનો સંબંધ અભિષેકની પરંપરા સાથે જોડાયેલો છે. ચંદન અને કંકુ દેવીના શૃંગારનો ભાગ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ઉત્તરકાશીમાં ગમખ્વાર અકસ્માત: ગંગોત્રી હાઇવે પર કાર નદીમાં ખાબકી, 4 ગુજરાતીઓનાં મોતના પ્રાથમિક અહેવાલ

Table of Contents

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments