ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે AMCએ જાહેર રસ્તાઓ પરના ખાડાઓની સમસ્યાને ક્યારેય ધ્યાન આપ્યું નથી.
ગુજરાત હાઇકોર્ટની બેન્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો કાઢતા પૂછ્યું કે, “તમે ક્યારેય જવાબ નથી આપતા કે ખાડાઓ કેમ થાય છે? તમે તે સમસ્યાને ક્યારેય સંબોધી નથી. તમે ઇચ્છો છો કે ખાડાઓ સમયાંતરે થાય? તમે અમને રસ્તાઓ નાખવાની સિસ્ટમ વિશે કહો”
AMCના વકીલે ચોમાસા પહેલા ઝડપથી હાથ ધરાયેલા કામની વિગતો રજૂ કરતી વખતે હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે રસ્તાઓ બનાવવા અંગેની ચોક્કસ પોલીસી માંગી છે.
AMC ના એન્જિનિયરો શું કરી રહ્યા છે? : HC
હાઈકોર્ટે પાછળથી વ્યાપકપણે ટિપ્પણી કરી કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એન્જિનિયરો હોવા છતાં, તે ટેન્ડર બહાર પાડતી વખતે રસ્તાના પરિમાણો નક્કી કરવા માટે થર્ડ પાર્ટી નિષ્ણાતો પર આધાર રાખે છે. “તમારા એન્જિનિયરો શું કરી રહ્યા છે? શું તેઓ માત્ર થર્ડ પાર્ટી સાથે સંકલન કરી રહ્યા છે?”
જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ સમીર દવેની ખંડપીઠે એડવોકેટ અમિત પંચાલ દ્વારા શહેરમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ, ખાડાઓ, પાર્કિંગની ભીડ અને રખડતા ઢોર અંગે કોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ AMCના અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવા માટે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે વધુ સુનાવણી 25 જુલાઈ પર મુલતવી રાખી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો