Gujju Love Guru’s Family: સોશિયલ મીડિયા જગતમાં જાણીતા ખજૂરભાઈએ દિવંગત કન્ટેન્ટ ક્રિએટર ‘ગુજ્જુ લવગુરુ’ના પરિવારને મદદ કરવા માટે મહત્વની જાહેરાત કરી છે. ખજૂરભાઈએ તેમના પરિવાર માટે ઘર બનાવી આપવાની વાત કરી છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
Gujju Love Guru’s Family: 2 કરોડ વ્યૂઝ માટે કન્ટેન્ટ ક્રિએટર્સને અપીલ

ખજૂરભાઈએ કન્ટેન્ટ ક્રિએટર્સને એક ખાસ અપીલ કરી છે. ગુજ્જુ લવગુરુના પરિવારને મદદ મળી રહે અને આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરવા જણાવાયું છે. તેમણે કન્ટેન્ટ ક્રિએટર્સને 2 કરોડ વ્યૂઝનું લક્ષ્ય રાખીને આ અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.
Gujju Love Guru’s Family: અકસ્માત બાદ પરિવાર પર સંકટ
‘ગુજ્જુ લવગુરુ’ તરીકે જાણીતા કન્ટેન્ટ ક્રિએટરનું થોડા દિવસો પહેલાં અકસ્માતમાં મોત થયું હતું. તેમના અવસાન બાદ પરિવાર પર મુશ્કેલીનો સમય આવ્યો છે. આવી સ્થિતિમાં ખજૂરભાઈ દ્વારા પરિવારને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર મદદ માટે અભિયાન
ખજૂરભાઈની અપીલ બાદ ચાહકો અને અન્ય કન્ટેન્ટ ક્રિએટર્સ પણ આ અભિયાન સાથે જોડાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા વધુ લોકો સુધી સંદેશ પહોંચાડીને પરિવારને સહાય મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખજૂરભાઈ દ્વારા ઘર બનાવી આપવાની જાહેરાતને પગલે તેમના ચાહકોમાં પણ ચર્ચા જોવા મળી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:સોમનાથ મંદિર અને ભાજપ કાર્યાલયોને બોમ્બથી ઉડાવવાની ધમકી;’અલ્લાહ હું અકબર, ખાલિસ્તાન’નો મેઈલમાં ઉલ્લેખ,

