Gujarati News: ભયંકર ગરમીની આગાહી. આ જિલ્લાઓમાં અપાયું  યેલો એલર્ટ, ગરમીથી બચવા આટલું ચોક્કસ કરજો   

0
147
Gujarati News
Gujarati News

Gujarati News:  ગુજરાત માં બે-ત્રણ દિવસથી ગરમીમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે રાજકોટ,અમરેલી અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં આકરો તાપ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા હીટ વેવને લઇને નવી આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, પોરબંદર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે. હીટ વેવના પગલે લોકોને સાવચેત રહેવા પણ જણાવવામાં આવ્યું છે.

Gujarati News

Gujarati News:   આગામી પાંચ દિવસ આ જિલ્લાઓમાં હીટ વેવની આગાહી

Gujarati News


હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, 22 માર્ચ એટલે કે આજે કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં હીટ વેવની શક્યતા છે. 23થી 26 માર્ચ દરમિયાન પણ કચ્છ, પોરબંદર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હીટ વેવની શક્યતા રહેલી છે.

Gujarati News:   હીટ વેવ દરમિયાન શું કરવું

Gujarati News


Gujarati News:   હીટ વેવ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. શરીર અને માથું ઢાંકીને રાખવું, સફેદ રંગના અને ખુલ્લા વસ્ત્રો પહેરવા જોઈએ. છત્રીનો ઉપયોગ કરવો, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધ નાગરિકો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ.

Gujarati News:   આ ઉપરાંત સીધા સુર્યપ્રકાશથી બચવું જોઈએ. વારંવાર ઠંડુ પાણી, લીંબુ શરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ-મીઠાનું દ્રાવણ અને ઓ.આર.એસ.લીકવીડ પૂરતા પ્રમાણમાં પીવા જોઈએ. બાળકો માટે કેસુડાના ફૂલ અને લીમડાના પાનનો સ્નાન માટેના પાણીમાં ઉપયોગ કરવો જોઈએ. શરીરનું તાપમાન નીચું આવે ત્યારે જ સ્નાન કરવું જોઈએ. છાંયડામાં રહેવું, બજારનો ખુલ્લો ખોરાક ના ખાવો અને બજારમાં વેચાતા બરફનો ઉપયોગ ન કરવો જોઈએ. દૂધ અને માવામાંથી બનેલી ફૂડ આઈટેમ્સ, ચા-કોફી અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરના 2 થી 4 કલાક સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ.

Gujarati News

Gujarati News:   ગરમીના દિવસોમાં માથાનો દુઃખાવો, પગની પીંડીઓમાં દુઃખાવો, શરીરનું તાપમાન ખુબ વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી-ઉબકા થવા, ચક્કર આવવા, આંખે અંધારા આવી જવા, બેભાન થઈ જવું, મૂંઝવણ થવી અને અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી એ લૂ લાગવાના મુખ્ય લક્ષણો છે. ગરમીની મોસમ દરમિયાન સારું આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત પીવું જોઈએ. રાત્રિ દરમિયાન કાળી દ્રાક્ષનું સેવન કરવું અને દિવસ દરમિયાન તરબૂચનું સેવન કરવું જોઈએ.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો