Cooking Oil :  હોળી આવતાની સાથે જ વધ્યા ખાદ્યતેલના ભાવ, આ વધારો તો તહેવાર બગાડશે  

0
147
Cooking Oil
Cooking Oil

Cooking Oil :   સામાન્ય રીતે તહેવારોમાં ખાદ્યતેલની માંગમાં વધારો નોંધાતો હોય છે, માંગ વધતા સામાન્ય રૂપે ભાવ વધતા હોય છે, બીજીબાજુ તહેવાર આવે એટલે તેલના ભાવમાં વધારો નોંધાય છે,  ત્યારે હોળી આવતાની સાથે જ તેલના ભાવમાં વધારો નોંધાયો છે, જોકે તેલની માંગ તહેવારને લઈને હજુ વધી નથી છતા પણ ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.         

Cooking Oil

Cooking Oil :   તહેવાર આવ્યો, ભાવ વધારો લાવ્યો

Cooking Oil :   હોળીના તહેવાર પહેલા કપાસિયા તેલ અને સીંગતેલના ભાવમાં ભડકો થયો છે. સીંગતેલમાં ડબ્બામાં સટ્ટાકીય ભાવ વધારો નોંધાયો છે. સીંગતેલ અને કપાસિયા તેલમાં 110થી 140 રૂૂપિયાનો પ્રતિ ડબ્બે વધારો નોંધાયો છે. આ સાથે જ રાજકોટમાં આજે ખૂલતા બજારે સીંગતેલ ડબ્બો 2740થી વધીને 2840 સુધી પહોંચી ગયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 1640થી વધીને 1740ને પાર પહોંચી ગયો છે. એક સપ્તાહમાં ડિમાન્ડ ન હોવા છતા સટોડિયાઓ દ્વારા કૃત્રિમ ભાવ વધારો કરી નાંખ્યો હોવાનું અનુમાન છે.

Cooking Oil

Cooking Oil :   ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાયા હતા. જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. લાંબા સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા પરંતુ હવે 2024માં ફરી આ વધારો ચાલું થયો છે. ત્યારે ગત ફેબ્રુઆરી મહિનામાં જ તેલના ભાવમાં વધારો કરાયો હતો. સીંગતેલના ભાવમાં સીધો 50 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે માર્ચ મહિનાના અંતમાં તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે.

Cooking Oil

Cooking Oil :   હોળીના તહેવાર પહેલા લોકો પર મોંઘવારીનો માર ઝીંકાયો છે. ગુજરાતમાં હંમેશા તહેવારો પહેલા જ તેલના ભાવમાં વધારો કરી દેવામાં આવે છે. જેથી લોકોનો તહેવાર બગડે છે. આ વખતે પણ હોળી પહેલા સીંગતેલ ડબ્બો 2740થી વધીને 2840 સુધી પહોંચી ગયો છે. તો કપાસિયા તેલનો ડબ્બો 1640થી વધીને 1740ને પાર પહોંચી ગયો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો