Gujarat Top News (04/03/24): ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહીં જાણો…  

0
323
Gujarat Top News (04/03/24): ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહીં જાણો…  
Gujarat Top News (04/03/24): ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહીં જાણો…  

Gujarat Top News: ગુજરાતમાં આજે શું રહી હલચલ..

Gujarat Top News
Gujarat Top News

Gujarat Top News: ગુજરાત રાજ્યમાં બની શું ઘટના, ગુજરાત સરકારે શું લીધા નિર્ણય તેમજ સમગ્ર રાજ્યના મુખ્ય ગુજરાતી સમાચાર (Gujarati Samachar) માટે આગળ વાંચો…

  • જે સમાચાર વાંચવા હોય તે લિંક પર ક્લિક કરો

ગાંધીનગર : અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને કર્યા રામ રામ
ગાંધીનગર : અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને કર્યા રામ રામ

ગાંધીનગર : અંબરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસને કર્યા રામ રામ

અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કરી શકે છે. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ મોઢવાડિયાનું રાજીનામું સ્વીકારવા માટે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર પહોંચી ગયા હતા. આ સાથે જ કોંગ્રેસને પાંચ કલાકમાં જ બીજો ઝટકો લાગ્યો છે.

1 Ambarish Der

અમરેલી : રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરનું કોંગ્રેસમાંથી રાજીનામું, કાલે ભાજપમાં જોડાશે

Ambarish Der : પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જોડાશે તેવી અટકળો ગઇકાલે ચાલી હતી. આ અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાયું છે. અંબરીશ ડેરે આજે કોંગ્રેસમાંથી રાજીનામું (Resignation) આપ્યું છે અને આવતીકાલે તેઓ ભાજપમાં જોડાવાના છે. રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું છેકે, જ્યાં લાગણી હોય ત્યાં સોદા ન હોય. ભાજપમાં જોડાવા માટે કોઇ સોદો કર્યો નથી.

Bharat Jodo Nyay Yatra

ગુજરાત : ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી ગુજરાતમાં

ભારત જોડો ન્યાય યાત્રા સાત માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી બપોરે ૩ કલાકે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી પ્રવેશ કરશે. સાડા ત્રણ કલાકે ઝાલોદ ખાતે જાહેર સભાને સંબોધન કરશે.

ન્યાય યાત્રા ઝાલોદથી નીકળી લીંબડી ખાતે પહોંચશે જ્યા રાહુલ ગાંધી રાત્રિ રોકાણ કરશે. 8 માર્ચે સવારે 8 વાગે દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે.

દાહોદથી સવારે 10 કલાકે લીમખેડા પહોંચશે, સ્થાનિક કાર્યકરોને મળશે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે કાર્યક્રમ યોજાશે. ન્યાય યાત્રા સવારે 11 કલાકે પીપલોદ પહોંચશે સાડા અગીયાર કલાકે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે.  

ટ્રાવેલ બેગમાં મૂકી ત્યજી દેવામાં આવી

અમદાવાદ : બે દિવસની નવજાતને ટ્રાવેલ બેગમાં મૂકી ત્યજી દેવામાં આવી

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 ઉપર ઊભેલી લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાંથી એક નવજાત બાળકીના રડવાનો અવાજ આવતા મુસાફરોએ તપાસ કરી તો એક બેગ હતી જેમાં એક નવજાત બાળક હતું . કોઈ અજાણી વ્યક્તિએ બેગના થેલામાં ગરમ શાલમાં બાળકીને વીંટાળી મૂકી દીધી હતી. બાળકીની જન મળતા જ રેલવે પોલીસ અને આરપીએફની ટીમ તાત્કાલિક ધોરણે  ટ્રેનમાં પહોંચ્યો હતો. બાળકીને તપાસ અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી હતી. બાળકીને હાલ 1200 બેડ હોસ્પિટલમાં આવેલા ઘોડિયાઘરમાં રાખવામાં આવી છે અને તેની તબિયત સ્થિર હાલતમાં છે.

અમદાવાદ : 12 EV સ્ટેશન ધૂળ ખાય છે ત્યાં AMC 81 નવાં સ્ટેશન ઊભાં કરશે

AMC એ બે મહિના અગાઉ EVના ચાર્જિંગ માટે પ્રાયોગિક ધોરણે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઊભા કર્યા, જે બાદ હવે વધુ 81 સ્થળોએ PPP ધોરણે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, પ્રાયોગિક ધોરણે ઊભા કરાયેલા 12 સ્ટેશનો પણ ધૂળ ખાય છે ત્યારે નવા 81 સ્ટેશનો ઊભા કરવાનો નિર્ણય અનેક પ્રકારના પ્રશ્નો ઊભા કરે છે.

મહિલાને મરવા મજબૂર કરનારાં 4ની ધરપકડ

સુરત: મહિલાને મરવા મજબૂર કરનારાં 4ની ધરપકડ

24 ફેબ્રુઆરીના રોજ પરિણીતાનો બર્થ ડે હતો ત્યારે પણ તેને ખાવાનું ન આપી કપડાંના વેપારી એવા પતિએ મારઝૂડ કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે પરિણીતાએ આપઘાત કરી લીધો હતો.

સુરતના રાંદેર ખાતે સિંધી કોલોનીમાં રહેતા 32 વર્ષીય વિષ્ણુ ખીલવાણીએ પાલ પોલીસ સ્ટેશનમાં તેની બહેનને આત્મહત્યા માટે મજબૂર કરનાર તેના પતિ લખન મોહનલાલ પંજવાણી, સસરા મોહનલાલ, સાસુ કમલાબેન અને નણંદ નીલમ કુલદીપમહીડાની સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સુરતના રાંદેર ખાતે સિંધી કોલોનીમાં રહેતા 32 વર્ષીય વિષ્ણુ ખીલવાણીએ પાલ પોલીસ સ્ટેશનમાં તેની બહેનને આત્મહત્યા માટે મજબૂર કરનાર તેના પતિ શ્યામ ઉર્ફે લખન મોહનલાલ પંજવાણી, સસરા મોહનલાલ, સાસુ કમલાબેન અને નણંદ નીલમ કુલદીપમહીડા (તમામ રહે.ગ્રીનસિટી, ભાઠાગામ)ની સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

ચૂનો ઊડીને આંખમાં પાડ્યો

સુરત: 5 વર્ષની બાળકીએ રમતમાં ચૂનાની પડીકી દાંતથી તોડી, ચૂનો ઊડીને આંખમાં પાડ્યો

5 વર્ષની બાળકી રમત રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી. દરમિયાન ચૂનો ઊડીને તેની આંખમાં પડતાં તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો. પિતાના જણાવ્યાનુસાર રમતમાં ફ્રીઝમાં પડેલી બાળકી લાવણ્યા એ પડીકી લઈ મોઢાથી ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી. અચાનક તે ચૂનો ખુલીને તેની જમણી આંખમાં પડ્યો હતો. જેથી લાવણ્યા જોર જોરથી રડવા લાગી હતી. પરિવાર તેને હોસ્પિટલમાં લઈને ગયો હતો. જ્યાં તેને આંખનું ઓપરેશન કરવામાં આવ્યું.

2 ગમખ્વાર અકસ્માત

વડોદરા: સાઇડમાં ઊભેલાં કન્ટેનરની પાછળ કાર ઘૂસી, 5નાં મોત અને 4 વર્ષની બાળકીનો આબાદ બચાવ

ગમખ્વાર અકસ્માતઃ જામ્બુવાથી તરસાલી તરફ કારમાં જતાં પટેલ પરિવારને અકસ્માત નડ્યો, ગઈકાલે પટેલ પરિવાર સુરતથી વડોદરા તરફ આવી રહ્યો હતો. ત્યારે રોડની સાઇડમાં ઊભેલા કન્ટેનરમાં કાર ઘૂસી ગઈ હતી. જેમાં 1 વર્ષના બાળક સહિત 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. જોકે, આ અકસ્માતમાં 4 વર્ષની બાળકી અસ્મિતા પટેલનો ચમત્કારિક બચાવ થયો છે.

અકસ્માતની જાણ થતા મકરપુરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી. આ ઉપરાંત ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યાનુસાર અકસ્માતમાં પ્રજ્ઞેશભાઈ પટેલ (34 વર્ષ), મયુરભાઈ પટેલ (30 વર્ષ), ઉર્વશિબેન પટેલ (31 વર્ષ), ભૂમિકાબેન પટેલ (28 વર્ષ) અને લવ પટેલ (1 વર્ષ)નું મોત થયું છે.

વેપલાના પર્દાફાશ

વડોદરામાં SMC સક્રિય, દારૂના વેપલાના પર્દાફાશ, 3.87 લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા, 7 વોન્ટેડ

SMC દ્વારા શહેરના બાપોદ અને જિલ્લામાં પાદરા પોલીસ મથકમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આજે જિલ્લાના ડભોઇ પોલીસ હદ વિસ્તારમાં કાર્યવાહી કરી 3.87 લાખના મુદ્દામાલ સાથે બે શખસની ધરપકડ કરી છે જ્યારે 7 ઈસમો વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. SMCએ કરેલ કામગીરીને લઈ સ્થાનિક પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઇ છે.

સિક્યોરિટીની નોકરી કરતા યુવકને હાર્ટ એટેક આવ્યો

વડોદરામાં સિક્યોરિટીની નોકરી કરતા યુવકને હાર્ટ-એટેક આવ્યો

વડોદરામાં વધુ એક યુવક સિક્યુરિટીની ફરજ દરમિયાન ઢળી પડ્યો હતો. બાદમાં તેના મિત્રો સ્થળ પર પહોંચી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો. મૃતક યુવક દેવેન્દ્રભાઈ લાલભાઈ મકવાણા (ઉં.વ.30, રહે. મ.ન. ડી/807 સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3, આકાક્ષા ચાર રસ્તા પાસે ગોરવા લક્ષ્મીપુરા રોડ વડોદરા) જેઓ ગોરવા બ્રિજ પહેલા આવેલ ખાનગી કંપનીમાં પોતાના પિતાની તબિયત સારી ન હોવાથી 15 દિવસથી સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ કેબિનમાં જમતા જમતા એટેક આવતા જમીન પર ઢળી પડ્યા હતા.

વડોદરા કેમ પાછળ રહી ગયું?: મુખ્યમંત્રી

વિકાસનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા વડોદરા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂથબંધીથી પીડિત નેતાઓને માર્મિક ટકોર કરી હતી. મુખ્યમંત્રીએ દીનદયાળ નગરગૃહમાં સભામાં કહ્યું કે, અમદાવાદ અને બીજી તરફ સુરત બંનેનો વિકાસ થયો, વચ્ચે રહી ગયેલું વડોદરા કેમ પાછળ રહી ગયું? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના 156 કરોડ અને વુડાના 617 કરોડનાં કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યાં હતાં. સાથે 525 જુ. ક્લાર્કને નિમણૂકપત્રો આપ્યા હતા. તેઓએ 101 સ્માર્ટ આંગણવાડી સાથે નવી 18 આંગણવાડી લોકોને સોંપી હતી

સર્વેશ્વર ચોકમાં નવું નાળું બનશે

રાજકોટના સર્વેશ્વર ચોકમાં નવું નાળું બનશે

ગત ઓગષ્ટ માસમાં એક વ્યક્તિનો ભોગ લેનાર સર્વેશ્વર ચોક દુર્ધટનામાં મનપા દ્વારા હવે નવેસરથી વોંકળા ઉપર સ્લેબ બનાવવા તેમજ યાજ્ઞીક રોડ ઉપરના રાજાશાહી વખતના નાળા (કલવર્ટ)ને ફરીથી બનાવવા માટે ટેન્ડર કરવામાં આવનાર છે. જેમાં મેહુલ્સ કિચનથી રોડની બીજીબાજુ નાગરિક બેંક સુધી 130 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈનું નવું નાળું બોક્સ કલવર્ટ સિસ્ટમથી બનાવવામાં આવશે. જેની ઊંચાઈ 2.5 મીટર રહેશે.

PGVCLના દરોડા

રાજકોટમાં PGVCLના દરોડા, નાનામવા સહિતાના વિસ્તારમાં 39 ટીમનું ચેકિંગ શરૂ

આજે અલગ-અલગ 39 ટીમો દ્વારા ધરમજીવન ફીડર હેઠળનાં શિવનગર, સીતારામ સોસાયટી, શુભમ સોસાયટી. ભવનાથ ફીડરમાં નવભારત સોસાયટી, ઉદ્યોગનગર, શિવ પાર્ક, સ્ટોન ક્રશર્સ એરિયા. સહજાનંદ ફીડર હેઠળના રામપાર્ક, મુકેશ પાર્ક, રાધાકૃષ્ણ સોસાયટી. એવરેસ્ટ ફીડર હેઠળના વામ્બે આવાસ યોજના, વૃંદાવન સોસાયટી, ભિમ પાર્ક સહિતના વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે.

બેન ઠાકોર

બનાસકાંઠા: ડૉ. રેખા ચૌધરી સામે કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને મેદાને ઉતારશે

બનાસકાંઠા લોકસભાની બેઠક પર ટક્કર મજબૂત બને એમ માનવામાં આવી રહ્યુ છે. ભાજપે શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવાર ડૉ. રેખા ચૌધરીને પસંદ કર્યા છે. જ્યારે હવે કોંગ્રેસ બનાસકાંઠા બેઠક પર હવે ગેનીબેન ઠાકોરને મેદાને ઉતારી શકે છે, એમ મનાય છે. ગેનીબેન ઠાકોર દીગ્ગજ નેતા શંકર ચૌધરીને વિધાનસભામાં હરાવી ચૂક્યા છે.

બનાસકાંઠા : 2019 પછી શોપિંગ સેન્ટરના પાર્કિંગની સ્થિતિનો સર્વે જ નથી કર્યો

પાલનપુરના જૂના શોપિંગ સેન્ટરોમાં ક્યાંય પાર્કિંગની સુવિધા ન હોવાથી ફરજિયાત રોડની બાજુમાં જ વાહનો પાર્ક કરી રહ્યા છે. ગોપાલ ટ્રેડ સેન્ટર વાસુદેવ મોલ,ગોપાલ પ્લાઝામાં ફોર વ્હીલર વાહનો માટે કલાક ઉપર રૂપિયા 10 થી દિવસ ભરના રૂપિયા 50 જેટલી ફી વસૂલવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર પાલિકાએ 2019 પછી શોપિંગ સેન્ટરના પાર્કિંગની સ્થિતિનો સર્વે જ નથી કર્યો.  

નેત્રાએ દીક્ષાગ્રહણ કરી

બનાસકાંઠા : એમબીએ થયેલી થરાની નેત્રાએ દીક્ષાગ્રહણ કરી

કાંકરેજ તાલુકાની થરાની ધન્યધરાના શાહ હરનેશભાઈ ચંપકલાલ (લેથવાળા)ની સુપુત્રી શાહ નેત્રાબેન હરનેશભાઈનો જન્મ 24 વર્ષ પૂર્વે તા.16/09/1999ના રોજ થયો હતો. માત્ર સાડા છ વર્ષની બાલ્યવયે તેમના જીવન ઉપર દિક્ષિત સંયમૈલક્ષી પરમ પૂજ્ય સુલશ્રાશ્રીજી મ.સા.ના ઉપનિષદોનો અદ્વિતીય પ્રભાવ પડ્યો હતો. દરમિયાન એમ.બી.એ. સુધી અભ્યાસ કર્યા પછી દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો