AAP ને સુપ્રીમ કોર્ટનો આંચકો, પાર્ટી ઓફિસ ખાલી કરવાની સૂચના; કોર્ટે કેમ આપ્યો આદેશ

0
114
AAP Office in Delhi
AAP Office in Delhi

AAP Office in Delhi: આમ આદમી પાર્ટીને સોમવારે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે આપ ને 15 જૂન, 2024 સુધીમાં તેની ઓફિસ ખાલી કરવા કહ્યું છે. કોર્ટે સ્વીકાર્યું કે આમ આદમી પાર્ટીની ઓફિસ રાઉઝ એવન્યુ કોર્ટની જમીન પર બનેલી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમે ઇચ્છો તો જમીન માટે અરજી કરી શકો છો.

AAP Office in Delhi
AAP Office in Delhi

AAP ને ત્રણ મહિનાનું એક્સટેન્શન

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે આમ આદમી પાર્ટીને તેની ઓફિસો માટે જમીનની ફાળવણી માટે જમીન અને વિકાસ કાર્યાલયનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

તેમજ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓફિસ ખાલી કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ચૂંટણી બાદ આ જગ્યા ખાલી કરવી પડશે.

AAP Office in Delhi
AAP Office in Delhi

ગેરકાયદેસર જમીન પર બનેલી છે AAP ની ઓફીસ

કોર્ટે કહ્યું કે જે જમીન પર આપનું વર્તમાન કાર્યાલય બનેલ છે તેના પર પક્ષને કોઈ કાનૂની અધિકાર નથી. તે દિલ્હી હાઈકોર્ટને આપવામાં આવેલી જમીન પર બનાવવામાં આવ્યું છે. આ જમીનનો ઉપયોગ રાઉઝ એવન્યુ કોર્ટના વિસ્તરણ માટે થવાનો છે. અમે L&DO ને વિનંતી કરીશું કે તમારી અરજી પર પ્રક્રિયા કરે અને ચાર અઠવાડિયામાં તેનું સ્ટેન્ડ ક્લીયર કરે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.