Gujarat Top News (02/03/24): ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહી જાણો…  

0
188
Gujarat Top News (02/03/24): ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહી જાણો…  
Gujarat Top News (02/03/24): ગુજરાતમાં આજે શું રહી હલચલ, અહી જાણો…  

Gujarat Top News: ગુજરાતમાં આજે શું રહી હલચલ..

Gujarat Top News
Gujarat Top News

Gujarat Top News: ગુજરાત રાજ્યમાં બની શું ઘટના, ગુજરાત સરકારે શું લીધા નિર્ણય તેમજ સમગ્ર રાજ્યના મુખ્ય ગુજરાતી સમાચાર (Gujarati Samachar) માટે આગળ વાંચો…

BJP MP LIST :15 ગુજરાતના ઉમેદવારોના નામ
BJP MP LIST :15 ગુજરાતના ઉમેદવારોના નામ

BJPની લોકસભા ચૂંટણી ઉમેદવારની પહેલી યાદી જાહેર, ગુજરાતમાં 15માંથી 10 ઉમેદવાર રિપીટ

લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી શનિવારે જાહેર કરવામાં આવી છે. જેમાં 195 ઉમેદવારોના નામ છે. PM મોદી વારાણસીથી ચૂંટણી લડશે. ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર.

BJP MP LIST :15 ગુજરાતના ઉમેદવારોના નામ

કચ્છવિનોદ ચાવડા
બનાસકાંઠારેખાબેન ચૌધરી
પાટણભરતસિંહ ડાભી
ગાંધીનગરઅમિત શાહ
અમદાવાદ પશ્ચિમદિનેશ મકવાણા
રાજકોટપુરુષોત્તમ રૂપાલા  
પોરબંદર  મનસુખ માંડવિયા  
જામનગરપૂનમ માડમ
આણંદમિતેષ પટેલ
ખેડાદેવુસિંહ ચૌહાણ
પંચમહાલરાજપાલસિંહ જાદવ
દાહોદજશંવતસિંહ ભાભોર
ભરુચમનસુખ વસાવા  
બારડોલીપ્રભુ વસાવા  
નવસારીસી.આર પાટીલ

26

સુરત: માત્ર 12 વર્ષના કિશોરે સંબંધીની 8 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું

સુરત : મૂળ એમપીના જોળવા ખાતે રહેતાં પતિ-પત્ની તેની આઠ વર્ષની ભત્રીજીને લઈ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વસવાટ કરે છે. ગઈકાલે સવારે 10થી બપોરના 12:30 વાગ્યાના અરસામાં આઠ વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી. ત્યારે તેના ઘરની પાસે રહેતા તેના સંબંધી 12 વર્ષના કિશોરે બાળકી પર દાનત બગાડી બાળકીને ઝૂંપડામાં લઈ જઈ માર મારી ધમકાવી દુષ્કર્મ ગુજાર્યું.

બાળકી લોહીલુહાણ ઘરે આવતાં કાકા-કાકીએ બાળકીને સઘળી હકીકત પૂછતાં શરૂઆતમાં તેણે ઇનકાર કર્યો હતો, પરંતુ બાદમાં તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડતા ગુપ્ત ભાગમાં ગંભીર ઈજા પહોંચી હોવાથી બે ટાંકા લેવાની પણ ફરજ પડી. બાળકીએ કિશોર દ્વારા કરાયેલાં કરતૂત કાકા-કાકીને જણાવી. જહાંગીરપુરા પોલીસે ફરિયાદના આધારે 12 વર્ષના કિશોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ અયોધ્યા  દર્શેને, પ્રથમ વખત કર્યા રામલલાના દર્શન
ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ અયોધ્યા દર્શેને, પ્રથમ વખત કર્યા રામલલાના દર્શન

ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ અયોધ્યા દર્શેને, પ્રથમ વખત કર્યા રામલલાના દર્શન

ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થતા મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ સહિત તમામ મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ ભાજપના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને ઉપદંડક સહિતના પદાધિકારીઓ પણ અયોધ્યા જઈને ભગવાન રામ લલ્લાના દર્શન કરી ધન્યતા અનુભવી. ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ રામ મંદિરમા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ વખત અયોધ્યા પ્રભુ રામના દર્શન કર્યા. અયોધ્યા એરપોર્ટ પર તમામનું બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

20

બનાસકાંઠા: વડગામના મેપડા ગામે વીજળી પડતાં યુવકનું મોત

બનાસકાંઠાના વડગામના મેપડા ગામે વીજળી પડતા યુવકનું મોત થયું છે. વહેલી સવારે કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતા યુવકનું મોત નીપજ્યું છે. આશાસ્પદ યુવકના મોતથી ગામના શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવકના મૃતદેહને પીએમ અર્થે પાલનપુર સિવિલ ખસેડાયો હતો. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી 10 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે.

21

મહેસાણા : કલોલમાં પાણીનો વાલ્વ ગટર લાઈનમાં મિક્સ…

ભરત ગુપ્તા (કલોલ): પાણીનો વાલ્વ ગટર લાઈનમાં મિક્સ થતા ચીફ ઓફિસરને વોર્ડ નંબર ચારના કાઉન્સિલર રજુઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવું નહીં. સેનેટરી ઇન્સ્પેક્ટરના લાલિયા વાડીના કારણે કલોલમાં વારંવાર રોગચાળો ફાટી નીકળે છે. વોર્ડ નંબર-4 ના કાઉન્સિલરો તેમજ સ્થાનિક રહેશોએ ગાંધીનગર સ્થિત કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી. જેના પગલે મોડી સાંજે જિલ્લા કલેકટરશ્રીએ કલોલની મુલાકાત લઈને જાત માહિતી મેળવી. જિલ્લા કલેકટર શ્રી મેહુલ કે. દવેએ કલોલના પૂર્વ વિસ્તારમાં ઝાડા ઉલટી ના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રને તાત્કાલિક આવશ્યક પગલાં ભરવા જણાવ્યું.

અંબાજી આબુરોડ રોડ પર રાજસ્થાન એસ.ટીનો અકસ્માત
અંબાજી આબુરોડ રોડ પર રાજસ્થાન એસ.ટીનો અકસ્માત

બનાસકાંઠા : અંબાજી આબુરોડ રોડ પર રાજસ્થાન એસ.ટીનો અકસ્માત, 46 જેટલા મુસાફરો ઘાયલ

માણેક જોશી: અંબાજી આબુરોડ જવાના માર્ગ પર રાજસ્થાન એસ.ટીનો અકસ્માત સર્જાયો છે. સુરપલ્લા પાસેના વળાંકમાં ડ્રાઈવર એ સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની, આબુરોડ થી અંબાજી જતી રાજસ્થાન એસટીમાં 46 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થઇ છે. ઘાયલ મુસાફરોને 108 દ્વારા નજીકના હોસ્પિટલમાં ખસેડ્યામાં આવ્યા.

4 8
Gujarat Top News: ગુજરાત રાજ્યમાં બની શું ઘટના

ઉડતા ગુજરાત: નશીલા પદાર્થો અને દારૂની રેલમછેલ, જપ્ત કરેલા જથ્થાંની કિંમત જાણી ચોંકી જશો

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે આપેલા સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૩ વર્ષમાં 21061 કરોડનો વિદેશી દારૂ અને 21 જાતના કેફી પદાર્થો પકડાયા છે. રાજ્યમાં ૩ વર્ષમાં 1.85 કરોડ વિદેશી દારૂની બોટલો અને 20 લાખથી વધુ બિયરની બોટલો પોલીસે જપ્ત કરી છે. રાજ્યમાં કેફી પદાર્થોમાં ગાંજો, બ્રાઉન સુગર, ચરસ, એમડી, એફેડ્રીન, અફીણ, હેરોઇન, કફ સીરપ, મોરફીન અને કોકેઇનનો વિપુલ માત્રામાં જથ્થો પકડાયો છે. ચોંકાવનારી વિગતોનુસાર વર્ષ 2022-23ના વર્ષમાં ગુજરાતમાંથી 15429.56 કરોડનું MD ડ્રગ્સ અને 2315 કરોડનું હેરોઈન પકડાયું છે, જે વિક્રમી સંખ્યામાં છે. ૩ વર્ષ પૈકી આખરી વર્ષમાં 120.41 કરોડ રૂપિયાનો તો વિદેશી દારૂ પકડાયો છે.

24

અમદાવાદ: જો આપને નોકરી અપાવાના કોલ આવે તો જરા ચેતી જજો..

પ્રવીણ જાદવ : નોકરી અપાવવાના બહાને દેશભર ના 8 થી વધુ રાજ્યોના લોકો પાસેથી નાની મોટી રકમ લઈ ઓનલાઇન ફોર્મ ભરાવી દેશવ્યાપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરતી ત્રણ વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે એક વ્યક્તિ પાસેથી 2450 રૂપિયા લેતા હતા..નાની મોટી રકમની ઉઘરાણી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ તપાસ ખૂલે તો નવાઈ નહી..

Capture
anant ambani radhika merchant wedding

જામનગર : અનંત-રાધિકા પ્રી વેડિંગ ફંક્શનમાં જંગલ ફીવર થીમ

મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટ અને તેમની પત્ની શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે કરવા જઇ રહ્યા છે, જેના જાજરમાન પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં યોજાઇ રહ્યા છે. આ ત્રણેય દિવસનું સેલિબ્રેશન ખાસ થીમ પર આધારિત રહેશે. જેમાં પહેલા દિવસને ઇવનિંગ ઇન એવરલેન્ડ નામ આપવામાં આવ્યું છે. જેનો ડ્રેસ કોડ “એલિગન્ટ કોકટેલ” રાખવામાં આવ્યો છે. જ્યારે બીજા દિવસે “જંગલ ફીવર” ડ્રેસ કોડ સાથે વાઇલ્ડ સાઇડમાં એક વોકનું આયોજન કરવામાં આવશે.

6

4 વર્ષ સુધી બે જગ્યાએથી પગાર લીધો : આંગણવાડી કાર્યકર અને છાત્રાલયમાં રસોઈયાનો બંનેના પગાર ખાધા, ભાંડો ફૂટતાં AMCએ પૈસા પાછા માગ્યા

એક જ વ્યક્તિ બે જગ્યાએ કામ કરી શકતાં નથી, છતાં ઘણાં લોકો કરતાં હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, શહેરના અસારવામાં આંગણવાડી કાર્યકર અને ગાંધીનગરના એક છાત્રાલયમાં એક મહિલા રસોઈયા તરીકે માનદસેવા આપી હતા. આ મહિલાએ 4 વર્ષ સુધી બંને પગાર લીધો હતો. તેમની સામે વિજિલન્સની તપાસ થતાં AMCએ એક માસમાં 4.18 લાખ પરત ચૂકવવા આદેશ કર્યો છે. જો તેઓ સમયસર નહીં ભરે તો નિયમ મુજબ FIR કરવાની CDPને સૂચના આપી દેવામાં આવી છે.

7

સુરત : ‘ડિજિટલ વૅલી’: ઉત્રાણ-મોટા વરાછા હવે ડિજિટલ વૅલી કહેવાશે મુંબઈ-દિલ્હીની કંપનીઓની ઈન્કવાયરી શરૂ

રાજ્યમાં પ્રથમ વખત સુરતના ઉત્રાણ-મોટા વરાછા વિસ્તારનું ‘ડિજિટલ વૅલી’ કરવા સાઉથ ગુજરાત ઈનોવેશન એન્ડ ટેક્નોલોજી કાઉન્સિલે અભિયાન ચલાવ્યા બાદ શુક્રવારે નામકરણ કરવામાં આવ્યું છે. હવે દર વર્ષે 1 માર્ચે ડિજિટલ વૅલી દિવસની ઉજવણી પણ કરાશે. ઉત્રાણ-મોટા વરાછામાં સોફ્ટવેર કંપનીઓ સ્થાપવા માટે મુંબઈ, દિલ્હી, અમદાવાદની કંપનીઓએ ઈન્કવાયરી પણ શરૂ, મોટા-વરાછા ઉત્રાણમાં માત્ર 3 કિલોમીટરમાં 8500થી વધારે ઈ-કોમર્સ કંપનીઓ છે.

સુરત : હોસ્પિટલ, સિક્યુરિટી અને ફેબ્રિકેશન સ્થળો પર ITની રેડ, 16 કરોડ રૂપિયા રિકવર

માર્ચમાં અને ઇલેક્શન પૂર્ણ થયા બાદ આવકવેરા સરવે સામાન્ય બાબત બની જાય છે. 6 વર્ષના લાંબાગાળા બાદ આ પ્રક્રિયા ફરી હાથે ધરવામાં આવી છે. સુરતના અઠવાગેટની હોસ્પિટલ, ડોક્ટર, સિક્યુરિટી સર્વિસિસ અને ફેબ્રિકેશનના કામ સાથે સંકળાયેલાં વેપારીને ત્યાં તપાસ શરૂ કરાઈ હતી. ફેબ્રિકેશનને ત્યાંના રિકવરી સરવેમાં તો 16 કરોડની રિકવરી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છ.

9

સુરત : ગોલીશેરીના 2 ઠગોએ 1.11 કરોડના હીરા બારોબાર વેચી રકમ ઓહ્યા કરી ગયા

સુરત: મહીધરપુરાની ગોલીશેરીમાં ઓફિસ રાખી હીરા લે-વેચનો ધંધો કરતા 2 ઠગ હીરા દલાલ પાસેથી 1.11 કરોડના હીરાનો માલ 21 દિવસની ક્રેડિટ પર લઈ બારોબાર વેચી કરોડોની રકમ ચાઉ કરીને વેપારી હીરા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે અડાજણના હીરાદલાલ દિનકરભાઈ મહેન્દ્ર પટેલે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે લેભાગુ વેપારી ગૌરવ કાંતિલાલ પાનવાલા (રહે, ગ્રીનતુલીપ, જહાંગીરાબાદ ગામ) અને પિકેંશ જયેશ જાડાવાલા (રહે, ટાઇમ ગેલેકસી, જહાંગીરપુરા) સામે ઠગાઈ અને ધમકીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

10

સુરત : તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંકમાં 17 કરોડના લોન કૌભાંડમાં બેંકનો મેનેજરની ધરપકડ

રિંગરોડની તમિલનાડુ મર્કેન્ટાઇલ બેંકના મેનેજરે 16 જણાને 17 કરોડની લોન કૌભાંડમાં બેંકનો મેનેજર સુંદર રાજેન્દ્રની ઈકોસેલે ધરપકડની કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં આ ગુનામાં 25 જણાની ધરપકડ કરી છે અને હજુ 8 આરોપીઓ ભાગતા ફરે છે.

ઊંઝા બંસીધર ગ્રુપ
ઊંઝા બંસીધર ગ્રુપ

મહેસાણા : ઊંઝા બંસીધર ગ્રુપમાં બે દિવસથી ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન

ઊંઝા તાલુકાના ટુંડાવ-અમુઢ રોડ પર આવેલી તમાકુની ફેક્ટરી બંસીધર ગ્રુપમાં છેલ્લા બે દિવસથી કાનપુર ઇન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા રેડ પાડી તપાસ હાથ ધરી છે. ઈન્કમટેકસના અધિકારીઓની આઠ ગાડીઓનો કાફલો ફેક્ટરી બહાર ખડકાયેલો છે અને શુક્રવારે બીજા દિવસે પણ તપાસ યથાવત રહી છે. માલિકનું નામ કે.કે.મિશ્રા હોવાનું જાણવા મળેલ છે.

પોલીસ બંદોબસ્ત સાથે રખડતાં ઢોર પકડવાનું ફરી શરૂ
પોલીસ બંદોબસ્ત સાથે રખડતાં ઢોર પકડવાનું ફરી શરૂ

મહેસાણા : પોલીસ બંદોબસ્ત સાથે રખડતાં ઢોર પકડવાનું કામ ફરી શરૂ

મહેસાણા શહેરમાં ઢોરપાર્ટી પર હુમલાની ઘટના બાદ કેટલાક દિવસોથી બંધ કરાયેલી ઢોર પકડવાની કામગીરી પોલીસ વાહન સાથે પાલિકા ટીમે વિવિધ વિસ્તારમાં ફરી શરૂ કરવામાં આવી છે. ટીબી રોડ પર પ્રજાપતિ વાડી પાસે, ઋતુરાજ ફ્લેટ પાસે, ધારા વિદ્યાલય પાસે અને આશીર્વાદ ચોકથી કુલ 19 ગાયો અને 3 આખલા પકડવામાં આવ્યા હતા. રહીશોમાં રખડતાં ઢોરની રંજાડ અંગે ઉઠેલી ફરિયાદોને પગલે કોર્પોરેટરોએ પણ નગરપાલિકામાં રજૂઆતો કરી હતી.

14

બનાસકાંઠા : સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી ઝાંપટા ; બટાટા, રાયડો, એરંડા, જીરુ, ઇસબગુલ સહિતના પાકોમાં નુકસાનનો ડર

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી છે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં બે દિવસની આગાહી આપવામાં આવી હતી જેને પગલે આજે વહેલી સવારથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે જોકે ખેડૂતોના તૈયાર પાકો બટાકા રાયડો એરંડા જીરુ ઇસબગુલ સહિતના પાકોને ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

બનાસકાંઠા : પાલનપુરની રહેણાંક મિલકતોમાં 10 ટકા વેરા વધારો થશે

પાલનપુર નગરપાલિકા બે વર્ષ પછી શહેરમાં 10 ટકા વેરો વધારવા જઈ રહી છે. શહેરમાં રહેણાંક અને કોમર્શિયલની મળીને અંદાજિત 65 હજાર આસપાસ મિલકતો આવેલી છે જેને સીધી અસર થશે. પાલનપુર પાલિકાની બજેટ માટેની સાધારણ સભા પહેલા કારોબારીની બેઠક મળી હતી. જેમાં પાલિકાનું 100 કરોડનું બજેટ મંજુર કરાયું. જાહેર માર્ગો નજીક ઇમારતો પર લાગતા હોર્ડિંગ માટે એજન્સી નિયત કરાઈ છે. જેના ભાવો પણ પાલિકા દ્વારા નિયત કરાયા છે. આ વખતે પાલિકાનું ખર્ચનું બજેટ સો કરોડને આંબી જશે.

ડિગ્રી વગરનો ડોક્ટર
ડિગ્રી વગરનો ડોક્ટર

ડીસા : ‘ડિગ્રી વગરનો ડોક્ટર’ ; ડીસાના વિઠોદર ગામે વગર ડિગ્રીએ એલોપેથી પ્રેક્ટિસ કરતો શખ્સ ઝડપાયો

ડીસાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. પી.એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ મેડિકલ ઓફિસરોએ ગામડાઓમાં ગેરકાયદેસર એલોપીથી પ્રેક્ટિસ કરતા ડોકટરો સામે કાર્યવાહી શરૂ કરી છે. ડીસાના કુચાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. અશોકભાઈ પરમારની ટીમે રેડ કરતા વિઠોદર ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. ગેરકાયદેસર એલોપેથી પ્રેક્ટિસ કરનાર ડોક્ટર પાસેથી 51 હજાર રૂપિયાની દવાઓ સહિતનો જથ્થો જપ્ત કરી તેની સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.