GUJRAT CM IN AYODHYA : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત આખું કેબીનેટ રામલલાના શરણે

0
105
GUJRAT CM IN AYODHYA
GUJRAT CM IN AYODHYA

GUJRAT CM IN AYODHYA : અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ અલગ-અલગ દિવસે દેશનાં જુદાં-જુદાં રાજ્યોનાં મંત્રીમંડળ અયોધ્યા દર્શનાર્થે જઈ રહ્યાં છે. આજે સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થયાં હતાં. ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યા દર્શન કરવા પહોંચ્યું હતું . મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી અયોધ્યા પહોંચ્યા હતા. મંત્રીમંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ અયોધ્યા દર્શન માટે પહોંચ્યા હતા.  ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્યા ગયા છે. અયોધ્યા એરપોર્ટ પર તમામનું બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

GUJRAT CM IN AYODHYA

GUJRAT CM IN AYODHYA  : કેસરી ખેસ પહેરાવી સ્વાગત

GUJRAT CM IN AYODHYA


અયોધ્યા રામમંદિરમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને કેસરી ખેસ પહેરાવી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

GUJRAT CM IN AYODHYA  : રામલ્લાના આશીર્વાદ લીધા

GUJRAT CM IN AYODHYA


રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયા, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, આદિજાતિ વિકાસમંત્રી ડો. કુબેર ડિંડોર, મહિલા અને બાળકલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયા, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા અયોધ્યા પહોંચ્યાં છે અને રામલલ્લાનાં ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા છે.

GUJRAT CM IN AYODHYA  : રવિવારે યોગી સરકારે દર્શન કર્યાં હતાં

up  CM IN AYODHYA


નોંધનીય છે કે રવિવારે યોગી સરકારે અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં રામલલ્લાના દરબારમાં હાજરી આપી હતી. રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા હતા. આ દરમિયાન દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા. 10 બસમાં આવેલા ધારાસભ્યો અને મંત્રીઓને રામજન્મભૂમિના ગેટ નંબર 11માંથી એન્ટ્રી આપવામાં આવી હતી.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.